SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ કહે છે - वाई प्रमाणकुसलो रायदुवारेडवि लद्धमाहपो। અર્થ : જે મુનિ પ્રમાણ આદિગ્રંથોમાં નિપુણ છે અને રાજદરબારમાં પણ સન્માનિત છે, તેવાદી પ્રભાવક છે. વાદી પ્રભાવક જનસમુદાયમાં ગૌરવ પ્રાપ્ત કરે છે. વાદી, પ્રતિવાદી, સભાજનો અને સભાધિપતિ (પ્રમુખ)ની હાજરી હોય તેવી ચાર પ્રકારની સભામાં પ્રતિવાદીના પક્ષને વાદ દ્વારા અસત્ય સિદ્ધ કરી રવપક્ષને સત્યરૂપે સિદ્ધ કરવારૂપ કુશલ મહાપુરુષને વાદી કહેવાય છે. આત્મ વિશુદ્ધિ દ્વારા ઉત્પન થયેલી બુદ્ધિની તીણતા અને સત્યજ્ઞાન વડે લોકોને સત્ય વસ્તુ સમજાવવી એ વાદીપણાની લબ્ધિ દ્વારા સમાજ સેવાનું કાર્ય છે. ભગવાન મહાવીર સર્વ વાદીઓમાં શ્રેષ્ઠ હતા. તેમણે પ્રકાંડ વેદના જ્ઞાતા એવા ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ બ્રાહ્મણો સાથે વાદ કરી, તેમને વાદમાં હરાવ્યા. તેમને સત્યદર્શન કરાવી જૈનદર્શનના વિદ્વાન પ્રમુખ શિષ્યો તરીકે ગણધર પદપર નિયુક્ત કર્યા. પ્રભુ મહાવીર તથા ઈન્દ્રભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોના સંવાદ (વાદ) ને “ગણધરવાદ' કહેવાય છે". ભગવાન મહાવીરના ધર્મશાસન સામે મહાપંડિત ઈન્દ્રભૂતિ અને તેમના દશ ભાઈઓએ વિરોધનો વંટોળ જગાવી વાદ કરવાનો નિર્ણય કર્યો. અપાપાપુરીમાં ગૌત્તમ, સર્વજ્ઞ પ્રભુ મહાવીરના સમવસરણ તરફ જઈ રહ્યા છે. તેમનો વિશાળ પરિવાર પણ સાથે હતો. ગૌતમ પંડિત કહે છે કે મહાવીર, સર્વજ્ઞ હોય તો મારી શંકાઓને દૂર કરે. મારી સાથે વાદ કરે તો જ સાચા સર્વજ્ઞ ! ગૌતમના માનસમાં સંકલ્પ વિકલ્પની જાળ ચાલી રહી હતી, ત્યાં તો પ્રભુ મહાવીરે કહ્યું, “ગૌતમ ! ચિરકાળથી આત્માના અસ્તિત્વ સંબંધી શંકા છે ખરું? હું કહું છું કે જીવ છે અને તે ચેતના, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે.” ગૌતમ નમ્ર શિષ્યની જેમ એકાગ્ર ચિત્તે, શાંત ભાવે શ્રવણ કરી રહ્યા. મનનો અહંકાર ઓગળવા માંડ્યો. ત્યાં તો આગ નિખારતા જ્ઞાની અગ્નિભૂતિ પ્રવેશ્યા. પ્રભુ મહાવીર કહે છે, “હે અગ્નિભૂતિ! એક પણ સંશય પૂર્ણ જ્ઞાનમાં ઉણપ લાવે છે. આત્મા અરૂપી હોય તો કર્મ સાથે સંબંધ શી રીતે થાય તેવી શંકા છે. પણ અગ્નિભૂતિ, આત્મા પર નશીલી ચીજો વિકૃત અસર કરી શકે છે, તો કર્મની અસર કેમ ન થાય?" અગ્નિભૂતિ સંશય રહિત થયાં ત્યાં વાયુભૂતિ પ્રવેશ્યા. પ્રભુ મહાવીર કહે છે, “તને પુનર્જન્મ સંબંધી શંકા છે ખરું? તું આત્મા અને દેહને એકજ માને છે પણ એવું નથી. આ સંસારને ક્રિયાવિત કરનારા બે તત્ત્વો છે. એક જડ અને બીજું ચેતન. બંને વતંત્ર છે. બંને વચ્ચે વિજાતીય પદાર્થો જેવો સંબંધ છે.” વાયુભૂતિ મૌન બન્યા. આર્ય વ્યક્તજીને પ્રભુ મહાવીરે કહ્યું, “જગતુ સતુ છે કે અસતુ તેની તમને શંકા છે. સાંભળો !જગત સતુ પણ છે અને અસતું પણ છે. પંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) સ્વરૂપજગત સત્ છે, ક્ષણિક જગત અસતુ છે." ત્યાર પછી સુધર્માસ્વામી અને પંડિતજી આવ્યા. “હે સુધર્મા તું માને છે કે જે યોનિમાં જીવ મરે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy