________________
૫૩૪
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી કાલિકાચાર્યનો સંબંધ
जं कालयसूरिपुरो सरइ सुदिट्ठी सया विदेहे वि इणमि सक्केणुत्तं तं सित्तुंजय महातित्थं ॥ ३०॥
ગાથાર્થ :- જે કાલિકસૂરની પાસે આવીને ઇન્દ્રવડે જે શત્રુંજય મહાતીર્થ હેવાયું. મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્ દૃષ્ટિજીવો જે ઇચ્છે તે તીર્થ ય પામો.
ટીકાર્થ:- શ્રી કાલિકસૂરિની આગળ આવીને ઇન્દ્રવડે જે શત્રુંજય નામનું તીર્થ. હેવાયું મહાર્વિદેહમાં પણ સમ્યગ્દૃષ્ટિ જીવો આ તીર્થમાંના દેવોને નમસ્કાર કરવા ઇચ્છે છે, તે તીર્થ ચિરકાલ જયવંતુ વર્તો.
એક વખત પ્રથમ દેવલોકનો સ્વામી સૌધર્મેન્દ્ર પૂર્વ વિદહમાં નિર્મલ મનવાલા શ્રી સીમંધર જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયો.
તે વખતે શ્રી સીમંધર જિનેશ્વરે ધર્મોપદેશ આપતાં શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય લોકોની આગળ ક્યું. જ્યાં સુધી ગુરુના મુખેથી શ્રી શત્રુંજ્ય એ પ્રમાણે નામ સંભળાતું નથી ત્યાં સુધી જ સર્વ પ્રકારે આ લોકમાં હત્યા વગેરે પાપો ગર્જના કરે છે. જેનું મન હંમેશાં શ્રી શત્રુંજય નામના તીર્થને વિષે હોય તેને રોગ નથી, સંતાપ નથી. દુ:ખ નથી ને વિયોગી પણું નથી.
आसाद्य मानवं जन्म प्राप्य बोधिं गुरोर्मुखात् । यैर्न शत्रुञ्जये देवो तस्तस्याफलं जनुः ।।
જેઓએ મનુષ્યજન્મ પામી, ગુરુના મુખેથી સમ્યક્ત્વ પામી, અને જેઓવડે શ્રી શત્રુંજ્ય ઉપર જિનેશ્ર્વર નમસ્કાર કરાયા નથી તેનો જન્મ નકામો છે. તપ વિના–દાન અને પૂજા વિના ફક્ત શુભભાવથી જ સિદ્ધક્ષેત્રની સ્પર્શના અક્ષયસુખને આપનારી છે.
शत्रुञ्जयसमं तीर्थ- मादिदेवसमः प्रभुः । जीवरक्षासमो धर्मो नास्ति विश्वत्रये पर : ॥
શ્રી શત્રુંજ્ય સમાન તીર્થ -આદિવ સરખા પ્રભુ- જીવરક્ષા સરખો ધર્મ, ત્રણે લોકમાં બીજો નથી ! ત્રણ ભુવનમાં જે ઇન્દ્ર વગેરે દેવો છે અને દેવીઓ પણ છે, તેઓ સદગતિની ઇચ્છાથી આ તીર્થરાજને હંમેશાં સેવે છે.