SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં સાનુબંધ અનુષ્ઠાનનો પ્રાંરભ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધના, આરાધના, તપ-જપ અને ચારિત્રની વિશુદ્ધિથી ઉત્તરોતર અધ્યવસાયોની વિશુદ્ધિ વધતાં સાધકને કેટલીક સિદ્ધિઓ સહજ હાંસલ છે. સત્તા પિપાસુ સાધકોનું સ્વાધ્યાય એ વ્યસન છે. ધ્યાન એ તેમનું ભોજન છે. સ્વાધ્યાય, ધ્યાન અને સમાધિના કારણે તેમનામાં સંકલ્પ સિદ્ધિ બળ ઉત્પન્ન થાય છે. આનંદઘનજીના પેશાબમાં સુવર્ણ સિદ્ધિ હતી. આત્મવિશુદ્ધિના કારણે તેમના શરીરના અણુ-પરમાણુ ઉત્તમ બની ગયા હતા. પાદલિપ્તસૂરિજી ગુરુકૃપાના બળે પ્રાભૂત ગ્રંથોના મર્મજ્ઞ બન્યા. તેઓ સરળતાથી ઉંચે ઉડી શકતા હતા. પાણીમાં ચાલી શકતા હતા. અદ્દશ્ય થઇ શકતા હતા. જિનશાસનના અભ્યુદયમાં તેમનો ઘણો મોટો ફાળો છે. ભગવાન મહાવીરના પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરને જિનશાસનમાં અનેક લબ્ધિઓના નિધાન કહેવાયા છે. તેમણે અક્ષીણમહાનસ લબ્ધિ વડે તાપસોને પારણાં કરાવ્યા. સતી દ્રૌપદી પાસે આ લબ્ધિ હતી. લબ્ધિધારી આત્માઓ જિનશાસન કે તીર્થરક્ષા માટે તેમજ જૈન સંત અથવા બ્રહ્મચારી આત્મા પર સંકટ આવે ત્યારે સંકટનું નિવારણ કરવા વિદ્યાનો પ્રયોગો કરે છે. તેની પાછળનો મુખ્ય હેતુ તો જિનશાસનની શાન વધારવાનો જ હોય છે. અનંતલબ્ધિ નિધાન ગૌતમ સ્વામીએ પણ કયારેય લબ્ધિનો ઉપયોગ સ્વયં માટે કર્યો નથી તેમજ લબ્ધિનો દુરુપયોગ પણ કર્યો નથી. સ્થૂલિભદ્ર સ્વામી ચમત્કાર દર્શાવવા ગયા તેથી પૂર્વોના જ્ઞાનથી વંચિત રહ્યા. યશ, પ્રતિષ્ઠા, અને પ્રશંસા વધારવા લબ્ધિઓનો પ્રયોગ કરવાથી સમકિત છેટું રહે છે. ૮૧ સાધુઓના અવર્ણવાદ બોલનારને તથા જિન પ્રવચનનું અહિત કરનારને સામર્થ્ય વડે રોકવા જોઇએ તેવી જિનાજ્ઞા છે, આવું કરનાર અનંત કર્મની નિર્જરા કરે છે. તેના સંદર્ભમાં કવિએ કાલિકસૂરિનું દ્રષ્ટાંત આપ્યું છે. સાધ્વી સરસ્વતી કાલિકસૂરિના બહેન હતા. સાધ્વી સરસ્વતી એકવાર વિહાર કરી ઉજ્જયિની નગરીમાં પધાર્યા. ત્યાંનો રાજા ગર્દભીલ સ્વભાવે લંપટ હતો. તે સાધ્વીજીના રૂપ પર મોહિત થયો. તેણે સાધ્વીજીનું અપહરણ કર્યું. કાલિક સૂરિને આ વાતની ખબર પડી. ઉજ્જયિનીના રાજાને દંડથી જીતી શકાય; એવું સૂરિએ લોકો પાસેથી જાણ્યું. તે માટે તેમણે અંજનચૂર્ણનો પ્રયોગ કરી, વેશ બદલી શક રાજાઓને પ્રતિબોધ્યા. સામંતોની મદદથી માલવદેશ, લાટદેશ આદિને જીતીને વિશાળ સૈન્ય તૈયાર કર્યું. આચાર્યે આ સૈન્યના રક્ષણ અને ભરણ પોષણ માટે ચૂર્ણ યોગથી ઈંટમાંથી સોનું ઉત્પન્ન કર્યું. ગર્દભિલ રાજા સાથે યુદ્ધ થયું. રાજાએ વિજયી થવા ગર્દભી વિદ્યા સાધી. વિદ્યા સિદ્ધ થતાં ગર્દભી લશ્કરની છાવણીમાં મહાશબ્દ (ભયંકર અવાજ) બોલવા લાગી. તેના ભૂંકવાના અવાજથી લશ્કરના સૈન્યો ડરથી નાસવા લાગ્યા. ત્યારે આચાર્યે શબ્દવેધી અતિનિપુણ એકસો આઠ ધનુર્ધારીઓને કહ્યું કે,‘‘ગર્દભીને નિષ્ફળ બનાવવા માટે જેવું એ ભૂંકવાનું શરૂ કરે ત્યારે તે બોલે તે પહેલાં જ એનું મુખ સાવધાનીપૂર્વક તમે બાણોથી ભરી દેજો, અન્યથા તમે હારી જશો’'. ધનુર્ધારીઓએ તે પ્રમાણે કર્યું. ગર્દભીની શક્તિ હણાઈ ગઈ. ગર્દભીલ રાજા હારી ગયો.સાધ્વી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy