SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ એમ ભવ્ય ભમતાં પાતીગ અંગિં મીછાન્દૂકડ ઘો જિનસંગિં; પાપ પખાલો આતમ રેંગિં, થાઉં યમ જગી સીધ અલૈંગિં. ૨૦૩ ...૪૮૩ અર્થ : સાધુ મહાત્માના મલિન વસ્ત્રો તેમજ શરીરનો મેલ જોઈ જે વ્યક્તિ જૈન ધર્મની નિંદા કરે છે તેની દુર્ગતિ થાય છે. તેની બુદ્ધિ અજ્ઞાનને કારણે ભ્રષ્ટ થાય છે ...૪૭૯. કોઈપણ વ્યક્તિએ દુગંછા કર્મ ન કરવું. તે માટે હરિકેશી મુનિનું દૃષ્ટાંત જાણ. તેમણે ઉત્તમ ભવ પ્રાપ્ત કરી વ્યર્થ ગુમાવ્યો. બ્રાહ્મણ કુળમાંથી તે ચાંડાલ કુળમાં ગયા...૪૮૦. ચતુર્વિધ સંઘ સર્વથી શ્રેષ્ઠ છે, ભવ્ય છે. તે સુવર્ણ કળશ સમાન અમૂલ્ય છે. તેની નિંદા કરનાર મૂર્ખ છે. તે પોતાના માથે પાપ કર્મનો બોજો ઉપાડે છે અર્થાત્ નિંદા કરવાથી ભારેકર્મી બને છે...૪૮૧. (ચતુર્વિધ સંધની જેમ ) અન્ય કોઈની પણ નિંદા ન કરો. નિંદા કરવી જ હોય તો સ્વકર્મની કરો. જેથી પરલોક સુધરે અને ઉચ્ચ ગતિ મળે...૪૮૨. ભવભ્રમણ કરતાં લાગેલા પાપોની જિનેશ્વરદેવની સાક્ષીએ આલોચના કરો. જેથી સર્વ પાપોનું પ્રક્ષાલન ક૨ી આત્મા ઉજ્જવળ બને; તેમજ સિદ્ધની જેમ અલિંગી (અશરીરી) થાય...૪૮૩. કવિએ કડી ૪૩૫ થી ૪૮૩ સુધીમાં સમ્યક્ત્વના દૂષણમાં વિતિગિચ્છા દૂષણનું સ્વરૂપ દર્શાવેલ છે. (૩) વિચિકિત્સા : ‘વિચિકિત્સા' દૂષણ ઉભય સ્વરૂપી છે. ૧) ધર્મક્રિયાના ફળ વિષે સંદેહ. ૨) મુનિના મલિન શરીરની નિંદા કરવી. શંકા અને વિચિકિત્સા બંને જુદા જુદા છે. શંકા તત્ત્વ માટે દ્રવ્ય ગુણ વિષયવાળી છે, જ્યારે વિચિકિત્સા માત્ર ક્રિયા વિષયવાળી છે. દેવ, ગુરુ અને તત્ત્વ સંબંધી સંશય તે શંકા છે. આત્મા સર્વવ્યાપી છે કે દેશવ્યાપી ? સપ્રદેશી છે કે અપ્રદેશી ? આ કાળમાં શુદ્ધ પંચ મહાવ્રતધારી શ્રમણો હોય કે નહિ ? આ સર્વ તત્ત્વ વિષયક સંશય છે. તેથી તેનો સમાવેશ શંકામાં થાય છે. જ્યારે તપશ્ચર્યા, વિરતિ, કાયક્લેશનું ફળ હશે કે નહીં ? તે વિચિકિત્સા દૂષણ છે. વિચિકિત્સામાં તત્ત્વ શ્રદ્ધા કરે છે, પણ ધર્મકરણીના ફળ સંબંધી સંશય છે. કેટલાક લોકો કુશ્રદ્ધાથી નિગ્રંથોના પ્રતિલેખન, પ્રમાર્જન, પ્રતિક્રમણ આદિને જોઈ ક્રિયાજડ કહી તેમની ધૃણા કરે છે. સંવર અને નિર્જરાની આ ક્રિયામાં તેમને વિશ્વાસ અને રુચિ નથી. તેઓ પરોપકાર અને લોકસેવાના કાર્યોમાં જ ધર્મ માને છે. તેઓ સ્વહિંસા, પરહિંસા અને ભાવહિંસા વગેરે સૂક્ષ્મ ભેદોના તત્ત્વજ્ઞાનના અભાવમાં કોઈ એક પ્રવૃતિને એકાંત કલ્યાણકારી સમજી તેમાંજ વ્યસ્ત રહે છે. તેઓ પોતાનું કાર્ય જ યોગ્ય છે, એવું બુદ્ધિ અનુસાર ગોઠવી અન્યની નિંદા કરે છે. શંકા-કુશંકા દર્શનમોહનીય કર્મના કારણે થાય છે. શંકા-કુશંકા ક૨વાથી સમ્યક્ત્વનો વિનાશ થાય છે . નીતિકારો પણ કહે છે ૫૭ दीपोहन्ति तमस्तोमं, रसो रोगमहाभरम् । सुधाबिन्दुर्विषावेगं, धर्मः पापभरंस्तथा । ।
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy