________________
૮૮૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
(૧) અમદાવાદવાળા શેઠશ્રી હઠીસીંગ કેશરીસિંહે શ્રી ધર્મનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું છે. (૨) શ્રી અમીચંદ દમણીએ શ્રી ધર્મનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું છે તે. તેઓ શેઠના દીવાન કહેવાતા હતા, તે દેરાસરના ગભારામાં ભીત રનના બે સાથિયા લગાવેલા છે. (૩) શેઠશ્રી પ્રતાપમલ જોયતાનું બંધાવેલું ચૌમુખજી મંદિર છે. તેઓ શેઠના મામા થતા હતા. (૪) બીજુ ચૌમુખજીનું મંદિર ધોલેરાવાળા શેઠશ્રી વીરચંદ ભાઇચદે બંધાવેલ છે. (૫) શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર ઘોઘાના શેઠશ્રી પારેખ કીકાભાઈ ફૂલચંદે બંધાવેલ છે. (૬) ત્રીજું ચૌમુખજીનું મંદિર માંગરોલવાળા–નાનજી ચીનાઈએ બંધાવેલ છે. (૭) શ્રી આદીશ્વર પ્રભુનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઈનું બંધાવેલ છે. (૮) શ્રી પદ્મ પ્રભુનું દેરાસર પાટણવાલા શેશ્રી પ્રેમચંદ રણજીભાઈએ બંધાવેલ છે. (૯) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સુરતવાળા શ્રી તારાચંદ નથુભાઈનું બંધાવેલ છે. (૧૦) શ્રી ગણધર પગલાંનું દેરાસર સુરતવાલા શેઠશ્રી ખુશાલચંદ તારાચંદનું બંધાવેલ છે. (૧૧) શ્રી સહસ્રટનું દેરાસર મુંબઇવાલા શાહ જેઠાલાલ નવલશાહનું બંધાવેલ છે. (૧૨) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર શેઠશ્રી કરમચંદ પ્રેમચંદે બંધાવેલ છે. (૧૩) શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ખંભાતવાલા પારેખ સ્વરૂપચંદ હેમચંદનું બંધાવેલ છે. (૧૪) શ્રી મહાવીર સ્વામીનું દેરાસર પાણવાલા જેચંદભાઈ પારેખનું બંધાવેલ છે.
uદાનો દરબાર
મોતીશા શોક્ની કુમાંથી બહાર નીલ્યા પછી જાત્રાળુઓ જેના માટે અનિમેષ નયને રાહ જોઈ રહ્યા હોય છે તે દાદાનો દરબાર હવે શરુ થાય છે. શ્રી શત્રુંજ્યના અધિષ્ઠાતા દેવાધિદેવ શ્રી આદિનાથ દાદા આ ટ્રકમાં બિરાજે છે.
આ દાદાની ટૂના બે ભાગ છે. તેના પ્રથમ ભાગને બે વિમલવસહી ” કહેવાય છે. અને બીજા ભાગને હાથીપોળ કહેવાય છે.
વિમલવસહીમાં પેસતાંજ ડાબી બાજુએ શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર છે. જેમાં આપણે બીજું ચૈત્યવંદન કરીએ છીએ. આ મંદિર દમણવાલા શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલું છે. તેની બાજુમાં નીચેના ભાગમાં શ્રી શત્રુંજય તીર્થની અધિષ્ઠાત્રી દેવી ચકકેસરીની દેરી છે.
સં – ૧૫૮૭- માં શેઠશ્રી કરમાશાએ માતાની સ્થાપના અને પ્રતિષ્ઠા કરાવી હતી. બહારના ભાગમાં પદ્માવતી - નિર્વાણી – સરસ્વતી અને લક્ષ્મી દેવીની મૂર્તિઓ આવેલી છે. બાજુની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની સુંદર