________________
૫૩૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
જાવડશાનો પ્રબંધ
जावडि बिंबुद्धारे अणुवमसरमजियचेइअट्ठाणे। जहिं होहि जयउ तयं सिरि सित्तुंजय महातित्थं ॥३९॥
ગાથાર્થ :- જાવડીના બિંબના ઉદ્ધારમાં તેમજ અજિતનાથ પ્રભુના ચૈત્યના સ્થાને અનુપમ સરોવર જે ગિરિને વિષે થશે તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જયવંત વર્તો.
ટીકાર્ય - સૌરાષ્ટ્ર દેશમાં પોરવાડકુલમાં ઉત્પન્ન થયેલ ભાવડાના પુત્ર જાવડશાના હાથે બિંબનો ઉદ્ધાર થશે. તેમજ શ્રી અજિતનાથ પ્રભુના ચૈત્યના સ્થાને અનુપમ સરોવર થશે. વસ્તુપાલ અને તેજપાલ બને મંત્રીઓ હતા. તે બનેની અનુક્રમે લલિતાદેવી અને અનુપમા નામની પત્નીઓ થઈ. લલિતાદેવી લલિતાસરોવર કરાવશે અને અનુપમાવડે અજિતનાથ પ્રભુના ચૈત્યની પાસે અનુપમ સરોવરનું કરાવવું જે પર્વતને વિષે થશે, તે શ્રી શત્રુંજ્યતીર્થ જયવંતુ વર્તે, પહેલાં જાવડશાના બિંબનો ઉદ્ધાર કહેવાય છે, તે આ પ્રમાણે :
પાંચાલદેશમાં પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળના આભૂષણ સરખું ને દેવનગર સરખું સ્થાનકુંડલ નામે નગર હતું. પૃથ્વીતલમાં તે નગરના લોકોવડે ચાર યુગવડે અપાયેલાં ચાર નામ પ્રસિદ્ધ થશે. ૧. કુતુર કુડોલ ૩. કંપિલ્લિ ૪. સ્થાન કુંડલ તે શ્રેષ્ઠ સ્થાન કુંડલનગર પ્રસિદ્ધ છે.
ત્યાં પરમાર કુલમાં ઉત્પન્ન થયેલો ભીમનામનો રાજા ન્યાયમાર્ગવડે પૃથ્વીનું રક્ષણ કરતો સર્વ ટેકાણે પ્રસિદ્ધ થયો નેમિદત્ત નામના ધનેશ્વરને નેમિદના નામે સ્ત્રી હતી. અનુક્રમે તે બન્નેને જિનદત્ત નામે શ્રેષ્ઠ પુત્ર થયો. ચોરીમાં તત્પર એવા રાજાએ છલકરીને બળાત્કારે એક લાખ સોનામહોર જિનદત્ત પાસેથી લીધી.
लोकेभ्यः करमादाता -चौरेभ्यस्स्तैन्यरक्षिता। तदीयै र्लिप्यतेराजा, पातकैरिति च स्मृति: ॥१॥ जत्थ राया सयं चोरो - भंडिओ य पुरोहिओ। दिसं वयह नागराया, जायं सरणओ भयं ॥२॥
લોકો પાસેથી કર લેનારે, ચોરો પાસેથી ચોરીનો માલ રાખનારે, એવો રાજા તેના પાપવડે લેપાય છે, એ પ્રમાણે