________________
આમરાજાનો સંબંધ
વખતે વૃદ્ધ પુસ્ત્રો આવીને નન્નસૂરીશ્વરને શોરૂપી શલ્યને છેદવા માટે આ પ્રમાણે પ્રગટ રીતે નિશ્ચિતપણે ઉપદેશ આપે છે.
हित्वा जीर्णमयं देहं लभतेऽङ्गी पुनर्नवम् । कृतपुण्यस्य मर्त्यस्य- मृत्यरेव रसायनम् ।।
પર૭
પ્રાણી જીર્ણ દેહને છેડીને નવીન દેહને મેળવે છે. પુણ્યશાળી મનુષ્યને મૃત્યુ એ નિશ્ચે રસાયન છે. ॥ તપ અને નિયમમાં રહેલાને જીવિત અને મરણ ક્લ્યાણરૂપ છે. જીવતો ગુણો પામે છે ને મરેલો સદ્ગતિમાં જાય છે. આ બાજુ દુક રાજાવડે આચાર્ય મહારાજની સાથે જે સેવકો મોક્લાવ્યા હતા તેઓ દુક રાજાની પાસે આવ્યા. તેઓ પાસેથી ગુરુનું મરણ સાંભળીને દુક રાજા વજથી હણાયો હોય તેમ ચિત્તમાં દુ:ખી થયો. મંત્રીઓએ દુક રાજાનો શોક દૂર કર્યો, અને તે રાજા બપ્પભટ્ટીગુરુના શ્રેષ્ઠ ગુણોને હંમેશાં યાદ કરવા લાગ્યો. મામાના ઘરમાં રહેલા ભોજવડે પિતાની ચેષ્ટા અને બપ્પભટ્ટીગુરુની મનની ચેષ્ટા જણાઇ. શ્રી બપ્પભટ્ટીગુરુનું મરણ સાંભળીને રાજપુત્ર ભોજ ક્ષણવાર વજથી હણાયો હોય તેવો થઈને દુઃખ કરવા લાગ્યો. બપ્પભટ્ટી ગુરુ સરખા બીજા કોઇ ગુરુ નથી. જે મારા માટે માર્ગમાં દેવલોકમાં
ગયા.
એક વખત પૂર્વનો ચાકર માલી પૃથ્વીતલ ઉપર ભ્રમણ કરીને ભોજને નમીને બોલ્યો કે હું ભીમવનમાં ગયો હતો. ત્યાં મારાવડે ગુરુના મુખેથી એક સુંદર વિધા પ્રાપ્ત કરાઇ. તે વિધાવડે રવિવારના દિવસે બીજોરું અભિમંત્રિત કરાય તેનાથી હણાયેલા ઘોડાઓ હાથીઓ અને સૈન્ય સહિત મનુષ્યો જલદી નિર્બલ થાય છે અને શત્રુ જલદી વશ થાય છે. ભોજરાજાએ તેનાવડે અપાયેલું બીજોરું લીધું, અને તેને ઉત્તમ વસ્ર આદિપૂર્વક ઘણું ધન આપ્યું. ભોજરાજાએ ધણાં બીજોરાંઓને મંત્રીને જ્યારે શત્રુઓને જીત્યા ત્યારે મામાએ ક્યું કે પિતાના રાજ્યનો આશ્રય કર. મામાવડે ઉત્સાહ પમાડાયેલો ભોજ કેટલાક સૈન્ય સહિત બીજોરાના પ્રયોગવડે શત્રુઓને જીતતો ચાલ્યો. પિતાના દેશ પાસે આવીને તેને જણાવ્યું કે રાજ્ય માટે હું અહીં આવ્યો છું. પુત્રને રાજ્ય આપો. પિતા એવા તમે પૂજ્ય છે. તમારાથી મને રાજ્ય થાય અથવા મરણ થાય, પુત્રના વચનથી તુષ્ટ થયેલા રાજાએ પુત્રને બોલાવ્યો. રાજાને ખરાબ બુદ્ધિ આપનારી ટિકા ગણિકાને ભોજે બીજોરાવડે યમના ઘરે મોક્લી. દુંદુકરાજા પુત્રને બલવાન જાણી તરત રાજ્ય આપી તીર્થયાત્રા કરવા લાગ્યો. અનુક્રમે શ્રી શત્રુંજયતીર્થમાં જઈને તે વખતે ત્યાં અનશન ગ્રહણ કરીને ઉત્તમ ભાવથી દેવલોક્ને શોભાવ્યો.
પિતાના રાજ્ય પર બેઠેલો ભોજ માતાનાં ચરણ કમલને અને ગુરુનાં બે ચરણોને નીતિથી પૃથ્વીનું પાલન કરતો સેવતો હતો. ભય પામતા એવા શત્રુરાજાઓ સત્વરે આવીને ભોજરાજાનાં બે ચરણોને સેવવા લાગ્યા.
હવે ભોજરાજાએ પોતાના સેવકોને શ્રેષ્ઠ એવા મોંઢેરા નગરમાં મોક્લીને શ્રી નન્નસૂરિ અને ગોવિંદસૂરિને આ પ્રમાણે વિનંતિ કરી. કે ગોપનગરમાંથી ભોજરાજા મોઢેરા નગરમાં શ્રી નન્નસૂરિ અને ગોવિંદસૂરિને આ પ્રમાણે વિનંતિ કરે છે કે બુદ્ધિરૂપી ગંગાને ઉત્પન્ન કરવામાં હિમગિરિ સરખા, પ્રબોધ પમાડયો છે જગતના લોકને જેણે એવા, વાણીવડે જીતી લીધા છે બૃહસ્પતિને એવા, મોટા મનવાલા દેદીપ્યમાન સમાચારી કરવામાં તત્પર એવા શ્રી બપ્પભટ્ટીસૂરીશ્વર લાંબા