SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ મધ્યકાલીત ગુજરાતી સાહિત્ય અને વિક્રમતા સત્તરમા શતકનું ગુજરાતી સાહિત્ય શનાર્થી સહિતૌ જાવમ્ | મામાઁ || શબ્દ અને અર્થ સહિતની રચના તે કાવ્ય છે. શબ્દ અને અર્થનું સાયુજ્ય તેમજ રસ અને ભાવનાનું સહિતત્વ તે જ સાહિત્ય છે. પ્રત્યેક યુગમાં સાહિત્યકારો માનવ ભાવનાની અભિવ્યક્તિ પોતાની કૃતિઓનાં સર્જન દ્વારા કરતા આવ્યા છે. સર્જક પોતાના ભાવોને વાણી દ્વારા વ્યક્ત કરે છે. એ વાણી જ્યારે પરમ તત્ત્વને અનુલક્ષીને કરે છે ત્યારે ધાર્મિક અર્થાત્ સાત્ત્વિક, તાત્ત્વિક અને સત્ સાહિત્યનું સર્જન થાય છે. આ સર્જન સમાજમાં સંસ્કારોનું સિંચન કરે છે તેમજ લોકોત્તર આનંદની અનુભૂતિ કરાવે છે. જૈન સાહિત્યના સર્જનના ભવ્ય ભૂતકાળને ઐતિહાસિક દ્રષ્ટિએ ત્રણ વિભાગોમાં વિભક્ત ક૨ી શકાય. (૧) પ્રાચીન યુગ (ઈ.સ. દસમી શતાબ્દી પૂર્વેનો કાળ-પ્રાકૃત અને સંસ્કૃતનો યુગ). (૨) મધ્યકાલીન યુગ (ઈ.સ. અગિયારમી શતાબ્દીથી સત્તરમી શતાબ્દી સુધીનો કાળ-અપભ્રંશ અને ગુજરાતી ભાષાનો યુગ). (૩) અર્વાચીન યુગ (ઈ.સ. અઢારમી શતાબ્દી પછીનો કાળ-અર્વાચીન ભારતીય ભાષાઓનો યુગ). . ૧ ભગવાન મહાવીરના નિર્વાણ વિક્રમ સંવત પૂર્વ ૪૭૦ થી પ્રારંભ કરીને ૧૦૦૦વર્ષનો ‘આગમ યુગ’ છે . આ યુગમાં પ્રાકૃત અને પ્રાકૃત મિશ્રિત સંસ્કૃત ભાષામાં સાહિત્ય સર્જન થયું. સંસ્કૃત ભાષાનો પ્રભાવ વિદ્વજનો પર રહ્યો. કવિઓએ રાજ સભામાં વાદ વિવાદ માટે પણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કર્યું. ઈ.સ. ની નવમી શતાબ્દી પછી પ્રાકૃતના એક રૂપાંતર રૂપે અપભ્રંશ ભાષાનું લોક ભાષામાં સ્થાન મેળવવાનું શરૂ થયું. વિક્રમની બારમી શતાબ્દીમાં સોલંકી નરેશ સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી તેમના વિદ્યાગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધ હૈમ’ વ્યાકરણની રચના કરી. તેના અંતિમ અધ્યાયમાં ટાંકેલા અપભ્રંશ દુહામાં ગુજરાતી ભાષાના અંકુરોનાં આપણને સૌ પ્રથમવાર દર્શન થાય છે. આ પ્રમાણે ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જૈન સર્જક હેમચંદ્રાચાર્ય દ્વારા થયો. આવ્યા. સોલંકી નરેશ સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત રાજા કુમારપાળના રાજ્યમાં રહી હેમચંદ્રાચાર્યે વિપુલ અને સત્ત્વશાળી સાહિત્ય સર્જન કર્યું. લગભગ સાડા ત્રણ કરોડ સંસ્કૃત અને પ્રાકૃત શ્લોકોની રચના કરી મધ્યકાલીન જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. સંસ્કૃત વિશારદ હેમચંદ્રાચાર્ય અને તેમના પછી થનારા જૈન કવિઓની સાહિત્યિક પ્રવૃત્તિથી ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. બારમા શતકથી ચૌદમા શતક સુધીમાં ગુજરાતના ઈતિહાસમાં અનેક આરોહ અને અવરોહ આચાર્ય હેમચંદ્રના અવસાન (સં.૧૨૨૯) પછી એક દાયકામાંજ ગુજરાતી સાહિત્યમાં ‘ઘોર’ અને ‘રાસ’ જેવા મહત્ત્વના કાવ્ય પ્રકારો આલેખાયાં. જૈન શ્રમણોએ સંખ્યાબંધ રાસાઓ આલેખ્યાં. તેમાંથી સૌથી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy