SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે અર્થ અહિંસા, સંયમ અને તારૂપી ઉત્તમ લક્ષણોવાળી સુધર્મ છે. તે ધર્મનું આચરણ કરનાર જીવાત્માને દેવો પણ નમસ્કાર કરે છે. તે સૂત્રમાં આગળ પણ સૂત્રકાર કહે છે - सोच्चा जाणाइ कल्लाणं, सोच्चा जाणाइ पावगं। उभयं पिजाणाई सोच्चा, जंसेयं तं समायरे ।।४-११।। અર્થ : હેય અને ઉપાદેયના રવીકારરૂપ ક્રિયા (પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિ, પડિમા, અભિગ્રહ, બાર ભાવના, પ્રતિલેખના, બાર પ્રકારના ત૫)માં ઉદ્યમવંત સાધક શિવ બની શકે છે. ચરમાવર્ત કાળમાં પ્રવેશેલા જીવને જ્ઞાનીએ બતાવેલી ક્રિયાઓ શુભભાવ લાવે છે, ક્રિયા ભાવ લાવવા સમર્થ છે. જેમ સમુદ્રમાં મુસાફરી કરતા નાવિકને હોકાયંત્રે દર્શાવેલી દિશામાં હલેસાં મારવા પડે છે તેમ ચારિત્રની નાવમાં બેઠેલા સાધકને વિધિ-નિષેધરૂપ આચાર પાલનના હલેસા મારવા પડે છે, જેથી તે મોક્ષ પામી શકે. સમકિતીનો બોધ નિરપાય (અર્થકારક) હોય, તે બીજાને પીડાકારક ન બને. કવિએ કડી ૨૭૬ માં વિષના રૂપક દ્વારા અધર્મનું ફળ દર્શાવ્યું છે. વિષ ફક્ત એકજ ભવમાં મૃત્યુ આપે. મિથ્યાત્વની પરંપરા અનંત જન્મ મરણ કરાવે છે. -દુહા - ૧૮મીથ્યાત પાંચ પરિહરો, સમકીત રાખો સાર; મીથ્યા ધર્મ કરતડાં, કો નવી પામ્યા પાર. •.૨૭૭ અર્થ: પાંચ પ્રકારના મિથ્યાત્વનો ત્યાગ કરો. સમકિત સારરૂપ છે તેથી તેને ગ્રહણ કરો. મિથ્યાત્વ ધર્મનું આચરણ કરતાં કોઈ સંસારનો પાર પામ્યા નથી ...૨૭૭ હવે કવિ સમકિતના પ્રતિપક્ષી મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવે છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ ઢાળ:૧૫ (દેશી - પરથરાયિ(ય) વીતસ્યોકાપુર(વીતશોકાપુરી) રાજીઓ. રાગ મારુ) પાંચ મીથ્યાત પરહરજુયો સમકતના ધણીરે, પહીલું અભીગ્રહીતાય; કરઈ કદાગ્રહિ જેહ રહ્યું તે પ્રધું સહી રે, મનથી તે ન જાય. મીથ્થા પરીહરો રે. આંચલી. મીથ્યાત બીજું અના)ભીગ્રહીતા નર મુકજ્યો રે, જે મન નર હિઠાલા; અન્ય ધર્મ દેખીનિ કાયર નર તણું રે, મન તે ઉપરી જાય. મીથ્યા..૭૯ અભીનવેસ તે ત્રીજું જગમાં જાણજયો રે, જાણી ઉથાપિ ધર્મ; ભારે જીવ તે ભમતો ચોગત્યમાંહાં ફરિ રે, બાંધિ વીકટ જ કર્મ. મીથ્યા...૨૮૦ સાંસીક ચોથું મનમાં સંક્યા શલ રહિ રે, સાચો કો જૂઠો શ્રેય; સોય પૂર્ણ જગ્ય પાર ન પામિ ભવતણો રે, અશ્રુ વિચાર જેહ. મીથ્યા. ૨૮૧ ૨૭૮
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy