SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ (૪) નૈમિત્તિક પ્રભાવક : કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે કવિએ કડી ૫૧૪ થી પ૩૫માં નૈમિતિક પ્રભાવકનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. નૈમિત્તિક પ્રભાવકની વ્યાખ્યા કરતાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે – नेमितिओ निमित्तं कज्जमि पउजए निउणं । ૭૨ અર્થ : જૈનશાસનની ઉન્નતિ માટે અષ્ટાંગ નિમિત્તનો સુનિશ્ચિત રીતે ઉપયોગ કરે તે નૈમિત્તિક કહેવાય. સમ્યગ્દર્શનથી થયેલી મનની વિશુદ્ધિ વડે પદાર્થના ગંભીર અને સૂક્ષ્મ સ્વરૂપને સ્વયં સમજી તેના દ્વારા અન્ય જીવ નિમિત્તના આધારે બોધ પામશે એવું જાણી સુનિશ્ચિત અર્થવાળું નિમિત્ત કહેવાથી બીજા જીવ સન્માર્ગે દોરાય છે. આત્મામાં લોકાલોકને જાણવાની શક્તિ છે. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તેમ તેમ આત્મિકશક્તિઓનું પ્રગટીકરણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય તે કેવળજ્ઞાન છે. કોઈ મિથ્યાત્વી જિનશાસનનું અહિત કરે અથવા જિનશાસનની પ્રભાવનાનો અવસર આવે ત્યારે મુનિ ઉપરોક્ત વિશિષ્ટ જ્ઞાનનો પ્રયોગ કરે છે. મુનિ પોતની કીર્તિ માટે જ્યોતિષ, નિમિત્ત, કૌતુક, આદેશ, ભૂતિકર્મ (એશ્વર્યની પ્રાપ્તિ) ઈત્યાદિ કાર્યો કરે તો તેમના તપનું ફળ નિષ્ફળ બને છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે, જે સાધક લક્ષણશાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર ઈત્યાદિના પ્રયોગો કરે છે, તે સાચા શ્રમણ કહેવાતા નથી. તેઓ દુર્ગતિમાં જાય છે. તેઓ લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેઓ દુર્લભ બોધિ બને છે. યુગપ્રધાન ભદ્રબાહુ સ્વામી દીર્ઘદ્રષ્ટા હતા. મિથ્યાત્વીનો પરિહાર કરવા, ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા તથા રાજાને જૈન ધર્મી બનાવવા તેમણે નિમિત્ત જ્ઞાનનો ઉપયોગ કર્યો. (૫) તપસ્વી પ્રભાવક : કવિએ કડી ૫૩૬ થી ૫૪૧માં તપસ્વી પ્રભાવકનો ઉલ્લેખ કર્યો છે. તપસ્વી પ્રભાવકની વ્યાખ્યા કરતાં હરિભદ્રસૂરિ કહે છે કેजिणमयमुब्भासंतो विगिट्ठखमणेहि भण्णइ तवस्सी ।" ૭૫ અર્થ : જેઓ વિશિષ્ટ પ્રકારની તપસ્યા વડે જિનશાસનની પ્રભાવના કરે છે, તે તપસ્વી પ્રભાવિક કહેવાય છે. જિનશાસનમાં બાર પ્રકારના તપ દર્શાવેલ છે. તે તપ મુક્તિના લક્ષ્યથી, નિઃસ્પૃહભાવે કરવાથી તપના આરાધકને જોઇ અન્ય વ્યક્તિઓને તપ કરનાર પ્રત્યે તેમજ જિનશાસન પ્રત્યે અહોભાવ ઉપજે છે, માટે તપસ્વીને પ્રભાવક કહ્યો છે. સમકિતની સડસઠ બોલની સજ્ઝાયમાં યશોવિજયજી મહારાજ કહે છે કે (૧) જમણું, ડાબું અંગોના સ્ફુરણથી (૨) શુભાશુભ સ્વપ્નોથી (૩) પશુ-પક્ષીઓના સ્વરથી (૪) શરીર ઉપરના મસ, તલ વગેરેથી (૫-૬) હાથ, પગની રેખા આદિ લક્ષણોથી (૭) ઉલ્કાપાત થવાથી (૮) ગ્રહોના ઉદય અસ્ત વગેરે જ્યોતિષ બળથી એમ આઠ નિમિત્તોથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન ભાવોને જણાવનારું શાસ્ત્ર અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્ર કહેવાય છે. (ધર્મસંગ્રહ, ભા-૧, વિ.-૨, ગાથા-૨૨, પૃ.૧૨૪. ભાષા-શ્રી ભદ્રંકરવિજયજી મ.)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy