SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ દર્શન અને પરગુણપ્રશંસાદર્શાવેલ છે. સમ્યગદર્શની આત્મા મન, વચન અને કાય એ વિયોગનું નિયંત્રણ કરી ઈન્દ્રિય વિજેતા બને છે, જે સમકિતની શુદ્ધિ છે. અનુકંપા એ સમકિતનું લક્ષણ છે. તેનું હૃદય ધર્મવિહોણા જીવોને જોઈ કરુણાથીઆદ્ર બને છે. દીનદુરને ધર્મવિહોણા, દેખીદિલમાં દર્દરહે; કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભસ્તોત્રવહે, માર્ગ ભૂલેલા જીવનપથિકનો, માર્ગચીંધવા ઉભો રહું કરે ઉપેક્ષાએ મારગની, તોયે સમતા ચિત્ત ધરુ. સમકિતી આત્મા ઔચિત્ય જાળવે છે. ઔચિત્ય એટલે વિવેક-સારા અને ખરાબની પરખ. સમકિતી આત્મા હિંસા, જૂઠ, પરસ્ત્રીગમન, ચોરી,પરનિંદા જેવીલોકનિંઘપ્રવૃત્તિનકરે. સમ્યગદર્શન એટલે અસત્કર્મોની મર્યાદા. સમ્યગદર્શન એટલે નિરાશક્ત વ્યવહાર, સમ્યગુદૃષ્ટિ આત્મામાં કષાયોની ઉપશાંતતા,મૈત્રી, પ્રમોદ,કરુણા અને માધ્યસ્થ આચાર ભાવનાઓનો સુમેળ હોય છે. સમકિતની પરિણતિમાં મન મોલમાં, તન સંસારમાં અને વસંતરુચિ ધર્મમાં હોય છે. નરસિંહ મહેતા સાચા વૈષ્ણવનાં લક્ષણો દર્શાવી કહે છે કે ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે... વૈષ્ણવ..૫ આવાસાચા વૈષણવનાં દર્શન એપ્રભુદર્શન સમાન છે. જેના દર્શન માત્રથી પેઢી દર પેઢી ભવસાગરનો પાર પામી શકે છે. તેની સુસંસ્કારોની સાંકળ ઉત્તરોત્તર મજબૂત બને છે. ખરેખર!સાચો વૈષ્ણવપ્રશંસનીય છે. જૈનત્વની પ્રથમ ભૂમિકા સમકિત છે. સમકિત એકગંધહસ્તી સમાન છે. જેમગંધહસ્તી સંગ્રામમાં કદી પીઠ દેખાડતો નથી, તેમ સમકિતી પણ કર્મ સત્તાને હંફાવે છે. આખરે આત્મ સત્તા બળવાન બને છે અને કર્મોની શક્તિને શુભ અષ્યવસાયો વડે ક્ષીણ કરે છે. આ રીતે પાપને અલવિદા આપી સદ્ગુણોની હારમાળા સર્જે છે. સમકિતએ જીવનપરિવર્તનની કળા છે તેથી જ એકલું સમકિત પણ પ્રશંસનીય છે. તેથી શ્રી સમન્તભદ્રજી સ્વામી કહે છે नसम्यक्त्वसमं किजित्वैकाल्ये त्रिजगत्यपि। श्रेयोडश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ॥ અર્થ: ત્રણે કાળ અને ત્રણે લોકમાં સમ્યકત્વ જીવને કલ્યાણકારી છે. સમકિતના સદ્ભાવમાં અવતી ગૃહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતાં ઉત્તમ ગણાય છે જ્યારે મિથ્યાત્વના સદ્ભાવમાં મહાવ્રતધારી સાધુ પણ સમકિતી ગૃહસ્થથી હીન ગણાય છે. ઈન્દ્રિયોને જીતે તે જૈન, સદ્દબુદ્ધિનામાર્ગવિચરે તે બૌદ્ધ, આત્મામૈત્રીથી વિશ્વના પ્રાણીઓને વ્યાપે તેવૈષ્ણવ. નરસિંહ મહેતાએ દર્શાવેલ સાચા વૈષ્ણવના લક્ષણો તથા કવિ ઋષભદાસે દર્શાવેલ સમ્યકત્વીના લક્ષણોમાં ઘણી સમાનતા છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy