________________
૯૩૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
તેઓની ભાવનાનેઓની કામ કરવાની તમન્ના– તેઓની ભક્તિ અને તેઓની કાર્ય કરવાની ધગશવાળી શક્તિને ધન્યવાદ આપવા ઘટે છે. વીર સૈનિકની સંસ્થાએ આ કાર્ય એવી રીતે ક્યું હતું કે જેના માટે સહુના મોઢેથી એજ્જ વાત બોલાતી હતી કે ધન્યવાદ છે અમારા વીર સૈનિકોને ખરેખર તેઓએ આ તીર્થભક્તિનું કાર્ય કરીને પોતાની કાર્યશક્તિનો પરચો બતાવ્યો છે.
તેઓને કાર્ય કરતા જોઈને કેટલાક ભાવિકો તેમને આનંદથી પગે લાગતા હતા. અને મનમાં વિચારતા હતા કે આવો લાભ અમને ક્યારે મળશે?
શ્રી શત્રુંજયના મહિમા–પ્રભાવને વધારનારો જે અભિષેક થવાનો છે તેની જન સમાજમાં અને જૈન સમાજમાં ભાવનાની એક ચિનગારી પ્રગટી ઊઠે તે માટે તેઓએ મુંબઈ શહેરમાં-૧૦૭૬ ધજાનો ભવ્ય વરઘોડો કાઢયો હતો અને સોમનાથથી અયોધ્યા સુધી જનાર રામ રથયાત્રાની જેમ જૈન સમાજમાં ચિનગારી પ્રગટાવવા માટે ગિરનારના ગજપદકુંડનું પાણી કાવડમાં મૂકીને જમીન પર મૂક્યા વગર સંઘ સાથે વાજતે ગાજતે લાવવામાં આવ્યું. આ અભિષેકમાં આર્ષણનું એ એક મુખ્ય અંગ હતું. તે કાવડને મારા યુવાન સાધર્મિક ભાઈઓએ ભક્તિ ભરેલાં હૈયાથી ઉપાડી હતી. જેથી ગામોગામ શ્રી શત્રુંજય માટેની ભક્તિ ભાવનાનાં પૂર ઊમટ્યાં હતાં. આમ પાલિતાણામાં અભિષેન્ના નામે રોજ રોજ નવા નવા કાર્યક્રમો જાહેર થાય ને ઊજવાય.
અભિષેકમાં લાભ લેનારા માટે વર્ધમાન તપની ૧૭, ઓળી- ૯ - ઉપવાસથી –૬૮- સુધીના ઉપવાસો-ચતુર્થવ્રત– વગેરે નિયમો રાખ્યા હતા. તેમાં પણ સાધર્મિકોની પડાપડી થતી હતી. પછી અભિષેકનો સમય નજીક આવતાં બાકી રહેલા સાધર્મિકોની અને બીજા ભાવિકોની માંગણી ચાલુજ હતી કે અમોને પણ આમાં લાભ મળવો જોઈએ. તેના માટે અઠ્ઠમતપ-૯-લાખ નવકાર–એક વર્ષ સુધી બ્રહ્મચર્ય- છેવટે ઓછામાં ઓછા એક લાખ નવકાર આવાં નાના નિયમો સાથે. ભાવનાવાળા ભાવિકોને છગાઉના દરેક સ્થલમાં અભિષેક કરવાના પાસ આપીને તેઓને લાભ આપ્યો.
- આ અભિષેન્ના દિવસે મોટો ગિરિરાજ પણ નાનો લાગતો હતો. જ્યાં જુઓ ત્યાં સાધર્મિક અભિષેના ઘડાઓ લઈને ઊભા હોય. જાણે આકાશમાંથી દેવતાઓજ સાક્ષાત આ અભિષેક કરવા પધાર્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આપણે એમ લ્પના કરી શકીએ કે પ્રભુજીના જન્માભિષેકમાં મેરુપર્વત પર આવુંજ દેશ્ય સર્જતું હશે ને ?
અભિષેર્ આવું મોટું કામ કરવા માં તેઓમાં જરાપણ અભિમાન નહોતું. કોક ભાવિક જઈને કંઈક સૂચન કરે તો હાથ જોડીને કહેતા હતા કે તમારા સૂચન પ્રમાણે કરવા માટે અમે પ્રયત્ન કરીશું.
વિહાર કરીને પધારી રહેલા પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે સ્થાન-વાસણ વગેરેની યથાશક્ય સગવડો કરી હતી તથા વેળી – માણસ વગેરેનો પગાર ચૂકવવા માટે - ૮૧૦ દિવસ પહેલાં ખેતલાવીરમાં એક પેઢી ખૂલી ગઈ હતી ત્યાં જઈને કહેતાં તુરત જ જગ્યા મળી જતી હતી. અને માણસોનો પગાર ચૂક્વાઈ જતો હતો. જેનું સફળ સંચાલન