________________
૯૩૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
રજનીકાંતભાઇ અને શાંતિચંદભાઇએ સહુના સાથ સહકારથી મેળવ્યું.
અભિષેક કરીને સાંજે જ્યારે નીચે ઊતર્યા. અને પોતાના સ્થાનમાં આવી ગયા ત્યારે પોતાના દરેક ધાર્મિક કાર્યમાં ભાગીદાર શ્રી શાંતિચંદભાઈને પૂછ્યું કે કેમ ભાઈ ! આપણું કામ નિર્વિને પાર પડી ગયુંને ? ત્યારે શાંતિચંદભાઈ એ શાસનદેવોની કૃપાથી આપણે પાર ઊતરી ગયા તેમ હા પાડી.
રજનીકાંત ભાઈ અને શાંતિચંદભાઇની ધર્મનાં કાર્યો કરવા માટે એવા સરસ પ્રકારની સાધર્મિક સગાઈ ગોઠ્ઠાઈ ગઈ હતી કે જાણે બે સગા ભાઇઓજ જોઈલો. ધાર્મિક કાર્યો કરવામાં આ બંને પુણ્યાત્માઓ સાથે જ હોય. અરે ! એક બીજાના નામે ગમે તેવું મોટું ધી બોલી દે કે કમ લખાવી દે તો પણ બન્ને જણા પ્રેમથી આપી દેતા હતા. આવી હતી અને આત્માઓની અખૂટ ઉદારતા.
અભિષેના ત્રણ દિવસોમાં જે સાધર્મિકોનું સ્વામીવાત્સલ્ય થયું હતું. તેની પ્રશંસાને વર્ણન સાધર્મિકો પોતાના મુખેજ કરતા હતા. ને બોલતા હતા કે આનું નામ જહેવાય સ્વામીવાત્સલ્ય. અને ભાઇ! આવા અભિષેક પછી આવોજ જમણવાર જોઇએને ? જમ્યા પછી મુખવાસમાં આપવાનો મેવો રસોઈમાં જ પ્રથમથી જ નાખી દીધો હતો.
અભિષેક્તા દિવસની સાંજે રજનીકાંતભાઈને પોતાની નાત તરફથી માનપત્ર આપવાનું ગોક્વાઈ ગયું હતું. તેઓની ઇચ્છા ન જ હતી. પણ સહુના આગ્રહથી એ સમાભમાં ગયા બાલિકાઓએ સ્વાગત ગીત ગયું. પછી કાયમના રિવાજ પ્રમાણે શ્રી નવકાર મંત્રના આઠ પશે ગવાયા “પઢમં હવઈ મંગલ” બોલતાં સવા આઠ વાગે પોતે પોતાની ડેક એક બાજુ ઢાળી દીધી. અને તેમનો આત્મા પરોક્ત પ્રવાસી બની ગયો. તેઓનું જીવન ધન્ય ધન્ય બની ગયું. પોતાના જીવનનું છેલ્લામાં છેલ્લું કાર્યપણ સારી રીતે પૂર્ણ કર્યું. આ બધા પ્રસંગો જોતાં આપણે સહુ એમ કહી શકીએ કે એનું મૃત્યુ સમાધિમય થયું. જો મૃત્યુ પામતાં આવા ઉત્તમ સંજોગો મલે તો પછી જોઈએ પણ શું?
એ આત્માને મૃત્યુ સમયે વિરતિમાં વરસીતપ ચાલુ હતો, અઠ્ઠમતપ હતો, ચોવિહારો બીજો ઉપવાસ હતો. આવા તપમાં ને સિદ્ધગિરિની ગોદમાં શું માંગેલું મૃત્યુ મળે ખરું? હા રજનીકાંતભાઈને તો મલી ગયું, ને તેઓ ધન્ય બન્યા.
આવા સંયોગોવાળું મૃત્યુ ભલભલા આત્માઓને પણ મળવું અઘરું છે.
એમની વિનશ્વર કાયાને ધર્મકાય ગણીને તેના પર પૂ. આચાર્ય ભગવંતો-મુનિરાજો – સાધ્વીજી મહારાજો શ્રાવક અને શ્રાવિકાઓએ વાસક્ષેપ નાંખ્યો. પાલખી બનાવીને મુનિરાજની જેમ રમશાનયાત્રા પણ નીકળી અને છેલ્લે અગ્નિસંસ્કારની વિધિ પણ થઈ. અને આપણા સહુના માટે રજનીકાન્તભાઈ ઈતિહાસમાં સ્થપાઈ ગયા.
મારી નમ્ર માન્યતા મુજબ એમની કાયાને ધર્મકાય માનવી જોઈએ કારણ કે તેમના કુટુંબીજનોએ કર્યો નથી. શેનાં કાર્યો ક્ય નથી. અને પાશ્વનાં અધૂરાં કાર્યો પણ પૂરાં જ છે, ખરેખર ૧૯૩૯ - વર્ષ તીર્થના ઉદ્ધારક જાવડશા શેઠની જેમ એ આત્માએ સ્વર્ગસ્થ થવાનું કાર્ય પણ તેજ દિવસે પરિપૂર્ણ .