________________
આમરાજાનો સંબંધ
જોવાયેલો જે વિમલાચલ દુર્ગતિને હણે છે. નમસ્કાર કરાયેલો બે દુર્ગતિને હણે છે. સંઘપતિ થવાથી જે અરિહંતના
પદને કરનારો છે તે વિમલાચલ ય પામો.
आरम्भाणां निर्वृत्तिर्द्रविणसफलता सङ्घवात्सल्यमुच्चे निर्माल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् । तीर्थौन्नत्यं सम्यक् जिनवचनकृति स्तीर्थसत्कर्म्मसत्त्वं, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥ १ ॥
પરલ
તીર્થયાત્રાનાં ફલો-આરંભોની નિવૃત્તિ થાય. દ્રવ્યની સફલતા થાય. સંઘનું મોટું વાત્સલ્ય થાય. સમ્યક્ત્વની નિર્મલતા થાય. પ્રેમી જનોનું હિત થાય. ચૈત્યનો જીર્ણોદ્ધાર આદિકાર્ય થાય. તીર્થની ઉન્નતિ થાય. સારી રીતે જિનવચનનું કરવું થાય. તીર્થનાં સારા કાર્યોમાં સત્વ (પ્રવૃત્તિ) થાય. મોક્ષનો આસન્નભાવ થાય. દેવ અને મનુષ્યની પદવી મળે. આ પ્રમાણે છે (૧) તીર્થનું ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમનું કર્મક્ષય થાય. અભિગ્રહ કરવાથી એક લાખ પલ્યોપમનું કર્મ ક્ષય થાય. ને માર્ગમાં જતાં એક સાગશેપમથી એકઠું કરાયેલું કર્મક્ષય થાય. “ ભોજરાજાએ આ પ્રમાણે શ્રીનન્તસૂરિ પાસે સાંભળીને શ્રી શત્રુંજ્ય આદિ તીર્થોમાં વિસ્તારથી યાત્રા કરી. ભોજરાજાએ ધર્મકાર્યો કરતા પૂર્વના રાજર્ષિ રાજાઓના મોટા યશનો ઉદ્ધાર કર્યો. ભોજરાજાને ધર્મ કરતા જોઇને બીજા મનુષ્યો હર્ષવડે વિશેષથી ઘણાં ધર્મ કાર્યો કરતા હતા.
આ પ્રમાણે આમરાજા તેનો પુત્ર હંક તેનો પુત્ર ભોજ અને બપ્પભટ્ઠીસૂરિનો સંબંધ સંપૂર્ણ