________________
પ્રેમવસહીની ટ્રક
૮૮૫
પ્રેમવસહીની આ કુમાં – મુખ્ય – ૭ – દેરાસરજી છે, ઉપરાંત ૫૧ – દેરીઓ – ૧૫ર – ગણધરનાં પગલાં છે. આ સાત દેરાસરામાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનાં બે મંદિરો, સુરતવાળા રોશ્રી રતનચંદ ઝવેરચંદ અને પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલાં છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર પાલનપુરવાલા મોદીએ બંધાવેલું છે. અને બીજાં બે શ્રી ચંદ્ર પ્રભુજીનાં દેરાસરો મહુધાના નીમા શ્રાવકો અને રાધનપુરવાળા શેશ્રી લાલચંદભાઈએ બંધાવેલ છે આ ટ્રકમાં નીચે એક કુંડ આવેલો છે. અને આ કુંડનાં પગથિયાં પાસે ટ્રકને બનાવનાર મોદી કુટુંબની કુળદેવી ખોડિયાર દેવીની મૂર્તિ છે.
આ પ્રેમવસહીની ટુકુમાં (૧) શ્રી ઋષભદેવ પ્રભુ – (૨) પુંડરીક સ્વામી (૩-૪) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ (૫) શ્રી અજિતનાથ (૬-૭) શ્રી ચંદ્રપ્રભુનું મંદિર એમ કુલ સાત મંદિરો છે.
SEOLE ELE bizzzzzzzzzzzzzzzzzzzzzrrrrrrrrrrrrry
પ્રેમવસહીની ટુકુથી નીચે ઊતરતાં પહાડમાંથી કોતરી કાઢેલી –૧૮-ફૂટ ઊંચી અને ૧૪ફૂટ પહોળી અદભુત દાદા " અદબદ દાદા અથવા આદિનાથ દાદાની મૂર્તિ આવેલી છે.
બહારની બાજુએ એક નાનકડી દેરી છે. જેમાં અદબદ દાદાનાં બહેન માણેક બહેન બેઠાં છે. સ્નના હારમાં બહેનને બે મોતી ઓછાં પડ્યાં, તેથી તેઓ રિસાઈ ગયાં, આવા ભાવોને પ્રગટ કરતી માણેક બહેનની મૂર્તિ ખૂબજ મનોહારી છે.
યાત્રિકે અદબદ દાદા પાસે આવે છે. અને બોલે છે કે દાદા ગોળ ખાશો કે ઘી?ને એના પડઘા મંદિરમાં ઊઠે છે. જાણે દાદા પહાડને ગજવે છે. નાનાં બાળકો અદબદ દાદા પાસે આવીને આવી મોટી મૂર્તિને જુએ છે એટલે આનંદમાં આવી જાય છે. આ પ્રતિમાની પ્રતિષ્ઠા (સ્થાપના) વિ. સં – ૧૬૮૬ – માં રોશ્રી ધરમદાસે કરાવી હતી. દાદાની પૂજાવર્ષમાં એક વખત થાય છે. અને ત્યારે પૂજા માટે નિસરણી મૂક્વી પડે છે.