________________
૧૭૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
બીજું આઉર પચખાંણએ, સૂણો એક મના થઈ જાંણએ; ત્રીજૂ માહા પચખાણએ, તેહમાં અરિહંત આણએ. ભત્ત પરીશા જેહએ, ચોથઉં પઈઅના તેહએ; તંદૂવલીઆલી અંજે કહયુંએ, પાંચમું પઈઅના તે લક્યુંએ. ચીદાવીઝયં નર સૂણોએ, છઠ્ઠું પઈઅના પરગટ ભણોએ; ગણી વીજા તે સાતમૂંએ, મર્ણ સમાધી તે આઠથૂંએ. નોમું દેવેદ્રસ્તવએ, સુણતાં પદવી પામિ શીવ એ, દસમૂ સસ્તારક સારએ, પયનું ઓતારિ પારએ. છેદ ગ્રંથ છઈ સંભારાયએ, કલપગ્રંથ નસીથ તું ધારય રે; માહાનસીથ વખાણ્યએ, દશાશ્રુત સબંધ વખાંણ્યએ. જીતકલપ જગિ સારએ, પંચ કલપિં ઘણોઅ વિચારએ; છેદગ્રંથ છ એ કહ્યાએ, વીર વચને તે પણ્ય મિં લહ્યા એ. મૂલસૂત્ર કહૂં ચ્યારએ, આવશક પહિલુ ગીસારએ; દસવીકાલિક જેહ રે, ઉંત્રાધન ત્રીજું તેહએ.
ચોથૂં તે પંડ નીયુગતિએ, તેહમાં ભાખ્યુ છિ સતિએ; નંદીસૂત્ર હવિ સૂણોએ, અનુયોગ ટ્રૂઆર બીજુ ભણોએ.
...૩૮૧
:
પ્રથમ
અર્થ હૈ મનુષ્યો ! હવે દસ પ્રકારના પ્રકીર્ણક સાંભળો. તે પૂર્વભવોના પાપકર્મો હણનારા છે. ચતુઃ શરણ (ચઉસરણ) નામનું પયન્નાસૂત્ર સાંભળો. (તેનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરતાં) મુનિ જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખો ટાળે છે...૩૭૩.
...૩૭૪
h68***
...૩૭૬
668***
268***
...૩૭૯
...૩૮૦
બીજું આતુર પ્રત્યાખ્યાન પયના છે. તેનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. ત્રીજું મહાપ્રત્યાખ્યાન પયના છે. જેમાં અરિહંત પ્રભુની આજ્ઞાનું નિર્દેશન થયું છે...૩૭૪.
ચોથું ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક તેમજ તંદુલવૈચારિક(તન્દુલવૈયાલિય)એ પાંચમું પ્રકીર્ણક છે...૩૭૫. છઠ્ઠું ચંદ્રવેધ્યક પયના છે, જે પ્રગટ ભણવા યોગ્ય છે. ગણિવિદ્યા એ સાતમું પ્રકીર્ણક છે. મરણ સમાધિ એ આઠમું પ્રકીર્ણક છે...૩૭૬.
નવમું દેવેન્દ્રસ્તવ નામનું પ્રકીર્ણક છે; જેના શ્રવણથી શિવપદની પ્રાપ્તિ થાય છે. દસમું સંસ્તારક નામનું ઉત્તમ પ્રકીર્ણક છે, જે ભવપાર ઉતારે છે...૩૭૭.
હવે છ છેદ ગ્રંથો સાંભળો. કલ્પસૂત્ર, નિશીથસૂત્ર (નિસીહ), મહાનિશીથસૂત્ર અને દશાશ્રુતસ્કંધસૂત્ર પ્રશંસા કરવા લાયક છે...૩૭૮.