________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સાત્વિકતાનું નિરૂપણ કરી અશુભ સંસાર પ્રત્યે નિર્વેદની ભાવના જન્માવી છે.
જેમ સ્તુતિ માટે સ્તવનો, સ્વાધ્યાય માટે સજઝાયો રચાઈ તેમ પ્રભાતમાં ઉઠી ગાવા માટે પ્રભાતિયાં અથવા છંદની રચના થઈ. તે ઉપરાંત પૂજા નામનો કાવ્ય પ્રકાર પણ ઉદ્ભવ્યો. તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું વિધિપૂર્વક પ્રક્ષાલન કરી પૂજા કરવા માટે નાત્રપૂજા નામની કૃતિઓ રચાઈ. સોળમા શતકમાં વલ્લભ સંપ્રદાયનો ઉદ્ભવ થતાં ભક્તિની અસરથી વિશિષ્ટ કોટિનું સાહિત્ય નિર્માણ થયું. સાધુકિર્તીએ સં. ૧૬૧૮ માં તેમજ સકલચંદ્ર તે જ સમયે ‘સત્તરભેદી પૂજા' રચી. એ પહેલાં કવિ દેપાલે સોળમા શતકમાં નાત્રપૂજા રચી. તેમજ વચ્છ ભંડારી કૃત પાર્શ્વનાથ કળશ', રત્નાકર સૂરિકૃતિ “આદિનાથ જન્માભિષેક કળશ” નામની કૃતિઓ રચાઈ. અઢારમા શતકમાં કવિયશોવિજયજી કૃત “નવપદપૂજા' રચાઈ છે.
સોળમા શતકમાં પદ્યવાર્તાનો વિકાસ થયો. જૈન અને જૈનેત્તર કવિઓએ રસિક પદ્યવાર્તાઓનું આલેખન કર્યું. સિંહકુશલની “નંદબત્રીશી ચોપાઈ', વિનયસમુદ્રની ‘આરામ શોભા' વાર્તા, મતિસાર કૃત કપૂર મંજરી', કુશળલાભ રચિત “માધવાનલ કામકંદલા રાસ', “મારુ ઢોલા ચોપાઈ', સિદ્ધસૂરિ અને હીરકલશની “સિંહાસનબત્રીશી', હેમાણંદની “વૈતાલપંચવિંશતિ રાસ'ની કથાઓ, રત્નસુંદર અને વચ્છરાજની પંચતંત્ર કથાઓ', રત્નસુંદર કૃત શુક બહોતેરી' આદિ કથાઓ રચાઈ.
જૈનેત્તર કવિઓએ પણ રસિક પ્રણયકથાઓ આલેખી. નરપતિની ‘પંચદંડની વાર્તા' વીરરસ અને અદ્ભુત રસના નિરૂપણવાળી કૃતિ છે. કવિ ગણપતિ કૃત ‘માધવાનલ કામકંદલા પ્રબંધ' (સં. ૧૮૫૪) જે પ્રણયકથામાં શ્રેષ્ઠ છે. જ્ઞાનાચાર્યે બિલ્પણ પંચાશિકા' તથા શશિકલા પંચાશિકા' જેવી પ્રેમકથાઓ રચી. અજ્ઞાત કૃત પ્રેમાવતી' તથા મધુસૂદન વ્યાસ રચિત હંસાવતી વિક્રમકુમાર ચરિત્ર' એ રસિક પ્રણય કથાઓ
છે.
રાસ નામથી પદ્યવાર્તાઓનું આલેખન કરનાર કવિનયસુંદરની “રૂપચંદકુંવર રાસ' રસિક પ્રણય કથા છે. જૈન સાધુ મેઘરાજે (ઈ.સ. ૧૬૦૮) નલદમયંતી રાસ' રચ્યો તેમ કવિ નયસુંદરે પણ ઈ.સ. ૧૬૦૯માં નલદમયંતી રાસ' રચ્યો. જેમાં રામાયણ અને મહાભારતમાંથી કથાવસ્તુઓ લઈ કાવ્ય સર્જન થયું છે.
સોળમા શતકમાં સંવાદાત્મક શૈલીમાં પણ સાહિત્ય ઉપલબ્ધ થયું છે. કવિ લાવણ્યસમય કૃત ‘રાવણ મંદોદરી સંવાદ' (ઈ.સ. ૧૫૦૬), “કરસંવાદ' (ઈ.સ. ૧૫૧૯) અને શ્રીધર કૃત “રાવણ મંદોદરી સંવાદ' (ઈ.સ. ૧૫૦૯) જેવી રચનાઓ સંવાદાત્મક કૃતિઓ છે.
સોળમા શતકમાં પાંડવગીતા', વિષ્ણુસહસ્ત્ર નામ”, “ગીત ગોવિંદ', “વેતાળ પચીસી' ગદ્યમાં અને સિંહાસનબત્રીશી' ગદ્ય-પદ્યમાં આલેખાઈ. આ શતકમાં ગદ્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ.
વિક્રમનું સત્તરમું શતક જૈન ધર્મના અભ્યદય માટે સુવર્ણકાળ મનાય છે. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આછ પેઢી સુધી (સં. ૧૬૧ર થી સં. ૧૭૧૪) મોગલ બાદશાહોની સત્તા ચાલી હતી. તેમાં પણ અકબર, જહાંગીર અને શાહજહાં પ્રમાણમાં શાંતિપ્રિય હતા. તપાગચ્છના નાયક હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યવૃંદ જૈનધર્મનો ઉદ્યોત કરવા મહાન નરેશોને પ્રતિબોધ્યા. મોગલ બાદશાહ