SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ पासत्यो ओसन्नो होई कुसीलो तहेव संसक्तो।'' अहछंदोविअएए अवंदणिज्जा जिणमयंमि ॥ અર્થઃ પાસત્થા, અવસન્ન (ઓસન્ન), કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ પ્રકારનાં સાધુઓ અવંદનીય છે. તેમનો સંગ ન કરવો કે તેમનું અનુકરણ ન કરવું. (૧) પાસત્થા - જેનામાં વાસ્તવિક જ્ઞાનાદિ ગુણો ન હોય, મિથ્યાત્વ વગેરે કર્મબંધના કારણભૂત બંધનમાં રહે તે પાસત્યા છે. તેના બે પ્રકાર છે. સર્વપાસત્યા અને દેશ પાસત્યા. જે જ્ઞાનાદિ ગુણોની પાસે રહે (જેનામાં એ ગુણોનહોય) માત્રવેષધારી હોય તે સર્વપાસસ્થા છે. જે વિના કારણે શય્યાતરપિંડ, અભ્યાહિતપિંડ (સામેથી લાવેલ આહાર આદિ), રાજપિંડ, નિત્યપિંડકે અગ્રપિંડ વાપરે, અમુક ઘરોની નિશ્રાએ રહે, સ્થાપના કુળોમાંથી વિના કારણે હોરે. સંખડી(જમણવાર) શોધતા રહે અને ગૃહસ્થોની પ્રશંસા કરે, તે દેશપાસત્થા છે. સર્વ પાસત્યાના ત્રણ ભેદ છે. (૧) જ્ઞાન પાસત્યા-જ્ઞાનના પુસ્તકો રાખે પણ ઉપયોગ ન કરે. (૨) દર્શન પાસસ્થા - ગુરુભક્તિ, સાધુ સત્કાર, આશાતના વર્જન ન સેવે તે દર્શન પાસસ્થા. (૩) ચારિત્ર પાસત્યા-રજોહરણ-ઓઘો રાખે પણ પૂજે, પ્રમાર્જન કરે નહીંતે ચારિત્ર પાસસ્થા છે. પાસસ્થાને કેટલાક એકાંત ચારિત્ર રહિત માને છે તે યોગ્ય નથી. જો એમજ હોય તો સર્વપાસસ્થા અને દેશ પાસસ્થા એવા ભેદન ઘટે. શ્રી નિશીથ ચૂર્ણિ અને શ્રી પ્રવચન સારોદ્વારની ટીકામાં પાર્થસ્થને સર્વથા ચારિત્ર વિનાનો નહિ પણ મલિનચારિત્રવાળો કહ્યો છે. જ (૨) ઓસન્ન પ્રમાદના કારણે મોક્ષમાર્ગમાં થાકેલા મુસાફરની જેમ ક્રિયામાં નિરુત્સાહ (દરિદ્રી) હોય તે ઓસન્ન કહેવાય છે. તેના બે પ્રકાર છે. સર્વ ઓસન્ન અને દેશ ઓસન્ન. અવબદ્ધ પીઠફલક અને સ્થાપના ભોજી સર્વ ઓસન્ન શ્રમણ છે. તેઓ વારંવાર શયન કરવા માટે નિત્ય સંથારો પાથરી જ રાખે છે અથવા જે બિલકુલ સંથારો પાથરે જનહિ. તે સ્થાપનાપિંડ (ગૃહસ્થ સાધુનેવહોરાવવા માટે મૂકી રાખેલ ભોજન) તથા પ્રાભૃતિકાપિંડ (સાધુને વહોરાવવાના ઉદ્દેશે રસોઈ વહેલી કે મોડી બનાવે)નો ઉપભોગ કરે છે. સ્થાપના કે પ્રાભૃતિકાપિંડને ગ્રહણ કરનારો “સ્થાપિતક ભોગી' કહેવાય. આ પ્રમાણે અવબદ્ધપીઠ ફલગ તથા સ્થાપિતક ભોગી તે સર્વથા અવસગ્ન કહેવાય. વળી જે પ્રતિક્રમણાદિ આવશ્યકક્રિયા, વાચના-પૃચ્છાદિક સ્વાધ્યાય, વસ્ત્ર આદિનું પડિલેહણ, ધ્યાન, ભિક્ષા, ભોજન કે માંડલિનાં કાર્યો જેમ તેમ કરે અથવા જૂનાધિક કરે અથવા ગુરુના કહેવા છતાં ન કરે, ગુરુનો કઠોર શબ્દોથી પ્રતિકાર કરી અવિનય કરે. આ રીતે સાધુ સમાચારમાં વિકંગાલ હોય, તે દેશ ઓસન્ન કહેવાય છે. (૩) કુશીલ -જેનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખોડખાપણવાળું છે તેને કુશીલ' કહેવાય છે. અગ્રપિંડ તરત ઉતારેલી ભાત વગેરે નહિ વપરાયેલી સંપૂર્ણ ભરેલી તપેલીમાંથી ઉપરના ભાગમાંથી લેવું તે (શ્રી નિશીથસૂત્ર, ઉ.૪ સૂ. ૩૨, પૃ. ૨૭, પ્ર. ગુઆણ ફાઉન્ડેશન, રાજકોટ.) કાળ, વિનય, બહુમાન, તપ, અનિન્યવણ-જ્ઞાનદાતા ગુરનું નામ છૂપાવવું, વ્યંજન (અક્ષરભેદ), અર્થ તથા તદુભય (અક્ષર ભેદ અને અર્થ ભેદ) આ જ્ઞાનના આઠ દોષ છે. (પ્રવચન સારોદ્વાર ભા. ૧, ગા. ૨૬૭, પૃ. ૧૨૧.). - = = = = = = = = •
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy