SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ચૌદમા શતકથી થયો. તેનો પ્રવાહ જૈન અને જૈનેત્તર કવિઓ દ્વારા શામળ ભટ્ટ સુધી અખંડપણે પ્રવાહિત રહ્યો. ગુજરાતી ભાષાએ હવે વેગ પકડયો. મધ્યકાળના જૈન શ્રમણોએ ગુજરાતી ભાષાને ગતિમાન કરી. બારમા શતકમાં શરૂ થયેલો કાવ્ય પ્રકાર ‘રાસ' ઉત્તરોત્તર વધુ વિસ્તૃત રૂપ ધારણ કરે છે. પંદરમા શતકમાં ઐતિહાસિક વ્યક્તિઓ, તીર્થકરો, શ્રેષ્ઠીઓના કથાનકોની સાથે જૈન કવિઓએ ટૂંકા કાવ્યો પણ રચ્યાં છે. જેમાં કેટલાંક સ્તવનો અને સ્તુતિરૂપે છે. ‘નેમિનાથ ફાગુ' (સં. ૧૪૦૫), હંસરાજ વચ્છરાજ રાસ' (સં. ૧૪૧૧), ગૌતમસ્વામી રાસ' (સં.૧૪૧ર), “મયણરેહા રાસ' (સં. ૧૪૧૭), ધના શાલિભદ્ર રાસ' (સં. ૧૪૫૫) જેવાં કાવ્યો રચ્યાં. વિક્રમના પંદરમાં શતકમાં ઉપલબ્ધ કુલ ૪૧રાસમાંથી ૧૩ રાસકૃતિઓ પ્રકાશિત છે. આ શતકમાં ધીમે ધીમે રાસ કૃતિઓનો કદ વિસ્તાર પામે છે. સંપ્રદાયાત્મક અને બોધાત્મક એવી કેટલીક રાસકૃતિઓ સાહિત્યમાં અનોખો રંગ લાવે છે. તેમજ “શુકન ચોપાઈ' “જ્ઞાન પંચમી ચોપાઈ' (સં.૧૪ર૩), બારવ્રત', દેવદ્રવ્ય પરિહાર' અને “ગુણસ્થાનક' વિષેના રાસ નવીનતા અર્પે છે. મધ્યકાળમાં ઈસ્લામ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કથી જૂની પરંપરાનો નાશ થયો. તેથી સાત્વિક ગુણોનું સિંચન કરવા ભક્તિ આંદોલનનો પ્રાદુર્ભાવ થયો. દેશમાં ભક્તિનું મોજું ફરી વળ્યું તેથી ભક્તિ સાહિત્યનો ઉદ્ભવ થતાં ભારતીય ભાષાઓ ખીલી ઉઠી. તેથી તત્વજ્ઞાનમય અભંગો, દાસબોધ જેવા તાત્વિક ઉપદેશો ભાષામાં આવ્યા. નરસિંહ મહેતા (આસરે ઈ.સ. ૧૪૧૪ થી ૧૪૮૦) એ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ ખેડ્યો. નરસિંહ મહેતાએ વિપુલ પ્રમાણમાં ભક્તિબોધ અને જ્ઞાનનાં પદો આપ્યાં. તેમણે આ પદોમાં નવી દેશીઓનો ઉપયોગ કરી વિવિધતા સાધી છે. “વસંતના પદો'એ નરસિંહ મહેતાનું ફાગુ કાવ્ય છે. ગોપીઓ અને કૃષ્ણનો વસંતવિહારતે જીવનો પરમાત્મા સાથેનો યોગ છે. પંદરમા શતકમાં ભક્તિમાર્ગી કવિતાની પ્રબળતાના કારણે તે યુગ “ભક્તિયુગ' કહેવાય છે તેમજ નરસિંહ મહેતા જેવા ભક્ત કવિથી પવિત્ર થવાના કારણે આયુગ “નરસિંહયુગ' પણ કહેવાય છે. નરસિંહ મહેતાનો અનુગામી વિદ્વાન કવિ ભાલણ (કવનકાળ ઈ.સ. ૧૫૦૦ થી ૧૫૫૦) શ્રેષ્ઠ આખ્યાનકાર હોવાથી “આખ્યાનના પિતા' તરીકે વિખ્યાત છે. તેણે “સપ્તશતી', “મૃગી આખ્યાન', નળાખ્યાન', “દુર્વાસાખ્યાન', “કૃષ્ણવિષ્ટિ', “રામવિવાહ', “ધ્રુવાખ્યાન', “દશમ સ્કંધ', “જાલંધર આખ્યાન' જેવી કૃતિઓ રચી છે. કડવાબદ્ધ આખ્યાન પદ્ધતિનો પ્રથમ પ્રયોગકાર કવિ ભાલણ છે. ત્યાર પછી કવિનાકર, વિષ્ણુદાસ, પ્રેમાનંદે પણ તેનું અનુસરણ કર્યું છે. ભક્તિયુગની પરંપરાને અખંડિત રાખનાર કૃષ્ણભક્ત, કવિ વૃદોમાં પ્રખર કીર્તિ ધરાવતા સોળમી સદીના ભક્ત કવિયત્રી મીરાબાઈ(આસરે ઈ.સ.૧૪૯૯ થી ઈ.સ.૧૫૪૭) નોંધપાત્ર છે. તેમના આવવાથી ગુજરાતી સાહિત્યમાં ઉર્મિકાવ્યોનું સર્જન થયું. સાહિત્યમાં રસિકતા આવી. નરસિંહ મહેતાની જેમ મીરાંબાઈના પદો આત્મચરિત્રાત્મક છે. “રાણાજી હું તો ગિરધરને મન ભાવી' જેવી પંક્તિઓ ઈશ્વર પ્રત્યેની
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy