SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૩ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ વિરાધક બન્યા. તેથી તેઓ ચારિત્રકુશીલ કહેવાયા. (૪) સંસક્ત સંવેગી કે અસંવેગી જે જે સાધુઓ મળે, તેની સાથે તેના જેવો અને તેના જેવો વર્તાવ કરે), તે સંસક્ત કહેવાય. જે ગુણ અને દોષથી મિશ્ર હોય તે સંસક્ત કહેવાય.પૂર્વાચાર્યો કહે છે पासत्थाईएसुसंविग्गेसुंच जत्य मिलई ।' तहिं तारिसओ होई, पिअधम्मो अहव इयरो अ सो दुविअप्पो भणिओ जिणेहिं जेिहिं जिअरागदोसमोहिं। एगो य संकिलिट्ठो, असंक्लिट्ठो तहा अण्णो N૨૮. અર્થ: સંસક્તમુનિ, પાસસ્થા અથવા સંવિગ્ન જનોની સાથે મળે, ત્યારે અનુક્રમે અપ્રિયધર્મી અથવા પ્રિયધર્મી બને. તેના બે પ્રકાર છે. સંકલિષ્ટ સંસક્ત અને અસંકલિષ્ટ સંસક્ત. જેમ ગાયના ખાણના ટોપલામાં ખોળ, કપાસ, એઠવાડ અને ચોખ્ખું ભોજન બધું જ ભેગું હોય છે, તેમ સંસક્તમાં અહિંસાવત આદિ મૂલગુણો અને પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણો સાથે ઘણા દોષો પણ હોય છે. તેઓ પ્રાણાતિપાત, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ જેવા પાંચે આશ્રવોમાં મગ્ન હોય છે. તેઓ ઋદ્ધિ આદિ ત્રણ પ્રકારના ગર્વ કરનારા હોય છે. તેઓ સ્ત્રી પ્રતિ સેવી અને ગૃહસ્થનાં કાર્યો કરનારા હોય છે. તે સંકલિષ્ટ સંસકત છે. ઉપર કહ્યું, તેમ જેની સાથે ભળે તેના જેવો થાય, તે અસંકલિષ્ટ સંસક્ત કહેવાય છે. સંકલિષ્ટ સંસક્ત ધર્મરહિત હોય. અસંકલિષ્ટ સંસક્ત ધર્મ પ્રિય હોય. કવિએ અસંસક્ત સાધુઓને નટ, રાજા અને સ્ફટિકરનની ઉપમા આપી છે. એકાગ્રતાનો અભાવ, વિવેકદૃષ્ટિનો અભાવ, તટસ્થતાનો અભાવ તથા “સંગ તેવો રંગ' જેવા દુર્ગુણોને કારણે અસંસક્ત સાધુઓ ઉત્તમ ધર્મપ્રાપ્ત કરીને ઉત્તમફળથી વંચિત રહે છે. (૫) યથાણંદ - પ્રવચન સારોદ્વારમાં શાસ્ત્રકારે કહ્યું છે - उस्सुत्त मायरंतो उस्सुत्तं चेव पन्वेमाणो।" एसो उअहाउंदो इच्छाछेदोत्ति एगट्ठा ॥ उस्सुत्त मणुवइढं सच्छदि विगप्पियं अणणुवाई। परतत्तिपवत्ती तित्तिणो य इणमोअहाच्छंदो॥ અર્થઃ ગુરુ આજ્ઞા કે આગમની મર્યાદાવિના સર્વ કાર્યોમાં પોતાના અભિપ્રાય પ્રમાણે જેમ ફાવે તેમ વર્તન કરે, તે યથાછંદ જાણવો. ઉસૂત્રની પ્રરૂપણા કરનારો, પોતાની બુદ્ધિથી કલ્પલ, આગમવિરુદ્ધ આચરણ કરનારો, ગૃહસ્થોનાં કાર્યો કરનારો-કરાવનારો તથા પ્રશંસા કરનારો, વારંવાર ગુસ્સે થનારો, યથાછંદ કહેવાય. ઉપરોક્ત ચોપાઈમાં પાસસ્થા આદિપાંચે શિથિલાચારી સાધુઓને વંદન કરવાની કવિએ શીખ આપી છે. તે માટે કવિએવિવિધદષ્ટાંતો આપ્યા છે. શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે पासत्थाइ वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ।" कायकिलेसं एमेव, कुणइ तह कम्मबंधं च ॥ અર્થ: પાસત્થા આદિને વંદન કરવાથી કીર્તિ વધતી નથી, નિર્જરા થતી નથી. માત્ર કાયકષ્ટ અને વિશેષ કર્મનો
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy