________________
જાવડશાનો પ્રબંધ
પપ૧
બે વર્ષ ગયાં ત્યારે જેની જરાપણ કોઈ શોધ ખબર સાંભળી નથી તે વહાણો હે જાવડી ! કેમ આવે? કોઈનું ચિંતવેલું ધર્મ વિના જલદી સફલ થતું નથી, હે વણિક! પુણ્યવડે ચિત્તમાં વિચારેલું જલદી સફળ થાય છે. આ પ્રમાણે લોક બોલતા હતા ત્યારે સમુદ્રની અંદર અત્યંત દૂર વહાણો પ્રગટ થયાં, ને દ્રષ્ટિની આગળ આવ્યાં, ત્યાં રહેલા કાવડિના વહાણમાંથી ઊતરીને જ્યારે વીરમ મલ્યો. ત્યારે જાવડીએ વીરમનાં બે ચરણોને નમસ્કાર ર્યો. આ ધૂળવડે ભાવસુવર્ણ (સાચું સોનું) થાય એ પ્રમાણે વૃત્તાંત તે વીરમે જાવડીની આગળ કહ્યો. ત્યારે તે જાવડી હર્ષિત થયો. વહાણમાંથી બધી ધૂળ ઉતરાવી ને તે વખતે વહાણમાંથી ગુપ્તપણે સોનાને વીરમ ઘરે લઈ ગયો. સમસ્ત વહાણો વહાણવટીઓને આપીને તે વીરમે અન્ન અને વસ્ત્ર આપી નાવિકોને ખુશ ક્ય, તે વખતે લોકે બોલ્યા કે અભાગથી જાવડીના ઘરમાં ધૂળ આવી અને બીજાના ઘરે બધાં વહાણો આવ્યાં, તે પછી વીરમ સહિત જાવડીએ ધૂળને તપાવી તપાવીને જ્યારે સોનું કર્યું ત્યારે તે જગાતના અધિકારીઓએ કહ્યું, લોભથી તે જગાતના અધિકારીઓએ જાવડી પાસેથી બળાત્કારે પૂર્ણ જગાત લીધી, તે વખતે જાવડી દુઃખી થયો કહ્યું છે કે :
तृष्णाखानिरगाधेयं, दुःपूराकेन पूर्यते ? या महद्भिरपि क्षिप्तै: पूरणैरेव खन्यते॥१॥ मुखं वलिभिराक्रान्तं - पलितैरङिकतं शिरः । गात्राणि शिथिलायन्ते - तृष्णैका तरलायते॥
આ તૃષ્ણારૂપી ખાઈ ઘણી ઊંડી છે દુઃખે કરીને પૂરી શકાય એવી તે કોનાવડે પૂરી શકાય ? (ભરાય?) જે ખાઈ મોટાં પૂરણ નાંખવા છતાં પણ ખોદાતી જ જાય છે (૧) મોટું વળી વડે (કરચલીઓ વડે) આકાંત થયું હોય. મસ્તક સફેદવાળવડે વ્યાપ્ત થયું હોય અને અવયવો શિથિલ (ઢીલા) થયા હોય તે પણ એક તૃણા તેને ચપલ કરે છે, તે પછી ચિત્તમાં અત્યંત ખેદ પામેલો સમુદ્રની પાસે જઈને તેવા પ્રકારનાં વચનોવડે આ પ્રમાણે સમુદ્રને ઉપાલંભ આપવા લાગ્યો હે સમુદ્રદેવ એવા તમે બલવાન સાક્ષી હોવા છતાં પણ જગાતના અધિકારીઓવડે પૂર્ણ જકાત લેવાથી હું ધ્રાયો. તે પછી સમુદેવે પ્રગટ થઈને આ પ્રમાણે કહ્યું, તું આ નગરમાંથી બહારના ભાગમાં નિવાસ કર, તે વખતે જાવડીએ નગરની બહાર બીજે ઘર ક્યું ત્યારે તે વખતે લોકો કહેવા લાગ્યા કે શું શેઠ લક્ષ્મીવડે ગાંડા થઈ ગયા છે? છે કે: ધનથી અંધ થયેલા આંધળા જેવા થાય છે. એ પ્રમાણે સત્ય છે. તો પણ તેઓ બીજાના કહેવાથી બીજાના હાથનો ટેકો લેનારા માર્ગે જાય છે. મદિરાના મદથી મત્ત થયેલો શું સાંભળે છે? ને શું જુએ છે? લક્ષ્મીના મદથી મત્ત થયેલો સાંભળતો પણ નથી ને જોતો પણ નથી. મોટા તરંગના બહાનાથી રુસ્ટમનવાલા સમુદેવે લોકોને અને જગતના અધિકારીઓને ક્ષણવારમાં પોતાની અંદર ફેંકી દીધા, તે પછી મધુમતિના લોક જાવડીના ઘરની ચારે તરફ નિવાસ કરવા લાગ્યાઅને તે મધુમતી નગર અંદર વસ્યું એ પ્રસિદ્ધિ છે, તે પછી ભાવડનો પુત્ર જાવડશેઠ પોતાની લક્ષ્મીનો વિલાસ કરતો પિતાનાં ધર્મકાર્યોને ભૂલી ગયો કહ્યું છે કે:
प्रायः स्मरति धर्मं तु, दारिद्रये समुपागते। पुण्यं विस्मरति प्राप्ते, धने पंसां न संशयः ॥१॥