SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે તેમ કર્મ નિર્જરા, પુણ્ય બંધ કરી આરાધનામાં પ્રવૃતિ કરવી તેવી જિનાજ્ઞા છે. પૂર્વાચાર્યોએ પણ બાળજીવોને લક્ષ્યમાં રાખી અન્યદર્શનીના શાસ્ત્રોનો પરિચય ન કરવાનું કહ્યું છે. તે “અધૂરો ઘડો છલકાય ઘણો' આ લોકોક્તિ પ્રમાણે છે. પોતાના ધર્મનું સંપૂર્ણ જ્ઞાન મેળવી, તેના યથાર્થ રહસ્યોને જાણી જે જીવ પરિપકવ થયો છે તેવા જીવે બીજાના શાસ્ત્રોનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ; જેથી એ સ્યાદ્વાદ દ્રષ્ટિથી શાસ્ત્રમાં રહેલા તત્ત્વોને સમજી શકે. તેનો પોતાના જીવનમાં સવિનિયોગ કરી શકે. ક્ષાયિક સમ્યગદર્શની આત્મા નિર્ગુણી કહીનગુણીના સંપર્કમાં પણ પોતાની સુંદરતા ગુમાવતો નથી. તે અન્ય દર્શનોના શાસ્ત્રમાંથી સારતત્ત્વ છે. સમકિતની ચાર પ્રકારની સણા છે. (૧) પરમાર્થ સંતવ (૨) સુદ પરમાર્થ એવા ગુરભગવંતની સેવા કરવી (૩) વ્યાપન દર્શન વર્જન (૪) કુદર્શન વર્જન. પ્રથમ બે ભેદ વિધેયાત્મક છે, જે આદરવા યોગ્ય છે. બાકીના બે ભેદ નિષેધાત્મક છે, જે છોડવા યોગ્ય છે. -દુહા : ૨૪ચાર સઘઈણા મનિ ધરિ, ત્રણ્ય ભંગ ધરિતેહ; પ્રથમ ભંગ જિનાએ કહ્યું, આગમવાંછા તેહ. ..૩૬૦ અર્થ :(હે ભવ્ય જીવો!) ચાર સહણ મનમાં દૃઢ કરી હવે સમકિતના ત્રણ લિંગ ધારણ કરો. આગમ શ્રવણની તીવ્ર ઉત્કંઠા એ પ્રથમ લિંગ છે. એવું જિનેશ્વર દેવો કહે છે...૩૬૦. સમ્યકત્વનું કાર-બીજું લિંગ-ત્રણ-આગમ શુશ્રુષા ઢાળઃ ૧૮ (એણી પઈરિ રાજ્ય કરતા રે. રાગ ગોડી) પ્રથમિઆચારાંગરે, બીજૂ સૂગડાંગરે; ઠાંણાંગત્રીજૂ જાણીઈએ. ચઉથૂતે સમવાંગરે, પંચમ ભગવતી; અંગ અનોપમ જાણીઈએ. જ્ઞાતા ધર્મકથાંગરે, અંગ છઠ્ઠું સહી; સૂણતાં સૂખશાતાલહીએ. ઉપાશકદિશાંગરે, અંગતે સાતમું; અંતગડદિશાંગતે આઠમૂંએ. અનુંતરવવાઈ અંગરે, નઉમૂતે સહી; પ્રશ્નવ્યાકર્ણ દસમું સહીએ. વિપાકસૂત્ર જગી સારરે, અંગ અગ્યારમું; સુણતાં સુખ હુઈ ઘણુંએ. ૩૬૬ ૩૬૧ ૩૬૨ •••૩૬૩ ૩૬૫
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy