SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે 1e1 અનુયાયીઓને ૧. વંદન ૨. નમન ૩. આલાપ ૪. સંલાપ ૫. દાન ૬. પ્રદાન ન કરવું; એ છ જયણા કહેવાય છે. સમ્યગ્દૃષ્ટિ આત્મા અન્ય દર્શનીઓને, તેમના દેવોને તથા તેમણે ગ્રહણ કરેલ પ્રતિમાને વંદન, નમન, દાન, અનુપ્રદાનનો ત્યાગ કરે છે. તેમનાં બોલાવ્યાવિના તેમની સાથે આલાપ-સંલાપપણ ન કરે.' મિથ્યાર્દષ્ટિ જીવો પાંચ ઈન્દ્રયના વિષય સુખોમાં આસક્ત હોય છે. તેમનું વલણ આત્માભિમુખ ન હોવાથી, તેઓને વંદન વગેરે કરવાથી, તેઓના ભક્તો મિથ્યા માર્ગમાં સ્થિર બને છે. બીજા જૈનધર્મી પણ સમકિતીની તેવી પ્રવૃત્તિ જોઈ, તેનું અનુકરણ કરે છે. આ રીતે મિથ્યાત્વનો પ્રવાહ પુષ્ટ થાય છે. તેથી આ છ જયણા સમકિતીએ સાચવવી જોઈએ. અન્યધર્મીઓના બોલાવ્યા પછી જ બોલવું એ ઔચિત્ય છે. તેમની સાથે વારંવાર વાર્તાલાપ કરવો એ સંલાપ છે. આલાપ-સંલાપથી પરિચય વધતાં તેમની દરેક ક્રિયા જોવા, સાંભળવાના પ્રસંગો, વારંવાર બનતાં, તેમની ઉપર શ્રદ્ધા આવતાં, આખરે સમકિત ચાલ્યું જવાની સંભાવના રહે છે. તેથી ઉપરોક્ત વંદનાદિ કાર્યો વર્જવાથી સમકિતની રક્ષા થાય છે. સમકિતની સુરક્ષા માટે, સમકિતના આચારરૂપે, તે આચરવા યોગ્ય ન હોવાથી; તેને સમકિતની જયણા (રક્ષા) કહી છે. આ આલાપ-સંલાપનો એકાંતે નિષેધ નથી કર્યો. અહીં લાભાલાભનો વિચાર કરવાની પણ જરૂર છે. ભગવાન મહાવીરે પોતાના પૂર્વ પરિચિત તાપસને આવતો જોઈ ગૌતમસ્વામીને સામા લેવા મોકલાવ્યા હતા અને ગૌતમસ્વામી લાગણીપૂર્વક તેમને સામે લેવા પણ ગયા હતા. શ્રાવક અન્ય તીર્થિકોને ગુરુબુદ્ધિ(પૂજ્ય બુદ્ધિ)થી મોક્ષાર્થે દાન ન આપે પરંતુ અનુકંપા દાન આપવાની તથા પ્રવચન પ્રભાવના માટે દાન આપવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. શકડાલપુત્ર શ્રાવકે ગોશાલકને ધર્મબુદ્ધિથી નહીં પરંતુ અનુકંપા બુદ્ધિથી શય્યા-સંથારો આપ્યો હતો. तएणं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी - जम्हा णं देवाणु प्पिया ! तुभे मम धम्मायरिस्स जाव महावीरस्स संतेहिं तच्चेहिं तहिएहिं सब्भूएहिं भावेहिं गुण कित्तणं करेह, तम्हाणं अहं तुब्भे पाडिहारिएणं पीठजाव संथारएणं उवणिभंतेमि, णो चेवणं धम्मोत्तिवा तवोत्ति वा । " શકડાલપુત્ર શ્રાવકે જિનમતમાં સ્થિર થયા પછી મંખલિપુત્ર ગોશાલકને કહ્યું કે, “દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્ય મહાવીર સ્વામીમાં વિદ્યમાન સત્ય, અને સદ્ભૂત ગુણોનું કીર્તન કર્યું છે, માટે હું તમને પીઠફલગ-શય્યા-સંઘારક આદિ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપું છું પરંતુ તેને ધર્મ અને તપબુદ્ધિ સમજીને નથી આપતો.'' આજયણાનો સંદર્ભ એવો પણ થાય છે કે અન્ય ધર્મના મતાવલંબીઓ તથા સાધુઓ સાથે વિના કારણે દાર્શનિક ચર્ચા ન કરવી કારણકે બાળ જીવો સમ્યક્ મતમાં દેઢ થયા ન હોવાથી પોતાનું સમ્યક્ત્વ ગુમાવે છે. જેમ બાળકોને મોટાઓ સાથે મલ્લ યુદ્ધ કરવાની ના પાડવામાં આવે છે તેમ અહીં પણ સમજવું. અહીં સ્વદર્શનમાં દૃઢ શ્રદ્ધાવાળા તેમજ તત્ત્વના જાણકાર સુસાધુ કે સુશ્રાવક પ્રસંગ પડ્યે દાર્શનિક ચર્ચા અવશ્ય કરી શકે છે. બાળ જીવોને પણ સામાન્ય અન્યદર્શની સાથેના વ્યવહારની ના નથી.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy