________________
શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર
તે છ મહિનાથી નિરંતર તીવ્ર મસ્તકની પીડાવડે વ્યાપ્ત થયો. મંત્ર – તંત્ર – ઔષધિ અને યંત્રવડે તેને જાણનારા ઘણા મનુષ્યોવડે પણ તે રાજાની તે મસ્તની પીડા દુષ્કર્મના યોગથી અટકી નહિ. વિશેષજ્ઞાની એવા પાલિપ્તસૂરિને આવેલા સાંભળીને તેમને બોલાવવા માટે રાજાએ મંત્રીને મોક્લ્યો. મંત્રીએ ત્યાં જઇને ગુરુને નમીને અંજલિ કરીને હયું કે : -
મ
હે ભગવંત ! રાજાના રાજા મુરંડરાજાની મસ્તની પીડા. મંત્ર – તંત્રાદિના યોગથી દૂર કરાઓ – યશ એક્ઝે કરાઓ – તેથી ધર્મ અને મોક્ષલક્ષ્મી થાય. તે પછી સૂરીશ્વરે રાજકુલમાં જઈને ક્ષણવારમાં સજાના મસ્તક્ની પીડાની વેદનાને દૂર કરી. જેમ જેમ પાલિપ્તસૂરિ પોતાના ઢીંચણ ઉપર પ્રદેશની આંગળી ઘુમાવે છે તેમ તેમ મુરંડ રાજાની મસ્તકની પીડા નાશ પામે છે. તે પછી પ્રસન્ન થયેલા રાજાએ ઊભા થઈને ગુરુનાં બે ચરણોને નમસ્કાર કરીને ક્હયું કે તમારાં પ્રસન્ન નેત્રથી હું કૃતાર્થ થયો છું. પાદલિપ્તસૂરિના પ્રસાદથી રાજાએ નગરીમાં સ્થાને સ્થાને મહોત્સવ કરાવ્યો. આચાર્ય મ.નો યશ, કીર્તન આદિવડે કરીને ઉત્તમ ભક્તિથી ભાવિત એવો તે ગુરુઓમાં શ્રેષ્ઠ એવા તેમની સ્તુતિ કરવા લાગ્યો.
चेत: शान्ततरं वच: सुमधुरं, द्रष्टिः प्रसन्नोज्ज्वला, शक्तिः क्षान्तियुता श्रुतं गतमदं, श्रीर्दीनदैन्यापहा; रूपं शीलश्रितं मतिः श्रितनया, स्वामित्वमुत्सेकता, निर्मुक्त प्रकटान्यहो ! नवसुधाकुण्डान्यमून्युत्तमे ॥ १ ॥
ઉત્તમ એવા આપને વિષે આ નવ અમૃતના કુંડ પ્રગટ છે.
પહેલું અત્યંત શાંત ચિત્ત. બીજું અત્યંત મધુર વચન – ત્રીજું પ્રસન્ન ને ઉજજવલ એવી દ્રષ્ટિ – ચોથું ક્ષમા યુક્ત શક્તિ – પાંચમું મદ વગરનું શ્રુત. હું દીનજનોની દીનતાને દૂર કરનારી લક્ષ્મી. સાતમું શીલનો આશ્રય કરનારું રૂપ – આઠમો નયનો આશ્રય કરનારી બુદ્ધિ – અને નવમું અભિમાન વગરનું સ્વામીપણું.
તે પછી મુરંડ રાજાએ જલદી મિથ્યાત્વનો ત્યાગ કરી પાદલિપ્તસૂરિની પાસે જૈનધર્મ સ્વીકાર્યો. એક વખત મુદંડ રાજાએ ગુસ્નીપાસે આ પ્રમાણે ક્હયું, સર્વથી ઉત્તમ વિનય ખરેખર રાજકુલમાં હોય છે. ગુરુએ કહયું કે શ્રેષ્ઠવિનય ગુરુકુલમાં હોય છે. તે પછી ગુરુએ કહયું કે હે રાજન ! જે તમારો ભક્ત સેવક હોય તેને ગંગાનો પ્રવાહ જોવા માટે મોલો,
હે મુરંડ રાજા ! ભક્ત એવા સેવક્તે મોક્લીને ગંગા પૂર્વદિશામાં વહેતી છે કે પશ્ચિમ દિશામાં વહે છે તે તું જાણ, આકાશગંગાની ગતિના જ્ઞાન માટે હું શિષ્યને મોક્લીશ. આથી અનુક્રમે પોતપોતાના સેવકનું વિનીતપણું જણાશે. ગંગાને જોવા માટે રાજા વડે સેવકો મોક્લાયા. જ્યાં ત્યાં ભમીને આવીને તેઓએ રાજાની આગળ ક્હયું. બાલકથી માંડીને ગોવાલિયા સુધી બધા જાણે છેકે ગંગા પૂર્વદિશા તરફ વહન કરનારી છે. એમાં જોવાનું શું હોય ? ગુરુવડે મોક્લાયેલા બે સાધુઓ ગંગાની પાસે જઈને ધજા સ્થાપન કરીને વાયુની ગતિને જોવાના વશથી તે વખતે સારી