________________
૫૧૨
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર
વિચારાયું કે તમારા વડે જે નમ્નસૂરિ વખાણાયા તે જો આવા પ્રકારના હોય તો બીજા બધા આવા પ્રકારના જ હશે? આચાર્ય (બાપભદીએ) હ્યું કે તે આચાર્ય પુણ્યશાળી છે. હે પંડિત ! તેનાવડે કોઈ હેતુવડે કામશાસ્ત્રનો અર્થ કહેવાયો છે. પાપરૂપી દ્વારવડે પંડિતોએ કામ આદિ શાસ્ત્રનો અર્થ કહ્યો છે અને તે સ્વર્ગને મોક્ષની પરંપરાને માટે થાય છે. ઈત્યાદિ યુક્તિથી રાજાને ધર્મમાં સ્થિર કરીને બપ્પભટીગુરુએ નમ્નસૂરિ પાસે આવીને આ પ્રમાણે કહ્યું,
આપે આમરાજાની આગળ રાગવાળી કથા હી. તેથી કરીને તેનું મન ધર્મમાં ચલિત થયું છે. શ્રી નન્નસૂરિએ કહ્યું કે મેં પાપદ્વારમાં રાગવાલી કથા કરી હતી. આથી રાજા શા માટે પુણ્યમાં વિપરીત મનવાલો થયો? તે પછી તે બને ગુઓ નમ્નસૂરિ ને ગોવિંદસૂરિ ગુટિકાવડે વર્ણ અને સ્વરનું પરાવર્તન કરીને રહ્યા. તે પછી ગોપગિરિમાં આવીને નટના વેશને ધારણ કરતા તે બન્ને ગુરુએ નાટક્વડે શ્રી આદિનાથનું ચરિત્ર બાંધ્યું (બનાવ્યું-નાટકમાં કામ લાગે તેવું) જે કારણથી તે બન્ને સૂરીશ્વરોએ તે વખતે શ્રેઝનટોને સારી રીતે શિખામણ આપી, જેથી તેઓ તેના જાણકાર થયા. તે બન્ને આચાર્યો આમરાજા પાસે નૃત્ય કરવાની યાચના કરી. (જા લીધી) રાજાએ અવસર આપે તે સમાજના લોકો ભેગા થયા, તે બન્ને ગુરુઓએ કામમાં તત્પર રાજા અને મનુષ્યોની કથાને કરતાં તેઓની ચેષ્ટા-હાવભાવ આદિ લક્ષણ બતાવતાં સંપૂર્ણ સભા અને રાજાને તન્મય ક્ય, જેથી રાજા વગેરે સર્વે ચમત્કાર પામ્યા.
ક્ષણવાર પછી ભરતચક્વત ને બાહુબલી રાજાનું યુદ્ધનું અવતરણ પૂર્વની જેમ તે બન્નેએ સાક્ષાત ક્યું તે પછી બાહુબલીની દીક્ષાના ગ્રહણનો સંબંધ શરૂઆતથી માંડીને અને પ્રથમ ચક્વર્તી ભરતને ક્વલજ્ઞાનની ઉત્પત્તિનું સ્વરૂપ તે બને સૂરીશ્વરોએ અત્યંત બતાવ્યું જેથી સઘળી સભા ચિત્રમાં આલેખેલી હોય એવી જલદી થઈ. એ પ્રમાણે નટ એવા તે બન્ને આચાર્યો નવરસોને બતાવીને કેટલામાં રહ્યા, તેટલામાં રાજાએ એક કરોડ સોનામહોર મંગાવી. રાજાએ કહ્યું કે નીતિમાં ઉત્તમ એવા તમે બન્ને આ એક કોડ સોનામહોર લો. તે બન્નેએ કહ્યું કે હે રાજન ! અમારે બન્નેને લક્ષ્મી વડે શું કરાય? રાજાએ કહ્યું કે લક્ષ્મીવડે શ્રેષ્ઠ ભોજન ને વસ આદિ વડે જીવ સુખી થાય. રાજાએ કહે ક્યું તે બને તે જ વખતે પોતાનું રૂપ પ્રગટ કરીને વૈરાગ્યની કથા માટે પ્રવર્યા, નન્નસૂરીશ્વરને જોઈને રાજાએ હ્યું કે તમે બને ક્વી રીતે નટના વેશને ધારણ કરનારા થયા?ને ક્વી રીતે નૃત્ય ક્યું? નન્નસૂરિએ કહ્યું કે અમો બન્નેને સરસ્વતી પ્રત્યક્ષ છે, તેથી હે રાજના અમારાવડેનવરસો ઉતારાય છે (વર્ણવી શકાય છે)મોઢેરા નગરમાં મારાવડેધર્મ માટે પાપકાર વડે કામમયી વ્યાખ્યા કરાઈ હતી. તે વખતે તારો વિયોગ થયો.
વ્યાખ્યાનના સમયે વ્યાખ્યાન કરતા વિદ્વાનોવડે હંમેશાં પ્રાણીઓને પ્રતિબોધ કરવા માટે ખરેખર નવરસ ઉતારાય છે. (વર્ણવાય છે.) આ પ્રમાણે જાણીને તે વખતે આમરાજાએ ગુરુનાં બે ચરણોને નમીને તે બન્ને આચાર્ય ભગવંતને ખમાવ્યા. બને સૂરિવડે તે ક્ષમા અપાયો. બપ્પભટ્ટી ગુરુ સાથે ત્યાં આવીને તે બને સૂરીશ્વરને પ્રણામ કરીને પરસ્પર કુશાલ સમાચાર પૂછ્યા. અને આચાર્યની સાથે જે નટો મનોહર નૃત્યો કરતા હતા તેઓને રાજાએ નવલાખ સોનામહોર અપાવી, તે વખતે ગુરુના આદેશથી આમ રાજાએ હર્ષથી સાતે ક્ષેત્રોમાં એક કરોડ સોનામહોર આપી. તે બન્ને આચાર્યોએ બપ્પસૂરિજીની આજ્ઞાવડે વિહાર કર્યો અને બપ્પભટ્ટી ગુરુ રાજાના આગ્રહથી ત્યાં જ રહ્યા.
ચંડાલના પાડાની પાસે રહેલી કિન્નર સરખા વરવાલી બાલિકાને ગાતી જોઈને રાજા ગુરુની પાસે આવીને બોલ્યો.