________________
૧૪૮
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે
મોહનું પ્રાબલ્ય, દષ્ટિનો અંધાપો એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એ જીવનનું વિષ છે. શ્રદ્ધા-સમકિત એ જીવનનું અમૃત છે. શ્રદ્ધાના બે રૂ૫ છે. ૧) સમ્યક્ શ્રદ્ધા ૨) અંધશ્રદ્ધા, સમ્યકશ્રદ્ધા વિવેકપૂર્વક હોય છે. અંધશ્રદ્ધા અવિવેકમય હોય છે. બંનેનું ઉદ્ગમ સ્થાન માનવીનું હૃદય છે. અંધશ્રદ્ધા એ મિથ્યાત્વ છે. સમ્યકશ્રદ્ધા એ મુક્તિ મહેલનું પ્રથમ સોપાન છે. ૧૮ પ્રકારના પાપ સ્થાનકમાં અઢારમું પાપ મિથ્યાત્વ છે. જે સર્વ પાપોનો પોષક અને રક્ષક છે. તેથી જ શ્રાવકના ૩૬ કર્તવ્યોને જણાવતી “મનહ નિણાણની સજઝાય'માં ગિરિ હિદ- મિથ્યાત્વનો ત્યાગ કરો એવો ઉપદેશ આપ્યો છે. મિથ્યાત્વ એ મારક છે. સમકિત એ તારક છે. શ્રી આવશ્યકસૂત્રમાં કહ્યું છે -
अबोहिं परियाणामि, बोहिं उवसंपज्जामि ।' અર્થ મિથ્યાત્વનો ત્યાગ કરું છું, સમકિતને અંગીકાર કરું છું. આત્માની નિર્મળતા અને મલિન ભાવનાનો અભાવ ત્યાં સમકિતનો સદ્ભાવ છે.
સમકિતના પ્રકાર
ચોપાઈ - ૮ ઉપથમિક પહિલું તે કહીઈ, પાંચ વરાસંસારિ; આવ્યું અંતરમુરત રહિ, અમ્યુ વચન (ન) રાશી જિનવર કહિ. ...૨૮૫ સારવાદનતે બીજુ જોય, પાંચ વાર સંસારિ હોય; કાલતેહનો ષટ આવલી, અમ્યુવચન ભાષઈ કેવલી. ગાયો ઉપશમીક તે સાર, પાઈ જીવ અસંખ્યાવાર; છાસઠિ સાગર કાલત હોય, જાઝેરાજિન ભાખિસોય. ..૨૮૭ વેદકચોથું સમકત સાર, સંસારિ જીવલહિએકવાર; સમિ એક કહો તકાલ, ભાખિ જીવદયાપ્રતિપાલ. ૨૮૮ ધ્યાયક પાંચમું સમકતદીવ, એકવાર પાર્ષેિ સહંજીવ; તેત્રીસ સાગરોપમતે રહિ, જાઝેરાજિનરવામી કહિ. ...૨૮૯ વળી ભેદ જિન મૂખ્યથી લઉં, પાંચ પ્રકારે સમકીત કહું; પ્રથમ ભેદ સમકી મનિવર્, જિને કહ્યું તે મુઝ મનિ ખરૂં. ...૨૯૦ વલી સમકતનાદોય પ્રકાર, દ્રવ્ય સમકતનો અર્થ સૂસાર; અરીહંત વચન ઉપરિરુચિ ઘણી, એહવાત દ્રવ્ય સમકીત તણી....ર૯૧ બીજો ભેદ કનર એહ, સડસઠિ બોલનર જાણિ જેહ; ભાવિ સાંભલિનિ આદરિ, દોય પ્રકારિ સમકતના શરિ. ..ર૯૨