________________
૯૪૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
એ ગિરિ ઋષભકૂટપરે શાશ્ર્વતો, જાસ અભિષેકથી દુ:ખ વારતો;
૩ – શ્રી આદીશ્વર પ્રભુ જેવાને પણ આ તીર્થની પવિત્રતા – અને પૂજયતા કેટલી બધી લાગી હશે ? કે જેથી તેઓ ઘેટીપાગથી પૂર્વ નવ્વાણુંવાર અહીં ઉપર રાયણના વૃક્ષ નીચે સમવસર્યા હશે ? આ વાતજ તેની પવિત્રતા અને શાશ્વતપણાને સાબિત કરનાર છે.
બીજીવાત – એક્વાર શ્રી આદીશ્વર ભગવાન પોતાના પરિવાર (પુંડરીક સ્વામી વગેરે) સાથે અહીં શ્રી શત્રુંજયગિરિપર પધાર્યા છે. પછી આદીશ્વર પ્રભુ જયારે વિહાર કરવાની તૈયારી કરે છે. ત્યારે તેમની સાથે શ્રી પુંડરીક સ્વામીજી વિહાર કરવા તૈયાર થાય છે. ત્યારે પ્રભુ ખુદ તેમને અે છે કે તમે અહીં રોકાઇ જાવ, તમને અને તમારા શિષ્યપરિવારને આ ક્ષેત્રના પ્રભાવે કેવળજ્ઞાન થનાર છે. હવે આપણેજ આમાં વિચારવા જેવું છે કે પ્રભુ જેવા સમર્થ આત્મા પણ જો તે તીર્થના પ્રભાવે તમને કેવળજ્ઞાન થશે. એમ હે તો તે તીર્થનો પ્રભાવ કેટલો ? શું આ તેના શાશ્વતપણાની સાબિતી નથી ? છે.
૪ – કોઇપણ તીર્થના – (૨૧–૧૦૮–૧૦૦૮) આટલાં બધાં નામો પડયાં હોય તેવું બીજા કોઇ તીર્થ માટે બનેલ નથી. આજ તેના કાયમીપણાની – શાશ્ર્વતપણાની સાબીતી છે.
૫ – મુક્તેષુ તીર્થનાથેષુ, ગતે જ્ઞાને મહીતલે;
લોકોનાં તારક : સોડમં, શ્રવણાદ કીર્તનાપિ;
તીર્થંકર ભગવંતો મુક્તિમાં ચાલ્યા ગયા હોય – તેમનો અભાવ હોય, વિશિષ્ટ જ્ઞાનીઓનો પણ અભાવ ગેરહાજરી હોય ત્યારે પણ આ વર્તમાન કાલમાં ભવિજીવોને શ્રવણ કરવાથી – કીર્તન કરવાથી – સ્તુતિ કરવાથી પૂજન કરવાથી – વંદન નમન કરવાથી આ ગિરિરાજ તારનારો બને છે. એના હજારો દાખલાઓ મોજૂદ છે. કોઈકે ક્યાય છોડયા, કોઈક સંસાર છોડી દીક્ષા લીધી, કોઈક દાન દઈને જીવન ધન્ય કર્યું. કોઇક પાપી જીવનનો સાચા દિલથી પસ્તાવો કરીને પુણ્યશાલી બન્યો. અઢીદ્વીપમાં આવું એક્ય તીર્થ નથી.
-
૬ – આ તીર્થના અનેક નાના-મોટા ઉદ્ધારો દેવ અને મનુષ્યોએ કર્યાં છે. અને હજુપણ પાંચમા આરાના છેડા સુધી ઉદ્ધારો થતાંજ રહેશે. હવે તમેજ વિચારો શું આવી રીતે બીજાં તીર્થોના ઉદ્ધારો થતા હશે ? ને થાય છે ખરા ? આજ બીના તેના શાશ્વતપણાનો પુરાવો છે.
૭ -- આ તીર્થના પ્રભાવે અહીં અનંતાનંત જીવો મોક્ષે ગયેલા હતા. વર્તમાન ચોવીશીમાં પુંડરીક સ્વામી વગેરે અસંખ્યાત જીવો મોક્ષે ગયા છે. અને અહીં ભવિષ્યમાં અનંતાજીવો મોક્ષે જશે.
( આજ પુસ્તકમાં આપેલી મોક્ષ પામેલા આત્માઓની નોંધ વાંચવી ખાસ જરુરી છે. )