________________
આમરાજાનો સંબંધ
धर्म्मशोक भयाहार - निद्राकामकलिक्रुधः । यावन्मात्रा विधीयन्ते तावन्मात्रा भवत्यमी ॥
પરપ
ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કજિયો અને ક્રોધ જેટલા પ્રમાણમાં કરાય તેટલા પ્રમાણમાં થાય છે (વધે છે) દુકરાજા ગુના વચનને સાંભળવાથી શોને તજીને દરરોજ જીવદયા છે મૂલ જેનું એવા ધર્મને કરવા લાગ્યો. કે ઘણા સંઘ સહિત ઘણી લક્ષ્મીનો વ્યય કરી શ્રી સિદ્ધગિરિઉપર વિસ્તારથી યાત્રા કરી. દુંદુક રાજાએ ધરાપુરીમાં ઘણું ધન વાપરી શ્રી મહાવીર સ્વામીનું મંદિર કરાવ્યું. ત્યાં સારા દિવસે રાજાએ કરેલા ઉત્સવમાં શ્રી વીર જિનેશ્વરનું બિંબ બપ્પભટ્ટીસૂરિએ સ્થાપન ર્ક્યુ. બપ્પભટ્ટી ગુરુવર્યે પૃથ્વીને પ્રતિબોધ કરતાં જલદી મોક્ષને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. દુંદુક રાજા એક વખત માર્ગમાં જતાં કંટિકા નામની શ્રેષ્ઠ વેશ્યાને જોઇને રાગાતુર થયો. રાજાવડે તે અંતઃપુરમાં લઇ જવાઇ. તેનાવડે વશ કરાયેલો રાજા રાજ્યની જરા પણ ચિંતા કરતો નથી, તેને જ સેવે છે. હ્યું કે છે :- જન્માંધ જોતો નથી, કામાંધ જોતો નથી, મોન્મત જોતો નથી. યાચક ઘેષને જોતો નથી. તે વેશ્યાવડે વશ કરાયેલો રાજા લીલાવતી ક્લાવતી ને શ્રીમતી પટ્ટરાણીને જરા પણ માનતો નથી. ક્લાવતી પ્રિયાથી ઉત્પન્ન થયેલો ભોજનામે પુત્ર રાજાવડે પંડિતની પાસે ધર્મ અને કર્મ આદિશાસ્ત્રો શિખવાડાયો. હ્યું છે કે : મનુષ્યોને આહાર નિંદ્રા ભય ને મૈથુન પશુઓની જેમ સમાન હોય છે. મનુષ્યોને ખરેખર જ્ઞાન વિશેષ હોય છે. જ્ઞાન વગરના મનુષ્યો પશુ છે.
એક વખત એકાંતમાં રાજાની આગળ ક્લાકર નામનો નૈમિત્તિક બોલ્યો. પુત્ર ભોજ ઘણી વયને પામ્યો છે. આ તારો પુત્ર તને યમઘરમાં લઇ જઇને એક્દમ રાજ્ય ગ્રહણ કરશે, તેથી તું એક્દમ યથાયોગ્ય કર. આ જાણીને દુંદુક રાજા ક્ષણવાર વજ્રથી હણાયેલો હોય એવો રહીને જ્યોતિષીને ધન આપીને વિસર્જન ર્યો, તે વખતે ભોજની માતાની દાસીએ આ વાત સાંભળી, તે પછી તેણીવડે ભોજની માતાની પાસે હેવાઇ. ક્લાવતી રાણી પતિના મરણની બીક્વડે અને પુત્રની શંકાવડે ચિંતા સહિત તેજ ક્ષણે હર્ષ ખેદ વડે વ્યાપ્ત થઇ. કૅટિકા ગણિકાએ ક્યું કે હે રાજન ! શ્યામ મુખ કેમ છે ? રાજાએ ક્યું કે શું કરીએ ? યમરાજા મારી ઉપર કોપ પામ્યો છે. જ્ઞાનીવડે મારું મૃત્યુ ભોજપુત્રની પાસેથી હેવાયું છે, કટિકાએ ક્યું કે દુષ્ટ આશયવાલા ભોજને જલદી મારી નાંખ. રાજ્યનો લોભી (જીવ) પુત્રને માતાને, પિતાને, અને ગુરુને હણે છે. જે પુત્ર તમને હણનારો છે તે પુત્રરૂપે શત્રુ છે. કંટિકાના વચનથી દુક ગુપ્તપણે પુત્રને હણવા માટે ઇચ્છે છે. આ બાજુ ભોજની માતા ક્લાવતીએ રાજાનું મન જાણ્યું, તે પછી તે ભોજની માતાએ શ્રેષ્ઠ પાટલી નગરમાં પોતાના ભાઇ ચંદ્રને પતિએ ચિંતવેલું લેખવડે જણાવ્યું. આપનો ભાણેજ સ્વાભાવિક રીતે જલદી વિનાશ પામશે. તું હોય ત્યારે પણ હું જલદી પુત્રવગરની થઇશ. તે પછી તે ચંદ્રપુરમાં ઉત્સવના બહાનાથી આવીને ભાણેજ ભોજને તેજ વખતે પાટલીપુરમાં લઇ ગયો. તે પછી ત્યાં રહેલો ભાણેજ હંમેશાં શસ્ત્રોના અભ્યાસને કરતો વિશેષે કરીને મામાની પાસે ધનુષ્ય ક્લામાં પ્રવીણ થયો. આ બાજુ ટિકાએ રાજાને કહ્યું કે તમારો શત્રુરૂપ પુત્ર બલવાનમાં શ્રેષ્ઠ મામાના ઘરમાં મોટો થયો, તેથી તે પુત્રને ગુપ્તપણે અહીં લાવીને યમના મંદિરમાં પહોંચાડો. રાજાએ ક્યું કે તારાવડે સત્ય હેવાયું કે પુત્ર શત્રુ સરખો છે, તે પછી દુક વડે ભોજને બોલાવાયો. મામાએ મોક્લ્યો નહિ. તેથી દુંદુક રાજા ચિંતાવાલો થયો. ચંદ્ર કે અહીં શરણે આવેલા ભાણેજ ભોજને ઘણું કહેવાથી પણ હું ત્યાં મોક્લીશ નહિ. ક્ષત્રિયોએ બીજા પણ શરણે આવેલાનું રક્ષણ કરવું જોઇએ, અને ભાણેજને તો જીવિત આપવાથી વિશેષે કરીને રક્ષણ કરવા લાયક છે. હું દુંદુક જો તું હમણાં