________________
૧૫૬
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે
આ પ્રમાણે સમકિતનું નિરૂપણ દ્રવ્ય અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય, પૌલિક અને અપીલિક એમ બે પ્રકારથી છે. લોકપ્રકાશ અને કલ્યભાષ્ય ગ્રંથોમાં તે ભેદોનું વિવેચન કરવામાં આવ્યું છે.
- દુહા -૨૦ - સડસઠ બોલ સમકિતતણા, વ્યવરી કહિસ્ય તેહ; ચાર સઘઈણા મનિધરિ, સમકતક્રિીષ્ટી જેહ.
૧૨૯૭ અર્થ: સમકિતના સડસઠ બોલ છે. તેને હવે વિવરણ કરીને કહીશું. પ્રથમ સમ્યગુરુષ્ટિ આત્મા ચાર પ્રકારની સણા મનમાં ધારણ કરે છે...૨૯૩.
જેમ ચક્ષુ વિહોણા દેહની કોઈ કિમંત નથી, તેમ શ્રદ્ધા વિના સાધનાની કોઈ કિંમત નથી. શ્રદ્ધા એ સાધના માર્ગનો પ્રાણ છે. જેમ ધર્મની શરૂઆત વિનયથી થાય, તેમ ધર્મની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય. દર્શનની પ્રાપ્તિનું પ્રથમ સોપાન શ્રદ્ધા છે. તેથી સમકિતના સડસઠ બોલની પૃષ્ઠ ભૂમિકામાં સહણા(શ્રદ્ધાન)નું પ્રથમ સ્થાન છે. તેથી કવિ ઋષભદાસ હવે ચાર પ્રકારની સદ્દણાનું સ્વરૂપ દર્શાવે છે.
સમકિતનું દ્વાર-પ્રથમ સદ્દણા (શ્રદ્ધાન)-ચાર
ચોપાઈ – ૯ સમકતદ્રષ્ટી સૂધી જેહ, ચાર સઘઈશારાખઈ તે; જીવાદીક પદાર્થ લહિ, નવતત્વનાં નામ જેકહિ.
ર૯૪ જીવ-અજીવ અનિપૂચ-પાપ, અસંવર સંવર સમઝો આપ; નીજરાબંધનિ મોક્ષ પરધાન, નવિતત્ત્વનું એ પશ્યનામ. ૨૯૫ નવિતત્ત્વનાં નામ જ એ હોય, ગુણઈ ભણઈ સંભારઈ સોય; એટલિએક સધઈણા લહું, બીજો ભેદહવિલવરી કહું. ..ર૯૬ નવતત્વના જે ભણહાર, પંડીત મુનીવર જગહાં સાર; તેમની સેવા કરતાજેહ, ધરિસધણા બીજી તેહ. ૨૯૭ જ્ઞાનવંત સહુમાં શરિ, તેહની સુડિ (તુલી) દીવોનવિકરી; તેનો પ્રકાશને પંઠિ ફરિ, જ્ઞાન જ્યોતિ સવલિ વીસ્તરિ. ૨૯૮ સમઝિ સમઝ વિનર સોય, સકલઠામિઅજૂઆલું હોય; દીપક પગ પાછલિ અંધકાર, દેખિ નહી સઘલો વીસ્તાર. ...ર૯૯ તરણી તેજસલિવિતરિ, પણિ અર્જુઆલૂ નહી ભોંયરિ; જ્ઞાન જ્યોતિ સઘલિ નેહાલિ, વર્ગ ગૃતિ અનિપાતાલિ. ...૩૦૦ જ્ઞાનવંત નર કહીઈ જેહ, સરોવરથી સહી અદીકોતેહ; તેહથીતરતાંદીસી સદા, સિરમાં નર બુડતા કદા. ...૩૦૧