SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે શ્રમણોપાસક સકડાલપુત્રનું દષ્ટાંત વિખ્યાત છે. ભગવાન મહાવીરની દેશનાથી સુલભબોધિ સકલાલપુત્રે આગાર ધર્મ સ્વીકાર કરી શ્રાવકપણું અંગીકાર કર્યું. મંખલિપુત્ર ગોશાલકે આ જાણ્યું ત્યારે પોતાના મતમાં સ્થિર કરવા સકલાલપુત્રને યુક્તિ કરી સમજાવ્યા, પરંતુ સકલાલપુત્રે ગોશાલકનો કોઈ આદર, સત્કાર ન કર્યો. તેની ઉપેક્ષા કરી સકડાલપુત્રને પ્રભુ મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિમાં શ્રદ્ધા થયા પછી તેમણે ગોશાલક પ્રત્યે ઉપેક્ષાભાવ પ્રદર્શિત કર્યો; તે વચન શુદ્ધિ સમકિત એટલે સત્યજીવન. મોક્ષ સુખના અભિલાષી વ્યક્તિએ વ્યવહારમાં પણ રાજા, અમલદાર કે શાસનના અધિકારી વ્યક્તિના દબાણથી નમન કે વંદન કરવાં પડેતો પણ ભાવથી સુદેવ, સુગુરુ અને સુધર્મને જ વંદન કરે તે કાયશુદ્ધિ છે. તેના સંદર્ભમાં કાર્તિકશેઠનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. હસ્તિનાપુરમાં કાર્તિક શેઠ દઢધર્મી અને પ્રિયધર્મી શ્રમણોપાસક હતા. પોતાના દેવગુરુ સિવાય અન્યને નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞાવાળા હતા. હસ્તિનાપુરમાં કોઈ એક સંન્યાસી આવ્યા. રાજાએ સંન્યાસીને ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારે સંન્યાસીએ કાર્તિક શેઠને નમાવવા રાજા પાસે એક શરત મૂકી. “જો કાર્તિક શેઠ મને જમવાનું પીરસે અથવા હું કહું તે રીતે મને જમાડે તો હું તમારું આમંત્રણ સ્વીકારું'. સંન્યાસીથી પ્રભાવિત થઈ રાજાએ આ શરત સ્વીકારી લીધી. સંન્યાસી ગરમ ગરમ પીરની થાળી કાર્તિક શેઠની પીઠ પર મૂકી જમ્યો. સંન્યાસીએ શેઠને નમાવવામાં સંતોષ માન્યો, પણ શેઠે પોતાના હાથમાં રહેલી અરિહંત દેવને નમસ્કાર' એ વીંટીમાં દષ્ટિ રાખી મનથી અરિહંત દેવને નમસ્કાર કર્યા. સમ્યગુરુષ્ટિ જીવ સાચો જેન છે. જૈનત્વને વરેલો આત્માદેવ, દેવી કે ચમત્કારી પુરુષની આગળ પોતાનું માથું નમાવતો નથી. તેનું માથું ફક્ત તીર્થકર અથવા ચતુર્વિધ સંઘ સામે વિનયથી ઝૂકી પડે છે. કવિ ઋષભદાસે કડી-૪૫૮માં જૈનદર્શનને ઘી અને ખાંડ મિશ્રિત પીરની જેમ પુષ્ટિકારક દર્શાવેલ છે, જ્યારે અન્ય દર્શનોને પાણી અને લોટની રાબ સમાન અસાર દર્શાવેલ છે. સાક્ષાત વીતરાગ પ્રરૂપિત ધર્મ મળ્યા પછી તે ધર્મથી જેની આંતરિક શુદ્ધિ અને પુષ્ટિ ન થાય તેને અન્ય ધર્મથી શું સરે? -દુહા: ૩૦સીર નામિ જિન સંઘનિ, અવર નનામિસીસ ત્રણિ સુધિનરજે ધરિ, પામિ પરમ જગીસ. ૪૬૦ દોષ પંચટાલિ સહી, નધરિ શક્ય શલ; વિર વચન સંધે નહી, સમકિત તેહનું ભલ. ...૪૬૧ અર્થ : સમ્યગુદર્શની જિન, જિનમત અને જિનસંઘને જ મસ્તક નમાવે, પણ અન્ય કોઈને નમસ્કાર ન કરે. મનશુદ્ધિ (ત્રણે સિવાય સર્વ અસત્ય છે.) વચન શુદ્ધિ (જિન ભક્તિથી ન બને તે કોઈથી ન બને), કાય શુદ્ધિ (પ્રાણાન્ત પણ ત્રણ સિવાય કોઈને ન નમે) જે મનુષ્ય ધારણ કરે છે તે પરમપદ પ્રાપ્ત કરે છે...૪૬૦ જે મનુષ્ય પાંચ દોષો વર્જે છે. વીતરાગના વચનોમાં શંકારૂપી શલ્ય રાખતો નથી, તેમજ વીર વચનોમાં
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy