________________
૧૧૯
૧૦૮
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ મોટો પુત્ર છે, જ્યારે સમકિતી સર્વજ્ઞનો વારસદાર હોવાથી નાનો પુત્ર છે.
સંવરકરણી આદરવાથી આત્મારૂપી વહાણમાં આશ્રવરૂપી છિદ્રોમાંથી પાપરૂપ પાણી આવતું બંધ થાય છે. ભવ્ય જીવને તરવા માટે ચારિત્રલેવું જરૂરી છે. સમક્તિ સહિતનું ચારિત્ર સિદ્ધનો સ્વાદ ચખાવે છે.
તૃણ પેરે પખંડ તજીને, ચક્રવર્તી પણ વરીઓ,
એ ચારિત્ર શિવસુખ કારણ, તે સૌ ચિત્તમાં ધરીઓ. પંચાચારના પાલનથી (૧) આ ભવમાં રાગાદિ કષાયોની હાનિ થાય છે. (૨) ઉદારતા, લોકપ્રિયતા, પરલોકમાં સદ્ગતિ થાય છે. (૩) ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ થાય છે. (૪) પરંપરાએ મોક્ષ મળે છે.
સુધર્મ તત્વની આરાધના ઢાળ : ૧૦ (હું તો તને દોષ્ઠિ કરી નાખ્યો. રાગઃ રામગિરી) વીર જિણદિ ધર્મ પ્રકાશ્યો, તે મોરિ મનિ ભાસ્યો; સોય ધર્મ ન મૂકુ રે, જ્યમ તીલ મોગર વાસ્યો રે. નજી સાચો કહ્યો તિ ધર્મ.
આંચલી. ...૨૧૫ જીવ તણો વધ નહી જિન ધર્મઇ, મૃષા ન બોલિ મર્મઇ; વણ દીધું નવ કલપિ રે તણું, વિલેપાયિ કરમિં રે. જનજી..૨૧૬ સીલ વર્ત ભાસ્યું જિન ધરમિ, કોડી એક ન રાખિ; નીશ ભોજન ન કરતારે કહીંછ, નીમત વચન નવ્ય ભાખિ રે. જીનાજી. ...૨૧૭ મુકી માન થમા બહુ કર્તા, તે નર દીસઇ તર્જા; લોભ રહીત મુની સંયમધારી, દેસવદેસિ ફરતા રે. અંદ્રી દમન કહ્યો જિન ધરપિં, પર અવગુણ ન લેવો; પર ઉપગારી ઉપશમધારી, દોષ શરાપ ન દેવ રે. નજી. ..૨૧૯ વિનો વિવેક કહ્યો જિન ધર્મઇ, સાર વચન મુખ્ય બોલિ; ગુણ પરના દેખી પપ્પ લેવા, નહી કો જિન ધર્મ તોલિ રે. જનજી. રર૦ એહેવો ધર્મ કહો જિન તાહારો, ભેદ કહ્યા ત્યાંહાં દો એ; મુનીવર ધર્મ શ્રાવક પણ્ય કેરો, બાર વત તીહાં હોય રે. જનજી. ...રર૧ વલી જિન દેવા ધર્મ તણા કહિ, ભેદ ભલા વલી યારો;
દાન સીલ તપ ભાવન ભાવિ, તે પામિ ભવ પાર રે. જનજી. . રરર અર્થ: તીર્થકર મહાવીર ભગવાન દ્વારા આ ધર્મપ્રકાશિત થયો છે. તે ધર્મ મને અતિશય પ્રિય છે. તે ધર્મને હું છોડીશ નહિં. તે ધર્મ તલમાં તેલની જેમ મારા મનમાં એકમેક થઇ વસેલો છે. જિનેશ્વરે પ્રરૂપેલો ધર્મ સત્ય છે, નિઃશંક છે...૧૫
જૈનધર્મમાં પ્રાણી વધનો નિષેધ કર્યો છે, તેમાં મર્મકારી અસત્ય ભાષાનો પ્રયોગ થતો નથી. તેમાં
જીનચ્છ. ૨૮