________________
આમરાજાનો સંબંધ
૫૦૩
વિચિત્ર શરીરવાલા, લાંબાકાળથી પીઠઉપર લાગેલા અમોને તું શા માટે છોડી દે છે અથવા ભલે છેડી દે છે શ્રેષ્ઠ મયૂર ! ખરેખર એ તને જ હાનિ છે. ફરીથી અમારી સ્થિતિ તો રાજાઓનાં મસ્તકોને વિષે થશે (૩)
આચાર્ય પૃથ્વીતલ ઉપર વિહાર કરતાં કેટલાક દિવસે અનુક્રમે લક્ષણાવતી નગરીમાં ઉદ્યાનમાં ગયા તે નગરીમાં ન્યાયી એવો ધર્મરાજા છે, તેની સભામાં રાજાની આગળ કવિરાજે કવિની કાવ્યપંક્તિ કહી. આચાર્ય મહારાજને ત્યાં આવેલા જાણીને વિસહિત રાજા પ્રવેશઉત્સવપૂર્વક નગરીની અંદર લાવ્યો. રાજાએ આપેલા મોટા ઘરમાં રહેલા આચાર્યને નિરંતર નમીને કવિત્વોને સાંભળીને ધર્મરાજા સુખ પામતો હતો. તે વખતે અનેક કવિઓ આચાર્યવડે રંજિત કરાયા અને જિતાયા, તે તેમનાં ચરણોને સેવે છે અને લાંબા કાળથી ઉત્પન્ન થયેલા સંશયોને કાપે છે.
હે શેષ નાગ ! તું ભુવનના ભારને વિષે જોડાયેલો છે. ને નીચે ન કર. (નમાવીશ નહિ) તું એક દુઃખી હોત ઇને બધા ભુવને સુખી થાય છે.
તે સુવર્ણગિરિવડે શું? તે રૂપાના પર્વતવડે પણ શું? જેનો આશ્રય કરવાથી વૃક્ષો તે વૃક્ષો જ છે. અમે (તો) મલયગિરિને જ માનીએ છીએ કે જેનો આશ્રય કરવાથી કોરટ-નીબ અને કુટજ વૃક્ષો પણ ચંદન થાય છે. (૨) કવિઓ વડે અહીં સજજનોના હૃદયને નવનીત કહેવાય છે તે બરોબર નથી. કારણ કે સજજનોનું હૃદય બીજાના દેહમાં વિલાસ કરતા સંતાપથી દ્રવે છે. પણ માખણ દ્રવતું નથી. (૩) આ બાજુ ગોપગિરિમાં આમરાજા પોતાના ગુરુને નહિ જોવાથી અને નગરના દ્વારમાં ત્રણ કાવ્ય જોઈને રાજા ખિન્ન થયો તે આ પ્રમાણેઃ- “યામ: સ્વસ્તિ-તવાસ્વિતિ, ”
આ આગળ હી ગયા તે અર્થવાળા ત્રણ શ્લોકો
સંધ્યા સમયે વૃક્ષ ઉપર આવીને પક્ષી રાત્રિ સુધી નિવાસ કરીને ઊડી-ઊડીને પોતાની ઇક્તિ દિશામાં જાય છે. વર્ષાકાળ આવતો જોઈને હેરાજના રાજહંસો પોતાને ઈષ્ટ એવા માનસ સરોવરમાં જાય છે. કાવ્યનો અર્થ જાણવાથી અને તે વખતે ગુસ્ના અક્ષર જોઈને રાજા વિચારવા લાગ્યો કે ગુરુ બને છેડીને ક્યા કારણથી ગયા?
એક વખત રાજાએ બાહ્ય ઉદ્યાનમાં કાળા સર્પને મુખમાંથી પકડીને ઘરે લઈને વસવડે ઢાંકીને છોડયો. (પછી) રાજાએ બે પદ કરીને (બનાવીને) એ કવિઓને આપ્યાં.
શસ્ત્ર શાસ્ત્ર કૃષિ વિદ્યા, અન્યો યો યેન જીવતિ;
બહાસ-શાસ-ખેતીને વિદ્યા બીજો છે જેના વડે જીવે છે.”
રાજાવડે ચિંતવાયેલી આ સમસ્યા કોઇવડે પણ પુરાઈ નહિ ત્યારે બપ્પભટ્ટસૂરીશ્વર ગુરુને યાદ ક્યું. તે પછી રાજાએ મંત્રી પાસે પહ વગડાવ્યો. જે મનુષ્ય મારી આ ટૂંકી (નાની) સમસ્યા પૂરશે તેને લાખ સુવર્ણટેક આદરપૂર્વક હું આપીશ. તે પછી કોઈ જુગારીએ આવીને તે સમસ્યા આ રીતે પૂરી.