SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે કરવાનો નિષેધ છે, છતાં રાજાભિયોગાદિ છ કારણોથી અંતરમાં ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિવડે નહીં પરંતુ બાહ્ય દેખાવરૂપે (દ્રવ્યથી) વંદન આદિ કરવાં પડે તો સમકિતમાં દોષનલાગે. સામર્થ્યવાન આત્માએ રાજા આદિના બલાત્કારમાં પણ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી કે શ્રી કુમારપાળ મહારાજાની જેમ વંદન આદિ ન કરતાં, પોતાની શક્તિનો સદુપયોગ કરી જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. અશક્ત આત્માઓએ શાસનની નિંદા ન થાય તે હેતુથી અપવાદ સેવવો હિતાવહ છે. સામાન્ય અલ્પ સત્ત્વવાળા આત્માને માટે જ્ઞાનીઓએ આ માર્ગો દર્શાવ્યા છે. જે આત્માઅજ્ઞાનથી તેવા પ્રસંગે વંદનાઆદિ કરતા નથી, તે ધર્મથી ભ્રષ્ટ બને છે. તેવા જીવો વડે ધર્મની નિંદા થાય છે. જૈન દર્શનમાં ઉત્સર્ગ અને અપવાદ એમ બે પક્ષ છે. ઉત્સર્ગમાર્ગ એ શૂરવીરતાનો માર્ગ છે. જિનકલ્પી મુનિઓ ઉત્સર્ગમાર્ગ અપનાવે છે. વર્તમાન કાળે કાલ, સંઘયણ, ધૃતિ અને બળના અભાવે જીવો પ્રાયઃ ઉત્સર્ગમાર્ગનું સેવન કરી શકતાં નથી. અપવાદમાર્ગમાં આંતરિક શ્રદ્ધા અખંડ હોય છે, બાહ્ય વર્તન જુદા પ્રકારનું હોય છે. • છ ભાવના: કવિએ કડી૮૧૧થી૮૧૭માં સમકિતની છ ભાવનાનું સ્વરૂપદર્શાવેલ છે. આગારોનું સેવન કરતાં પણ ચિત્તમાં જિનેશ્વરદેવના સિદ્ધાંતોનું સ્મરણ જ હોય. આત્માને મહાસત્ત્વશાળી બનાવવા, સમ્યગુદર્શનની ઉપયોગિતા, અમૂલ્યતા અને જરૂરિયાતવિષે વિચારવું તે ભાવના છે. મૂળ, ધાર, પ્રતિષ્ઠાન, નિધિ, આધાર અને ભાજન (પાત્ર) આ છ ઉપમાઓ દ્વારા પ્રકારે બોધિ ભાવનાવિવેકી આત્માભાવે છે. ભાવનાઓ શ્રમણ ધર્મ અને શ્રાવકધર્મને ભાવિત કરે છે.' ભાવના એટલે વિચારણા, ભૌતિક વિચારણા સંસાર તરફ લઈ જાય છે, જ્યારે લોકોત્તર વિચારણા અધ્યાત્મ તરફ લઈ જાય છે. ઉપરોક્ત છ ભાવના સમકિતી આત્માને સમકિતમાં દેઢતા આપે છે. પ્રત્યેક કાર્યની સિદ્ધિ માટે ભાવનાબળની આવશ્યકતા છે. (૧) મૂળ - જેમ મૂળ વિનાનું વૃક્ષપ્રચંડવાવાઝોડામાં તરત જ નીચે પડે છે, તેમ સમકિતરૂપી મૂળ વિના ધર્મરૂપી વૃક્ષવિધર્મીઓના આંદોલન વચ્ચે સ્થિરતા પ્રાપ્ત કરી શકે નહિ. શ્રાવકનાં બાર વ્રતો સમ્યકત્વની શાખાઓ છે. બારવ્રતોને આશ્રયીને ૧૩૮૪૧૨૮૭૨૦૨“ભાંગા છે. આ ભાંગામાંથી એક પણ ભાંગો સમકિત વિના ટકી શકે નહિ. તેથી સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે. શ્રાવકના ભાંગાઓ વિશે વિશેષ માહિતીધર્મસંગ્રહગ્રંથમાં દર્શાવેલ છે. દિગંબર આચાર્યશુભચંદ્રજીએ જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહ્યું છે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રનું બીજ - મૂળ છે. વ્રત, મહાવ્રત અને ઉપશમ માટે તે પ્રાણ સ્વરૂપ છે. તપ અને સ્વાધ્યાયનો આશ્રયદાતા છે.' સમ્યકત્વ સહિતની ધર્મક્રિયાકર્મોને દૂર કરવામાં એટમબોમ્બનું કાર્ય કરે છે. (૨) દ્વાર - ધર્મરૂપનગરનું પ્રવેશ દ્વાર સમ્યકત્વ છે. નગરમાં દરવાજાની આવશ્યકતા છે તેમ આગાર ધર્મ અને
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy