________________
શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર
તારો ગુણ શીતલતા છે તારાવડે (તારી) સ્વાભાવિક સ્વચ્છતા છે. તારા સંગથી બીજા પણ તે શુચિપણાને પામે છે. આથી તારી બીજી સ્તુતિનું સ્થાન શું ? તું પ્રાણીઓનું જીવિત છે. હે પાણી તું જો નીચમાર્ગે જાય છે તો તને અટકાવવાને કોણ સમર્થ છે ? (૧)
૫૧૪
સંવૃત્ત ! સદ્ગુ! મહા! મહાઈાન્ત! कान्ताघनस्तनतटोचितचारूमूर्ते !
आ: पामरीकठिन कण्ठाविलग्नभग्न, જ્ઞા હાર ! જ્ઞાતિમહો મવતા ગુણિત્વમ્ર્ ।।
સારાગોળ– સારા ગુણવાલા મહાન ! પૂજનીય ! મહામૂલ્યવાળા મનોહર સ્ત્રીનાં કઠિન સ્તનના ક્લિારાને ચિત છે સુંદર મૂર્તિ જેની એવા હે હાર ! ખેદની વાત છે કે પામર સ્ત્રીના કઠિન કંઠે લાગવાથી ભાંગી ગયેલા એવા હે હાર! આપવડે ગુણીપણું હારી જવાયું (૨)
जीयं जलबिंदसमं - संपत्तीओ तरंगलोलाओ ।
सुमिणयसमं च पिम्मं, जं जाणसि तं करिज्जासि ॥ १ ॥ लज्जिज्ज जेण जणे, मइलिज्जइ नियकुलक्कमो जेण । कंट्ठि व जीए तं न कुलिणेहिं कायव्वं ॥ २ ॥
(આ) જીવિત પાણીના બિંદુ સરખું છે. સંપત્તિઓ તરંગ સરખી ચપલ છે, પ્રેમ સ્વપ્નના જેવો છે, તું જેમ જાણે તેમ કર. (તું જે જાણે તે કર) (૧) જેનાવડે લોકમાં લજજા પ્રાપ્ત કરાય છે જેનાવડે પોતાના કુલનો ક્રમ મલિન કરાય છે, તેવું કામ કુલવાન પુરુષોએ જીવિત કંઠમાં હોય તો પણ ન કરવું જોઇએ. (૨) એ પધી જોઇને વારંવાર વાંચતો આમરાજા વિચારવા લાગ્યો કે આ કાવ્યો ગુસ્વડે બનાવાયેલાં છે. મારા ઉપર ગુરુની કૃપા છે. મારાવડે ચંડાલિણીના સંગનું પાપ કરાયું છે. તે પાપવડે હમણાં મારો નરકમાં પાત થશે. હું ક્યાં જાઉં ? શું કરું ? ગુરુને મુખ કેમ બતાવું ? હું પાપને છેદવા માટે તપ કરીશ, અને તીર્થની સેવા કરીશ. ઊંચું મોઢું ગ્રહણ કરીને ચાલ્યો જાઉં ? અથવા કૂવામાં પડું ? અથવા તો શસ્રવડે કે ગળાફાંસા આદિવડે હું આત્માને હતું ? આ પ્રમાણે વિચારતો રાજા નગરની બહાર ચિતા કરાવીને જેટલામાં અગ્નિપ્રવેશ કરે છે તે વખતે ત્યાં આચાર્ય મહારાજ આવ્યા. ચારે વર્ણનાં લોટ્ટે ભેગા થયે તે આચાર્યે રાજાને હાથમાં પકડી કે તું શુદ્ધ છે. તું પેદ ન કર, તેં સંકલ્પ માત્રથી ચંડાલિણીને રોવી છે. હે રાજા ! તું સંલ્પવડે અગ્નિમાં પેઠો છે. એથી તું હવે પછી શુદ્ધ છે હ્યું છે કે :
मनसा मानसं कर्म्म, वचसा वाचिकं तथा । कायेन कायिकं कर्म्म- निस्तरन्ति मनीषिणः ॥ १ ॥ कारण काइयस्स, पडिक्कमे वाइयस्स वायाए । मणसा माणसियस्स, सव्वस्स वयाइयारस्स ॥ २ ॥