SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭) કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે વલી (અ) કુલંગી વર્જવો, વાંચિશાહાસ્ત્રકુશાસ્ત્ર, ચઉથી સધઈણાએ ધરો, તજો એહકુપાત્ર. સધિણા. ૩૫૯ અર્થ : સમકિત પ્રાપ્ત કરીને જેણે તેનું વમન કર્યું છે તેને નિદ્રવ કહેવાય છે. તેવા પુરુષનો પરિચય કરવો નહિ એ સમકિતની ત્રીજી સદ્યણા છે...૩૫૪. પ્રથમ જમાલી નામે નિદ્ભવ થયા. બીજા નિહ્નવ તિષ્યગુપ્તાચાર્ય હતા. અષાઢાચાર્ય મુનિના શિષ્ય એ નામે ત્રીજા નિદ્ભવ થયા...૩૫૫. વળી અમિત્રાચાર્ય નામે ચોથા નિકૂવ થયા. ગર્ગાચાર્ય એ પાંચમા નિહનવ થયા. રોહગુપ્ત નામે છઠ્ઠા અને ગોખમાહિલનામે સાતમા નિકૂવ થયા...૩૫૬. આ સર્વ નિહુનવોનો સંગ ત્યાગ કરવા યોગ્ય છે. જેઓ ઉજૂત્રના સ્વભાવવાળા અને વહેંદી હોય છે. તેઓ કદાગ્રહી હોવાથી પોતાનો મત છોડતાં નથી. તેમનો ત્યાગ કરવો એ સમકિતની ત્રીજી સદ્ઘણા છે...૩૫૭. હવે ચોથી સહણા કહું છું. સમકિતને શુદ્ધ રાખવા મિથાદષ્ટિનો સંગ વર્જવા યોગ્ય છે...૩૫૮. કુલિંગી એટલે જેનું દર્શન, મત, અભિપ્રાય, માન્યતા મિથ્યા છે, તેનો પરિચય ન કરવો તેમજ કુશાસ્ત્રનું વાંચન કરે છે તેવા કુપાત્રોનો સંગ વર્જવા યોગ્ય છે. એ સમકિતની ચોથી સદ્દણા છે...૩૫૯. (૩) વ્યાપન દર્શન વર્જન સમ્યગદર્શનથી પતિત થયેલા તેમજ જેની માન્યતા વિપરીત છે એવા મિથ્યાત્વી જીવોનો તેમજ કુશાસ્ત્રનો પરિચય ન કરવો જોઈએ.કવિએ આ ઢાળમાં નિહનવોનો પરિચય આપ્યો છે. નિકૂવ એટલે છુપાવવું, વિપરીત અર્થ કરવો.જિનાગમ વિરુદ્ધ બોલનાર, જિનાગમના મનઘડત અર્થો કરનાર, ઉસૂત્રભાષી સમકિતને ડામાડોળ કરે છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयलेन च पिण्डशुद्धिः । अभूत्यलं यतु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।। અર્થઃ નિકૂવોએ વ્રતો કર્યા તપ કરી, પ્રયત્નપૂર્વક નિર્દોષ સંયમ પાલન કર્યું, છતાં તેનું યોગ્ય ફળ ન મળ્યું. કારણકે તેમના આત્મામાં કદાગ્રહનું વિષ પડ્યું હતું. મિથ્યાત્વનો સ્તંભ તૂટતા કુતર્કની ઈમારત ભાંગી પડે છે. ભગવાન મહાવીરની પરંપરામાં કેટલાક સૈદ્ધાત્તિક વિષયમાં મતભેદ થતાં વર્તમાન શાસનથી અલગ થઈ જનાર, પરંતુ અન્ય ધર્મને સ્વીકારનાર જિનશાસનના નિવ કહેવાયા. આગ્રહનો ત્યાગ અને અનેકાન્તનો સ્વીકાર થતાં નિર્નવતા દૂર થાય છે. વસ્તુના રવરૂપનું સાપેક્ષ વિચારને સમકિત છે. નિર્નવવાદનું અધ્યયન આત્મનિરીક્ષણ માટે છે. તેનાથી સમકિત નિર્મળ બને છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy