SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર મહોત્સવ તે ગુરુત્તમ એવા બપ્પભટ્ટીએ તેમાં જિનમંદિરમાં) શ્રી વીરપ્રભુનાં બિંબોની પ્રતિષ્ઠા કરી, આમરાજાને શ્રેષ્ઠ લક્ષણવાલો દર્દક નામે પુત્ર હતો. અને જગતમાં સ્લાધ્ય એવા તે તે ગુણોવડે અત્યંત પ્રસિદ્ધ થયો. એક વખત ગુરુએ કહેલા શ્રી સિદ્ધગિરિના માહાત્મને સાંભળીને આમરાજાએ શ્રી ગુરુપાસે અભિગ્રહ લીધો. હે સદર સંઘયા એવા માટે શ્રી શત્રુંજયગિરિઉપર શ્રી યુગાદિ જિનેશ્વરને નમીને જ જમવું. સુંદર આયવાલો આમરાજા સારા દિવસે જેટલામાં ચાલ્યો તેટલામાં આ પ્રમાણે સંઘ ભેગો થયો. તે વખતે સોનાનાં શ્રેષ્ઠ દેવાલયો સો હતાં. સાત હજાર રથો હતા. આઠ લાખ ઘોડા હતા. ત્રણ કરોડ મનુષ્યો હતા. સાતસો ઊંટો હતાં. અને લાકડાંનાં ત્રણસો દેવાલયો હતાં. સારા દિવસે રાજાએ શ્રી શત્રુંજય તરફ ચાલતાં ગામે ગામે ઉત્સવ કરતાં પુણ્ય ઉપાર્જન ક્યું. માર્ગમાં ચાલતાં રાજાનું શરીર આઠમે દિવસે કરમાઈ ગયું ત્યારે ગુરુ વગેરેએ કહેવા છતાં પણ જ્યારે તે જમતો નથી. ત્યારે રાજાની દ્રઢતા જાણીને કર્ષદીયક્ષે ભાલ નામના વિષમ માર્ગમાં કૃત્રિમ શ્રી સિદ્ધપર્વત રચ્યો. તેની ઉપર ચઢીને રાજાએ સંઘપતિનું સઘળું કાર્ય કરીને શ્રી સંઘસહિત પારણું ક્યું. તે પછી જ્યારે કપઈએ ક્ષણની પેઠે પર્વતને સંહરી લીધો, તે વખતે આકાશમાં વાણી થઈ કે તારો અભિગ્રહ પૂરો થઈ ગયો છે. તે પછી તે કૃત્રિમ) શત્રુંજય ઉપર સુંદર શ્રી ગિરિરાજના અવતારરૂપ રાજાએ પ્રાસાદ વગેરે કરવાથી ર્યો. ત્યાં રાજાએ પ્રાસાદ કરાવીને શ્રીમાન બપ્પભટી ગુરુવર્યપાસે પ્રથમ અરિહંતનું બિંબ સ્થાપન કરાવ્યું. ત્યાં સ્વામીની પાદુકા આદિ સહિત રાયણવૃક્ષ રાજાએ ઘણું ધન વાપરી કરાવ્યું ભાલ દેશના આભૂષણરૂપ ખિસરંદા નામના ગામમાં પાદુકા સહિત તે પ્રાસાદ અને બિંબ હમણાં છે. તે પછી મુખ્ય શ્રી શત્રુંજ્યમાં અતિવિસ્તારથી યાત્રા કરીને રાજા સુંદર ઉત્સવપૂર્વકગોપગિરિમાં આવ્યો. તે પછી એક વખત ઘણા શ્રી સંઘસહિત આમરાજાએ શ્રી શત્રુંજ્યઉપર વિસ્તારથી શ્રી ઋષભદેવપ્રભુની પૂજા કરી. ત્યાં પ્રાસાદને જીર્ણ થયેલો જોઈને આમરાજાએ ઘણા કોડ ધનનો વ્યય કરી ઉદ્ધાર કરાવ્યો, તે પછી આમરાજાએ આખાયે સંઘને હર્ષવડે પહેરામણી કરીને ન્યાય નો સમુદ્ર એવો તે પોતાના નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યો. આમરાજાએ ઘણા રાત્રઓ પાસે પોતાની આજ્ઞા મજબૂતપણે ગ્રહણ કરાવતાં ઘણા દેશોને હાથની લીલાવડે સાધ્યા. એક વખત આચાર્ય ભગવતે વ્યાખ્યાનના સમયે શ્રીરૈવતગિરિને વર્ણન કરીને શ્રી નેમિનાથના (સ્તુતિ૫) આશીર્વાદ આ પ્રમાણે કહ્યા. लावण्यामृतसारसारणि समा सा भोगभूः स्नेहला, सा लक्ष्मी:स नवोद्वमस्तरूणिमा सा द्वारिका तजलम्। ते गोविन्दशिवासमद्रविजयाप्रायाः प्रिया: प्रेरका; यो जीवेषु कृपानिधिय॑धित नोद्वाहः स नेमिः श्रिये॥१॥ લાવણ્યરૂપી અમૃતના સારની નીક સરખી તે હાલ ભોગની ભૂમિ છે, તે લક્ષ્મી છે. તે નવીન ઉદય પામતી યુવાની છે. તે દ્વારિકા છે. તે પાણી છે. તે બલ છે. તે કૃષ્ણશિવોદેવી-સમુદ્રવિજય વગેરે પ્રિયપ્રેરકો છે, તો પણ જીવોને વિષે દયાના ભંડાર એવા જેમણે વિવાહ ન કર્યો તે નેમિનાથ લક્ષ્મીને માટે થાવ.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy