SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ •૨૬૪ ર૬૬ અર્થ: કુદેવ કોઇ નારીના સંગ (પડખા) વિનાના નથી. છતાં તેઓ સ્વયંને પરમેશ્વરનું બિરુદ (નામ) આપે છે. તે દેવો દ્વારા મુક્તિ મળી શકતી નથી, તેમજ આત્મ કલ્યાણ થઈ શકતું નથી...ર૬૩ કુગુરુનું સ્વરૂપ ઢાળ : ૧૩ (દેશી - નંદન કું ત્રીસલા હુલરાવઇ. રાગ : આસાઉરી) આતમ કામ સરિ નહી તેહનિ, કગુરૂ મલ્ય વળી જેનિં રે; પોતિ પાપી અતી આરંભી, સીખ દિયી સ્યુ કેહનિં રે; આતમ કામ સરિ નહી તેહનું - આંચલી. કર્સણ વાડી ઘરમાં લાડી, ગાય ભઇશ વછ પાડી રે, પાપ પરીગૃહિ બહુ પરી મેલિ, ખરપાઠી ઘરિ ગાડી રે. આતમ. ...૨૬૫ કંદમૂલ ફલ કાંચી ખાઇ જીવાત પણ્ય થાઈ રે; અસત્ય વચન અણદીધું લેતા, તે ગુરુ સેવ્ય મ પાયિ રે. આતમ. જે વનિ રહિતા નીજ દેહ દમતા, જિનનો પંથ ન જાણઈ રે; અણગણનીરિ જઇ ઝપાવિ, ખાતો રયણી વાંહાંણિરે. આતમ. અગડ નીમ નહી નર જેહનિ, વર્ત વિના ભવહારિ રે; વિભમજ્ઞાની નર અજ્ઞાની, તે ગુરુ કહી પરિતારિરે. આતમ. ...૨૬૮ અર્થ: કુગુરુના સંગથી આત્મકલ્યાણ થતું નથી. જે સ્વયં આરંભનાં કાર્ય કરી પાપ કરે છે. તેઓ બીજાને ધર્મનો શો ઉપદેશ આપી શકે? તેવા કુગુરુનું શરણું સ્વીકારવાથી આત્માનો ઉદ્ધાર થઇ શકે નહીં..ર૬૪ કગુરુ પરિગ્રહરૂપી પાપથી મલિન બનેલા હોય છે. તેમની પાસે ખેતી વાડી હોય છે. તેઓ ઘરમાં સ્ત્રી, ગાય, ભેંસ, વાછરડું, પાડી (ભેંસનું બચ્ચું), ગઘેડો અને બળદગાડી ઇત્યાદિ ઘણો પરિગ્રહ હોય છે...૨૬૫ તેઓ કાચાં કંદમૂળ અને ફળો ખાય છે, જીવહિંસા પણ કરે છે, અસત્ય બોલે છે, અદત્ત વસ્તુ લે છે; તેવા ગુરુના ચરણોની સેવા નકરો...૨૬૬ તેઓ વનમાં રહે છે, દેહદમનનું કાર્ય કરે છે, પરંતુ અજ્ઞાની હોવાથી જિનેશ્વરના ધર્મને જાણતા નથી. તેઓ અણગળ પાણીમાં ઝંપલાવે છે. તેઓ સવારે સૂર્યોદય પહેલાં અને રાત્રે સૂર્યાસ્ત પછી ભોજન કરે છે...૨૬૭ જે મનુષ્ય પાસે નિયમ (વ્રત, સોગંદ) નથી તેવો મનુષ્ય પ્રત્યાખ્યાન વિના આ ભવ થર્થ ગુમાવે છે. તે અજ્ઞાની હોવાથી વિભ્રમજ્ઞાની હોય છે. તેવા ગુરુ અન્યનું કલ્યાણ કેવી રીતે કરી શકે?..ર૬૮ • કુગુરુઃ યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કુગુરુનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः। अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ।।२।। परिग्रहारम्भ मग्नास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः।।१०।।
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy