SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે પડીઓ જીવ નીગોદિમાંજી, રહઈ પૂદ્દગલ અઢી ત્યાહિ; કોયક વહઈલો નીકલઈજી, આવઈ માનવ ત્યાદિ. સોભાગી....૮૬ આર્યદેશ કુલ પામીજી, સહિગુર અંદ્રી રે ધ્યાન; પષ્ય સમકીત તે કયમ લહઈજી, ન સૂઈ વીર વચન. સોભાગી...૮૭ સૂણઈ વચન નવ્ય સધઈજી, આદઈ જીવ અનંત; મૂની જમાલિ પઈરિ કહઈજી, ઍક છઈ ભગવંત. સોભાગી...૮૮ અલ્લું વચન મૂખ ભાખતાજી, હુઈ સંસાર વીસાલ; વિર વચન ઉથાપતાજી, દૂષણ પામ્યોગોસાલ. સોભાગી..૮૯ વિર વચન વહઈ મતગિંજી, જયમ મૂની ગઉત્તમસ્વામ્ય; કેસી વચને આણતાજી, પરદેશી મત્ય ઠામ્ય. સોભાગી...૯૦ ત્યમ જગના ભવ્યજીવડાજી, વચન સૂઈ જેણીવાર; સધઈતો સાચું કરીજી, સમીકીત લહઈ નીરધાર. સોભાગી...૯૧ અર્થઃ તિર્યંચ ગતિમાં ક્ષાયિક સમકિત નથી. તેથી તે ભવ પણ ધર્મ વિના વ્યર્થ જાય છે. વળી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરે છે. તે સૌભાગ્યશાળી ! સમકિત પ્રાપ્ત થવું દુર્લભ છે. તે રન ચિંતામણિની જેમ કિંમતી છે. એવા દુર્લભ અને કિંમતી સમ્યકત્વને પ્રાપ્ત કરી હારી ન જાઓ...૭૯ જ્યાં સમકિતનો અણસાર પણ નથી એવા અનાર્ય દેશમાં જીવ ઉત્પન થયો. ત્યાં મનુષ્યનો અવતાર મેળવીને પણ શું સયું?...૮૦ *આર્ય દેશમાં પણ માછીમાર, શાકભાજી વેચનાર, વાઘરી જેવા નીચકુળમાં જન્મ્યો. ત્યાં સમકિતને સ્થાન ક્યાંથી હોય?...૮૧ ક્યારેક ભગવાન ઋષભદેવના વંશ જેવા ઉત્તમ ક્ષત્રિય કુળમાં જન્મ્યો, પરંતુ ત્યાં સંપૂર્ણ ઈન્દ્રિયોની પ્રાપ્તિ ન થઈ તેથી સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય?...૮૨ ક્યારેક પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ, પરંતુ પાપના ઉદયે ગરીબ થયો. વળી ભવભ્રમણ કરતાં) તરૂણ અવસ્થામાં ધન મેળવવામાં તથા પાંચે ઈન્દ્રિયોના ઉપભોગમાં અગ્નિના સંયોગથી જેમ મીણ પીગળી જાય છે તેમ ભોગસુખોમાં જીવન પૂર્ણ થયું...૮૩ વળી ક્યારેક પુણ્યના યોગે ધનવાન થયો; પણ સદગુરુરૂપી નિધાન ન મળ્યું. તેથી મહુડાના વૃક્ષની જેમ ફળ, પાન ઈત્યાદિ કાંઈ ન પામ્યો. (ધર્મ પામ્યો નહિ) ...૮૪ “આર્યક્ષેત્રઃ શ્રી ઠાણાંગસૂત્ર અનુસાર ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્ય, ભાષા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ નવ પ્રકારનું શ્રેષ્ઠતમ સ્વરૂપ જ્યાં વિદ્યમાન હોય તે આર્યક્ષેત્ર છે. અર્થાત્ત જ્યાં ધર્મ-કર્મની પ્રવૃત્તિ હોય તે આર્ય ક્ષેત્ર છે. ધર્મ-કર્મની પ્રવૃત્તિમાં શિથિલતા કે લુપ્તતાં આવતાં ૨૪ તીર્થકરો દ્વારા પુનઃ ધર્મની સ્થાપના થાય છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં દસ દસ ક્રોક્રો. સાગરોપમના કાળમાં નવ ક્રો.કો. સાગરોપમ કાળ સુધી યુગલિક કાળ હોવાથી ધર્મારાધના ન હોય. આ ક્ષેત્રના પ્રત્યેક ક્ષેત્રમાં ૩૨-૩૨ હજાર દેશ છે. તેમાં ૩૧,૯૭૪ અનાર્ય દેશ છે. ફક્ત ૨૫Tી આર્ય દેશ છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy