SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ”ને આધારે ભગવંતે જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે સદા કરે; તે કારકસમકિતીછે...૮૨૪ દીપકશબ્દ અર્થ બતાવે છે (દીપકપાછળ અંધારાની જેમ) તે બીજાને સમકિત પમાડે પરંતુ પોતે નપામે તે દીપક સમકિત છે. તેથી કારણનો કાર્યમાં ઉપચાર કરી સમકિત કહેવાયું છે.) (દીપક સમકિત યુક્ત આત્મા ગ્રંથિદેશ સુધી આવે છે.)...૮૨૫ સમકિતના ચાર પ્રકાર° કહ્યા છે. પ્રથમ ઉપશમ સમકિત છે તે જાણ. બીજું સાસ્વાદન સમકિત છે.૮૨૬ ત્રિીજું ક્ષયોપશમ સમ્યકત્વ છે. ચોથું ક્ષાયિકસમકિત છે. સમકિતનાં આચારભેદ છે...૮૨૭ સમકિતનાં પાંચ પ્રકાર"દર્શાવું છું. ઉપશમ સમકિત, સાસ્વાદન સમકિત, ક્ષયોપશમ સમકિત સુંદર છે...૮૨૮ ક્ષાયિક સમકિત જગતમાં શ્રેષ્ઠ છે. વેદક સમકિત વિના મનુષ્ય સંસાર પાર પામી શકે નહિ. આ પ્રમાણે સમકિતનાપાંચ પ્રકાર છે..૮૨૯ સમકિતી આત્માના ચાર લિંગ (લક્ષણ) છે. (૧) ઔચિત્યપૂર્ણ પ્રવૃત્તિ કરે (૨) ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ ઉત્પન્ન થાય..૮૩૦ (૩) જિનેશ્વર દેવનાં વચનો-આગમો પ્રત્યે રુચિ-પ્રીતિ હોય (૪) પરનાં અવગુણ જોઈ માધ્યસ્થભાવ રાખે. આસમકિતી આત્માનાં ચારલિંગ છે..૮૩૧ જે સમકિતનાં ચાર લિંગ જાણે છે તે સમકિતધારી બને છે. તેને મુક્તિરૂપીનારીવરે છે. તેને ચારે ગતિનાં દુઃખોમાંથી છૂટકારો મળે છે...૮૩૨ જેણે ગ્રંથિભેદ કરી સમકિત ધારણ કર્યું, તેણે અનંતા પુદ્ગલપરાવર્તન છેદી નાખ્યાં. તેનો અર્ધપુગલ પરાવર્તન કાળજેટલો અલ્પસંસારબાકી રહ્યો..૮૩૩ સમકિત જગતમાં અનોખું હોવાથી તેની તુલના કોઈ પદાર્થ સાથે કરી શકાય નહીં. સમકિત શ્રેયસ્કર હોવાથી તે જગતમાં શ્રેષ્ઠ છે.૮૩૪ આ જગતમાં માતા-પિતા, બાંધવ-ભગિની, પુત્ર-પુત્રી કે સ્ત્રી કદાચ પ્રતિકૂળ બની શકે (વંઠી શકે, પરંતુ સમકિત કદી અહિતકારી કે અકલ્યાણકારીનબને.૮૩૫ સમકિત અતિ દુર્લભ છે. તેને ચોક્કસ પ્રાપ્ત કરો. તેને પોતાના આત્માની જેમ સંભાળીને રાખો. આવા કિંમતી સમકિતનેહરીન જાવ(સમકિત મેળવ્યા વિના ભવપૂરો નકરો.).૮૩૬ જેમ મૃગ નાભિમાં કસ્તુરીને સાચવે છે, મણિધર નાગ મસ્તક ઉપર મણિને સુરક્ષિત રાખે છે, તેમ સમજણપૂર્વક ચારિત્રલેનાર આત્માચારિત્રનો ત્યાગ કરતો નથી.(ચારિત્રની સુરક્ષા કરે છે.)૮૩૭ જેમ શીલવંતી સન્નારી પોતાના શીલનું જતન કરે છે, ગંગા નદી સદા પાણી સાચવે છે, તેમ સટુરુષો સદાલજ્જા ગુણ સાચવે છે... ૩૮ જેમ માતા બાળકને સંભાળે છે, મુખ જીભને સુરક્ષિત રાખે છે, તેમ સત્યવાદી કદી અસત્ય ન બોલે.(માતાથી બાળક, મુખથી જીભ અને સત્યવાદીથી સત્યની સુરક્ષા થાય છે.).૮૩૯
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy