________________
૨૦૦
કવિ ઋષભદાસ કૃત 'સમકિતસાર રાસને આધારે
ઉપર જાય છે તેમ કર્મથી હલકો બનેલો જીવ ઊર્ધ્વગમન કરે છે. આ ત્રણે લોકના સર્વ સ્થાનકોમાં જીવ અનંતી વખત જન્મ મરણ કરી આવ્યો છે. અપ્રત્યક્ષ પદાર્થો પ્રત્યે સમ્યકત્વી જીવે શંકા ન કરવી, પરંતુ જિનવચનમાં શ્રદ્ધા કરવી જોઈએ; એવું કવિ ઋષભદાસનું કહેવું છે.
બીજું દૂષણ : કંખા ઢાળ ર૬ (દેશી : જીવ જાત્ય જાત્યમાં ભમતો રે. રાગ શામેરી) પામી પાર મુગત્યનિ ચાહાલિરિ, જે બીજું દૂષણ ટાલિ; આડંબા મનિ આણોરે, અન્યદરસિણ કાંય વખાણો. ..૪૬૮ ભ્રહ્મા વીહ્મમુ(વિષ્ણુ?), મહેસવીસાલરે, ખેતલ ગોગોનિ અસપાલ; મલાપીર કનિ મન જાઈરે, તસ ચંદન વંધ્યા થાય.
...૪૬૯ બહૂધશાંખ્ય અનિશન્યાસીરે, જોગી જંગમનિ મઠવાસી; જેશઈવત્રદંડી વસેરે, અંદ્રજાલીઆનિંદરવેસ.
...૪૭૦ એનું કષ્ટ ઘણેરું જાણી રે, મનસ્ય સધઈણા આંણી; વલી ત્યાંહાં તુઝ મત્ય પસ્તાણી રે, દીજઈ મીછાદૂકડ જાણી. ..૪૭૧ એહના શાહો સૂણીઅવખાણ્યરે, સૂધાં મન સાધિજાણ્યા; કીધું મીથ્યાતીનું કર્ણરે, તેણઈ દુરગત્ય નારી પર્ણો.
૪૭૨ તેણઈ શુભ ગત્યનારીઠેલી રે, જેણિ જઈનતણી મત્ય મેહેલી; ચુભ કર્મીતે તસ ખેલી રે, કરસિં મત્ય કીધી મિલી.
.૪૭૩ એમ ભવ્ય ભવ્ય ભમતાં ભંગિરે, આખા આણી અંગ
દીઉં મીછાદૂકડરંગિરે, દેવગુરુજીન ને પ્રતિમા સંગિં. અર્થ : તમે અન્ય દર્શનની પ્રશંસા શા માટે કરો છો? તમે અન્ય દર્શનની અભિલાષા ન કરો. જે આકાંક્ષા નામના બીજા દૂષણનો ત્યાગ કરશે તે સંસારનો પાર પામી મુક્તિને નિહાળશે..૪૬૮.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ મુખ્ય દેવો તથા ક્ષેત્રપાળ, નાગદેવતા, આસપાલ, મુલ્લાપીર પાસે (શાંતિ માટે) મન દોડી જાય છે. તેનાથી સમ્યકત્વરૂપી ચંદન નિષ્ફળ જાય છે. (મિથ્યાત્વી દેવો પાસે ચિત્તને શાંતિ ન મળે)...૪૬૯.
(આ જગતમાં) બૌદ્ધ ધર્મના સાધુઓ, સાંખ્ય ધર્મના યતિઓ, સંન્યાસીઓ, યોગીઓ, મઠવાસી તથા ફરવાવાળા યતિઓ તેમજ શિવધર્મી અને ત્રિદંડી (વાટૅડ, મનોદંડ અને કાયદંડના ધારક) સંન્યાસી, જાદુગર અને ફકીર વસે છે..૪૭૦.
એમની શ્રદ્ધા કરવાથી ઘણું કષ્ટ વેઠવું પડે છે. તેથી મનમાં અરિહંત દેવો પ્રત્યે શ્રદ્ધા ધારણ કર. ત્યાં કુદેવો પાસે તારી બુદ્ધિ પસ્તાણી, તેથી આ જાણીને મિચ્છામિ દુક્કડ સ્વીકારો...૪૭૧.
•••૪૭૪