________________
શ્રી શત્રુંજય ગિરિરાજની નવ્વાણું યાત્રા કરવાની વિધિ
૮૫
ગંભીરા ” સુધીનો કરવો.
(૧૦) હંમેશાં યથાશક્તિ અષ્ટ પ્રકારી પૂજા કરવી.
(૧૧) એક વખત –૧૮- લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો.
(૧૨) શક્તિ હોય તો ચોવિહાર છઠ્ઠ કરીને ઉપરની સાત યાત્રાઓ કરવી. હંમેશાં મનમાં પુંડરીકગિરિનું ધ્યાન કરવું ઘેટીની પગથી – રોહિશાળાની પાગથી – અને શેત્રુંજી નદીની પાગથી એક એક્વાર અવશ્ય યાત્રા કરવી.
તેજ રીતે બાર ગાઉ – છ ગાઉ – ત્રણ ગાઉ અને ઘેઢ ગાઉની યાત્રા પ્રદક્ષિણા કરવી (અત્યારે શેત્રુંજી નદી પર ડેમ થવાથી બાર ગાઉની યાત્રા બંધ થઈ ગઈ છે.)
(૧૩) નવે ટૂનાં નવ વખત દર્શન કરવાં. અને નવ ટૂકમાં દરેક ટુક્ના મૂલનાયક પાસે એક એક ચૈત્યવંદન કરવું જોઇએ
(૧૪) – એક વખત ગિરિરાજની સંપૂર્ણ પૂજામાં તલાટીથી માંડીને રામપોળ સુધીમાં જે જે પગલાંઓ અને પ્રતિમાજીઓ પધરાવેલાં છે. તે બધાની પૂજા કરવી. આપણાથી કંઈ પણ આશાતના થઈ હોય તો તે પૂજાવડે તેનું નિવારણ થઈ જાય છે.
I
|
|
|
|
|
|
|
|
_
|
|
-
1
-
-
-
-
-
-
-
-
-
-
G
to
see
er
-
HELHI
- OT
ક
શ્રી શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થતાં-ફળો
UTTHHHE
૧- શ્રી સિદ્ધગિરિને સ્પર્શ કરનાર પ્રાણીઓને રોગ-સંતાપ-દુ:ખ-વિયોગ-દુર્ગતિ અને શોક થતાં નથી.
૨ – આ ગિરિરાજનાં દર્શન અને સ્પર્શનથી સંસારમાં ઉત્તમ પ્રકારનાં ભોગસુખો અને અંતે મુક્તિનું સુખ મળે છે.
૩ – તીર્થના પ્રભાવથી ગાઢ અને નિકાચિત કર્મોનો પણ નાશ થાય છે.
૪ – જેઓ અહીં આ તીર્થની યાત્રા-પૂજા–સંઘની ભક્તિ અને સંઘની રક્ષા કરે છે. તેઓ સ્વર્ગલોક્માં પૂજાય છે.