SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ સમભાવ એ વીતરાગતાનું પ્રતિક છે. તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી``જાણીએ. ૨૮૫ (૧) દ્રવ્યથી સમભાવ ચૈતન્ય લક્ષણ, અસંખ્યાત પ્રદેશ અને ઉપયોગ, આ સર્વ જીવોના લક્ષણ છે. સામાન્ય સત્તાની અપેક્ષાએ સર્વજીવો સમાન છે. (૨)ક્ષેત્રથી સમભાવ - એક જ ક્ષેત્રમાં અકંપ, સ્થિર, અચલ રહેવું, એક જ સ્થાનમાં કાયાને સ્થિર કરવી, સર્વ ક્ષેત્રમાં સમભાવ રાખવો; એ ક્ષેત્રથી સમભાવ છે. (૩) કાળથી સમભાવ - (૧) સર્વ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સમાન છે. તે અપેક્ષાએ સર્વ દ્રવ્ય સમાન છે. (૨) ક્ષાયિક ભાવ સાદિ અનંત છે. પારિણામિક ભાવ તે જીવનો સ્વભાવ છે. તેનો અંત નથી. (૩) સર્વ દ્રવ્યો અનાદિ અનંત છે. તે અપેક્ષાએ કાળથી સમભાવ છે. (૪) ભાવથી સમભાવ - (૧) અરિહંત અને સિદ્ધ ભગવાનના આત્મિક ગુણો સંપૂર્ણ શુદ્ધ અને પરિપૂર્ણ છે. તે અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ સમાન છે. (૨) ભવ્ય જીવોમાં સિદ્ધના ગુણો સત્તારૂપે રહેલા છે. સોડસૂત્રનો અર્થ સ + અહમ્ = ૬ = સિદ્ધ ભગવાન, અહમ્ = હું. હું પણ સત્તાથી સિદ્ધ છું. (૩) જ્ઞાન - દર્શનમાં શુદ્ધ ઉપયોગ; એ ભાવથી સમભાવ છે. = ઉપશમભાવનું સુખ એ સિદ્ધના સુખની વાનગી છે. પ્રશમ આદિ ગુણ પોતાનામાં આત્મસંવેદન ગમ્ય છે જ્યારે બીજા જીવોમાં કાય, વચન, વ્યવહારરૂપ વિશેષ જ્ઞાયક લિંગો દ્વારા અનુમાનગમ્ય છે. (૨) સંવેગઃ શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. કહે છે – संवेगो मुक्खं पड़ अहिलासो भव विरागोऊ । અર્થ: મોક્ષપ્રાપ્તિની તીવ્ર અભિલાષા અને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય તે સંવેગ છે. સંવેગના બે અર્થ છે. (૧) મોક્ષની તીવ્ર અભિલાષા (૨) સંસારથી ભય. સંસારની ચારે ગતિઓ દુ:ખજનક છે, એવું જાણી સમકિતી જીવ સદા સંસારમાં અલિપ્ત ભાવે રહે છે. જેમ કમલિનીના પાંદડાં સ્વભાવથીજ જળથી અલિપ્ત હોય છે,તેમ સમકિતી જીવ સમ્યક્ત્વના પ્રભાવથી વિષય-કષાયમાં નલેપાય. સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ. સમકિતી જીવને સંસારનું કર્તવ્ય બજાવતાં ક્યાંય માલિકીભાવ ન હોય; કારણકે તેમાં પાપભીરૂતા નામનો ગુણ હોય છે. તેને સંસાર શલ્યની જેમ ખટકે છે. સમ્યક્ત્વી મનોવધીન રમતે । દ્વાત્રિંશદ-દ્વાત્રિશિંકામાં કહ્યું છે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy