________________
સવા-સોમાની ટૂક્યો ઇતિહાસ
૮૪૩
લેવાની ના પાડે છે. તેથી એ પૈસાનું શું કરવું?
વટે નકકી કરવામાં આવ્યું કે આ રકમમાં બીજી રકમ ઉમેરીને શ્રી શત્રુંજયઊપર ઊંચામાં ઊંચું મંદિર બંધાવવું તેથી આ ચૌમુખજીની ટૂકુ સંવત-૧૬૭૫– માં બંધાઈ આને સવચંદ રાઠ-અનેસોમચંદ શેઠના નામથી- સવા સમાની કું પણ કહેવાય છે. તેનું એક નામ ખરતરવસહી પણ કહેવાય છે.
શિજી
છે.
&
&
&
&
પોતાના જીવનનું સર્વધન દાનમાં આપી
દેનાર ભીમા - કંડલિયાની વાર્તા
પિતાની ઇચ્છાનુસાર બાહડ મંત્રીએ સંવત – ૧ર૧૩ ની સાલમાં શ્રી શત્રુંજયનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. તે સમયની આ વાર્તા છે.
શ્રી શત્રુંજયગિરિની તળેટીમાં શ્રી બાહડ મંત્રીના મુખ્યપણા નીચે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટે મંડપમાં શ્રી સંઘ ભેગો થયો છે. બાહામંત્રી વગેરે ગામે ગામના સંઘપતિઓ મંડપમાં ભેગા થઈને જીર્ણોદ્ધાર માટે થતી ટીપમાં નામ નોંધાવવા પડાપડી કરે છે.આજુબાજુના ગામોમાં ખબર પડતાં દરેક સ્થલના ભાવિકો આવીને ઉદ્ધારના અનુપમ પુણ્ય કાર્યમાં નાણાં આપવા માટે શ્રી બાહડમંત્રીને વિનંતિ કરે છે. મંત્રીશ્વર લેવાની ના પાડે છે. પણ પછી દાક્ષિણ્યતાથી - શરમથી સ્વીકારે છે.
આવા વિશાળ સંઘનાં દર્શનાર્થે તથા ઉદ્ધારમાં પૈસા આપીને લાભ લેનારાઓની ભીડ જામી છે. વિશાલ મંડપમાં ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી.
તે વખતે એક ભીમો કુંડલિયો નામનો વાણિયો જે માત્ર છ દ્રમની મૂડીનું ઘી લઈને ત્યાં આવ્યો હતો. તે ઘી ને બાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ છદ્રમ ઉપરાંત એક દ્રમ અને એક એપયાનો નફો થયો. પછી તેણે એક રૂપિયાનાં પુષ્પો લઈને પૂજા કરી, અને પછી તે ભીમો શ્રાવક તંબુનાં બારણાં સુધી તો આવ્યો, પણ જાડાં અને જરા મલિન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતો નથી. જેથી તે ઊંચો નીચો થઈ રહેલ છે.
જેની દૃષ્ટિ ચારે બાજુ ફરે છે એવા બાહડમંત્રીની દૃષ્ટિ બારણાં તરફ ગઈ, ને જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે. પરંતુ દ્વારપાળના રોક્વાથી અંદર આવી શક્તો નથી, દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર આવવા દે. જેથી તેણે