SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે અહીં આપેલ ચિત્રમાં આ ઉપમાઓ દર્શાવેલ છે. હાથી, ભાખંડ પક્ષી અને પૃથ્વી દ્વારા પરમાત્માનાં અનંત પરાક્રમ, સાગર, સૂર્ય, ચંદ્ર અને ગંગા નદી દ્વારા તેમનું દઢ મનોબળ અને અથાગ જ્ઞાનનો પરિચય થાય છે. કમળપત્ર, વાયુ,ખડગી, શંખ, ગગન અને જીવની ઉપમા દ્વારા પરમાત્માની આંતરિક પવિત્રતા, નિઃસંગતા તથા અપ્રતિબદ્ધતાનું દિગદર્શન થાય છે. તેમનું મનોબળ અને જીવનની ઉજ્જવળતા અનુપમેય હતી. ત્યાર પછી કડી ૧૧૬ અને ૧૧૭ માં તેમના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ધ્યાન આદિ આત્મિક ગુણોનું આલેખન કવિએ કર્યું છે. આ જિનેશ્વર દેવો આપણને નામ સ્થાપના, દ્રવ્ય અને ભાવથી પવિત્ર કરનારા છે. ૧)પરમાત્માનું નામસ્મરણ જગતના જીવોના મિથ્યાદોષ પલાયન કરે છે. ૨) અરિહંત દેવની આકૃતિ, તે સ્થાપના જિન છે. તેથી જિનેશ્વર ભગવંતો પૂજનીય બને છે. ૩) દ્રવ્ય જિન એટલે કે ભૂત કે ભવિષ્યના જિનેશ્વર. તેમનાં જન્મ કલ્યાણક, ચ્યવન કલ્યાણક આદિ સમયે થતી વિશિષ્ટ ભક્તિ ત્રણે જગતનાં લોકોને પવિત્ર કરનારી છે. ૪) ભાવ જિન એટલે સાક્ષાત તીર્થંકર પરમાત્મા. તેઓ સ્વ-પર માટે હિતકારી છે. જિનોપાસના સ્વર્ગની સીડી છે. કસ્તુરીને વસ્ત્રની થપીમાં મૂકીએ તો સુવાસ સર્વત્ર પ્રસરી જાય છે તેમ પરમાત્માની ભક્તિથી હૃદય ભાવુક બને છે. અરિહંત પરમાત્માની ભક્તિ એ મોક્ષ સંપદાનું બીજ છે. શ્રી માનતુંગસૂરિજીએ અરિહંત પરમાત્માની સુતિરૂપ ભક્તિથી બેડીનાં બંધન તોડ્યા. રાવણે અજોડ જિનભક્તિ કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રભુ મહાવીરના સત્સંગથી ચંડકૌશિક સર્પ અને અર્જુન માળીને સત્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ. જિનદર્શન અને જિનવાણી સમ્યગદર્શનનું કારણ છે. તેના સંદર્ભમાં કવિએ ચંડકૌશિક સર્પ અને અર્જુન માળીનાં દૃષ્ટાંત આપ્યા છે. જૈનદર્શનમાં દેવતત્વના બે સ્વરૂપ દર્શાવેલ છે. (૧) અરિહંત પરમાત્મા (૨) સિદ્ધ પરમાત્મા. રાગદ્વેષના વિજેતા અરિહંત પરમાત્માનું સ્વરૂપ દર્શાવી કવિ હવે સિદ્ધપરમાત્માનું સ્વરૂપ દર્શાવે છે. સુદેવતત્ત્વ: સિદ્ધ પરમાત્મા. ઢાળ : ૫ (દેશી મન ભમરા રે. રાગ - ગુડી(ગોડી)) તે સૂખની નહી વાનગી, મન ભમરારે, મૂગત્ય શલા સ્થંભ સાર. લાલમન... રોગોગ ભિ આપદા, મન... મૂગતિ નહી અલગાર, લાલ. ૧૧૯ સાહિબ સેવક સોએ નહીં, મન.. નહિ કરે માર્ણહાર. લાલ.. બઈઠાવેલી નવલીઈ, મન. કોકોહોનો ત્યાહાઠાર. લાલ... ...૧૨૦ રાયતણો ભિત્યાહા નહીં, મન.. નહી અગ્યની જમચોર. લાલ... વાઘ શંઘ વીછી નહી, મન.. નહી સર્પ તણો ત્યાહાં સોર. લાલ.....૧ર૧ અનંત જ્ઞાન સીધનિ સહી, મન.. સીધનિ સૂખ અનંત. લાલ અનંત દરણદીપતું, મન... અનંત બલ સીધ જંત. લાલ... ...૧રર *ચંડકૌશિક સર્પ અને અર્જુન માળીની કથા માટે જુઓ-પરિશિષ્ટ વિભાગ.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy