SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ. પૂ. ગુરુણીમૈયાના આશીર્વચન Best of Luck - Keep it up. गौरवं प्राप्यते दानात् न तु ज्ञानस्य संचयात् । स्थितिरुच्चैः पयोदानामुदधिनामधः स्थिति ।। જ્ઞાન આપવાથી તેનું ગૌરવ પ્રાપ્ત થાય છે, તેનો સંચય કરવાથી નહીં. વાદળાં આપે છે તો તેનું સ્થાન ઊંચું છે, દરિયો સંગ્રહ કરે છે તો તેનું સ્થાન નીચું છે. ભારતવર્ષની ભૂમિ એટલે આર્યભૂમિ.. આ ભૂમિ હજારો, લાખો વર્ષથી જ અધ્યાત્મધારાથી પલ્લવિત છે, ૨૫,૫૦ કે ૧૦૦ વર્ષના અંતરે કોઈને કોઈક તો પુરુષાર્થ પ્રેમી નીકળે છે જે આજુ-બાજુમાં રહેલી સુષુપ્ત ચેતનાને આધ્યાત્મિક સ્પર્શદ્વારા નવપલ્લવિત કરીને રે આધ્યાત્મિક ધારાના પ્રવાહને નિરંતર વહેતો રાખવામાં મદદરૂપ થાય છે. આ ગ્રન્થની રચના પણ આવા જ કોઈ વિશિષ્ટ કારણોસર જ થઈ હોય તેવું મને લાગી રહ્યું છે. મારી દીક્ષા બાદ (૩૨ વર્ષબાદ) મારા સાંસારિક પારિવારિક જનોમાંથી ભાનુબેનનું હું વિશેષ ગૌરવ લઈ શકું છું; કારણકે તેમના ઝળહળતા વર્તમાન પાછળ સાધનામય ભૂતકાળ છે. સંસારમાં રહીને જ્ઞાનસાધનાના ધારેલા ધ્યેય સુધી પહોંચવું કઠીન હોય છે. અમારા (૬) છ જ ભાઈ-બહેનોમાં ફક્ત ભાનુબેન જPh.D.છે. મારા અંતરમાં એ વાતનો પણ અપાર આનંદ છે કે મારા બહેને અન્ય કોઈ વિષય પર નહીં પરંતુ સત્તરમી સદીના કવિ ઋષભદાસકૃત સમકિત રાસ પર સંશોધન કરીને જિન- ર શાસનની સેવા કરી છે. તેમણે માતાની કુક્ષીને, બંને કુળને તથા ભચાઉ(વાગડ)ના નામને રોશન કર્યું છે. તેં પાર પાડ્યું ઊંચું નિશાન, સમાજે કર્યું ભાનુનું સન્માન, તેં ખૂબ વધારી શાસનની શાન, ગ્રન્થ સ્વ-પર કલ્યાણક બનો એ અરમાન.” મને આશા છે કે આ ગ્રન્થ ઘણાની બહિરંતરયાત્રાને પાર પડશે. 555555555555555555555555555555555555555555 લિ. સૂર્ય-વિજય ગુરુણી મૈયાના સુશિષ્યા છે સાધ્વી ઝરણાકુમારીજી એવં શિષ્યા પરિવાર
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy