________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
કરવાથી દેઢ ગાઉની પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે.
તે છ ગાઉની પ્રદક્ષિણા ,
(આ ગાઉનો રસ્તો ખૂબજ ઊંચો નીચો ને લાંબો હોવાથી સંભાળીને ચાલવું પડે છે. નહિતર લપસી જવાય છે. આ પ્રથમ સૂચના છે.)
દાદાનાં દર્શન અને ચૈત્યવંદન કરીને રામપોળની બારીથી નીકળતાં આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે. તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે ત્યાં દર્શન કરીને આગળ ચાલતાં અર્ધ ગાઉ ગયા પછી “ઉલ્કાજલ” નામનું સ્થાન આવે છે. આ સ્થાનમાં ઉપરની બારીમાંથી નાંખેલું દાદાના નવણનું જલ અહી આવે છે. અહીં એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન – ચૈત્યવંદન કરીને આગળજતાં પોણો ગાઉ પછી “ચિલ્લણ તલાવડી " (ચંદન તલાવડી) આવે છે. અહીં આ સ્થાનમાં શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાંની બે દેરીઓ છે. તેમાં એવી દંતકથા છે કે શ્રી અજિતનાથ ભગવાન અને શાંતિનાથ પ્રભુ આ સ્થલમાં ચોમાસું રહ્યા હતા. તેની યાદગીરી માટે સામ સામી બે દેરીઓ સ્થાપન કરવામાં આવી હતી. એક વખત નંદિષણ નામના મુનિ (એક મત જેઓ નેમિનાથ પ્રભુના સાધુ હતા. બીજા મતે શ્રી મહાવીરના સમયમાં થયા છે) આ ગિરિરાજની યાત્રા કરવા માટે આવ્યા ત્યારે આ બન્ને દેરીઓ સામ સામી હોવાથી એની સામે બેસીને ચૈત્યવંદન કરે તો બીજાને પૂંઠ થાય. જેથી તેઓએ હૃદયની શુદ્ધ ભાવનાથી એવી રીતે બને પ્રભુના નામની સ્તુતિ કરી કે જેથી આ બન્ને દેરીઓ એજ્જ દિશામાં જોડે જોડે થઈ ગઈ. જેમ શ્રી માનતુંગસૂરિ મહારાજને શ્રી ભક્તામર સ્તોત્રની –૪૪– ગાથાઓ બોલતાં -૪૪- બેડીઓ તૂટી ગઈ હતી તેમ. તે વખતે સ્તુતિરૂપે કરાયેલી જે સ્તુતિ. તે “અજિતશાંતિ ” સ્તવન તરીકે પ્રગટ થઈ અને પછી પ્રતિક્રમણમાં સૂત્રરૂપે દાખલ થઈ.
આ બે દેરીઓ પાસે અત્યંત મહિમાવાળી ચિલ્લણ (ચંદન) તલાવડી, તથા કાઉસ્સગ્ન કરવા માટેની સિદ્ધ શિલા છે. આથી દેરી પાસે ચૈત્યવંદન કરવું અને જ્યાં સિદ્ધ શિલા છે. ત્યાં યથાશક્તિ-૧૦-૨૭–૨૧–૯–૮-લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો.
પછી આગળ બે માઈલ જતાં ભાડવાનો ડુંગર આવે છે. આ શિખર ઉપર શાંબ અને પ્રધુમ્નકુમાર આદિ ફાગણ સુદિ -૧૩- ના દિવસે સાડા આશ્ચંડમુનિઓ સાથે મોક્ષે ગયા હતા. ત્યાં તેમનાં પગલાંની એક દેરી છે. ત્યાં ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઊતરતાં “સિદ્ધવડ" નામની જૂની તળેટી) છે. અહીં વડનીચે દેરીમાં શ્રી આદિનાથ પ્રભુનાં પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પૂરી થાય છે.
અત્યાર સુધી તો નજીકમાં રહેલા આદપુર ગામની બહાર ખેતરોમાં યાત્રાળુઓની ભક્તિ કરવા માટે જગ્યા ભાડે લઈને મો બંધાતા હતા. હવે તો જ્યાં છ ગાઉની યાત્રા પૂરી થાય છે. ત્યાંની વિશાળ જગ્યા રોશ્રી આણંદજી