________________
૮૨
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી ગિરિરાજની પાગ - રસ્તાઓ
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તાને પાગ-પાજ–પાયગા કહેવાય છે. તેવા રસ્તાઓ મુખ્ય ચાર છે. (૧) પાલિતાણાની પાગ-જ્ય તલાટીએ ચૈત્યવંદન કરીને ઉપર ચઢીએ છીએ તે. તે પાગ ઉત્તર દિશાની છે.
(૨) શ્રી શત્રુંજ્ય નદીની પાગ-પાલિતાણાથી હસ્તગિરિના રસ્તે લગભગ –૪– માઈલ જતાં શ્રી શત્રુંજ્ય નદી આવે છે. તે નદીનું પાણી ગાળીને વાસણમાં લઈને ઉપયોગ – જ્યણા પૂર્વક સ્નાન કરીને પૂજાનાં કપડાં પહેરીને ત્યાંથી ગિરિરાજ ઉપર ચઢીને દાદાની પૂજા કરવાની હોય છે. જેના માટે દુહામાં લખ્યું છે કે :
શેત્રુંજી નદી નાહીને, – મુખ બાંધી મુખકોશ;
દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ શ્રી શેત્રુંજી નદીનો ડેમ બંધાવાના કારણે તે પગલાં મૂળ જગો પરથી ખસેડીને ગામ પાસે સ્થાપન કરાયાં હતાં. પણ હાલ તો તે પગલાં પણ પાણીમાં ડૂબેલાં રહે છે. આ પાગને પૂર્વ દિશાની પાગ અથવા શેત્રુંજી નદીની પાગ એ નામે બોલાય છે.
(૩) રોહીશાળાની પગ. રોહીશાળા ગામ તરફથી ગિરિરાજ ઉપર ચઢવાનો રસ્તો-પાગ. તેને રોહીશાળાની પાગ કહેવાય છે.
રોહીશાળા ગામ પાસે એકજિનમંદિર હતું. પણ તે મંદિર ડેમ બંધાવાના કારણે તે પાણીમાં જતાં તેમાંથી મૂર્તિઓ ઉપાડી લઈને સરકારે આપેલ જગ્યામાં ડેમ ઉપર નવું જિનમંદિર બાંધવામાં આવ્યું અને ત્યાં તે મૂર્તિઓ પધરાવવામાં આવી.
રોહીશાળા ગામ પાસે એક ગામ છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન કરીને ઉપર ચઢવાની શઆત કરવી. ઉપર ચઢતાં વચમાં એક કુંડ આવે છે. ત્યાંથી ચાલતાં ને ચઢતાં રામપોળના દરવાજે અવાય છે. છ ગાઉની પ્રદક્ષિણામાં પણ આ રોહીશાળાની પાગથી થોડુંક નીચે ઊતરીને પાછળ તરફ જવાનું હોય છે. આ પાગને દક્ષિણ દિશાની માગ કહેવાય છે. આ પગને ત્રણ ગાઉમાં પણ ગણવામાં આવે છે.
(૪) ઘેટીની પાગ:-આતપર (આદિપુર-આદપુર)ગામથી શ્રી ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. આતપર ગામમાં એક સુંદર –ધર્મશાલા ભાથાખાનું – દેરાસર વગેરે છે. હાલમાં એક વિશાલકાય પ્રભુની મૂર્તિવાળું એક નૂતન દેરાસર બની રહ્યું છે. ઘેટી ગામ નજીક હોવાથી આ પાનનું નામ ઘેટીની પાગ એમ પાડવામાં આવ્યું છે. અથવા પહેલાના