________________
૪૮૯
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
આપ્યા, તે દાનવીરોમાં અગ્રેસર શ્રી આદેવ (આંબડ) જગતમાં વિજ્યવંત છે.
આશાપલ્લીમાં પિતાના નામે જિનમંદિર કરાવીને બાહડે તેમાં મોટું શ્રી ઋષભદેવપ્રભુનું બિંબ સ્થાપન કર્યું. બાહડ મંત્રીશ્વર શ્રી શત્રુંજ્ય અને ઉજયંત તીર્થની મોટા સંઘ સહિત ઘણા ધનનો વ્યય કરી, યાત્રા કરી, બાહડે હર્ષપૂર્વક આઠ સૂરીશ્વરનાં પગલાં કરાવ્યાં. અને જુદાં જુદાં પચ્ચીશ જિનમંદિરો કરાવ્યાં. પાષાણમય આઠ હજાર મોટાં બિંબો કરાવ્યાં. ને સાત ઘાતુમય આઠસો ને છ જિનબિંબો કરાવ્યાં. સુવર્ણ–રુપામષીની સાહી વડે સાત જ્ઞાનભંડાર બાહડે લખાવ્યા. તેમજ બીજાં લાખો પ્રમાણ પુસ્તક લખાવ્યાં સાધર્મિકોના સમૂહને એક એક હજાર સોનામહોર આપીને મંત્રીશ્વર બાહડે વૈભવ આપવાથી તેઓને ખુશ કર્યા. દરવ પ્રત્યે નવને પાંચ (૧૪) (ચૈાદ) સાધર્મિક વાત્સલ્ય બાહડ કરતો હતો. ને પાંચ સંધપૂજન કરતો હતો.
એક વખત કુમારપાલ રાજા પાસે આવીને કોઈક યું કે બાહડ હંમેશા લાખો સોનાના ટંકનું દાન આપે છે. સ્વામીથી હંમેશાં યાચકોને અધિક દાન આપતો અહીં વખાણાય છે. આથી હે રાજન ! તેને હમણાં શિક્ષા આપવી જોઇએ. તે પછી રોષ પામેલા રાજાએ પૂછ્યું કે હે બાહડ ! તું મારા કરતાં વધારે દાન આપતો કઇ રીતે થયો ? ત્યારે બાહડે હયું કે તમારા પિતા ત્રિભુવનપાલ બાર ગામના સ્વામી હતા. હમણાં મારા પિતા અઢાર દેશના અધિપતિ છે. પિતા એવા તમારા બલથી મારાવડે યાચકોને આદરપૂર્વક ધણું દાન અપાય છે. માટે હે સ્વામી ! તમારો રોષ ઇચ્છવા યોગ્ય નથી. તે પછી હર્ષપામેલા કુમારપાલે બાહડને ઘણા સન્માન પૂર્વક ઘણું ધન આપ્યું. આ પ્રમાણે બાહડે ઘણા પ્રકારે જેજે પુણ્ય કાર્યો. આઁ તેઓની સંખ્યા પંડિતો પણ કરી (જાણી) શક્તા નથી
આ પ્રમાણે- બાહડના ઉદ્ધારની કથા સમાપ્ત
સાત વાહન રાજાના ઉદ્ધારની કથા
દક્ષિણ દિશાના આભૂષણરૂપ પ્રતિષ્ઠાન નામના નગરમાં બે બ્રાહ્મણો બહેન સહિત વિદેશમાંથી આવ્યા. કોઇક કુંભારની શાલામાં બહેન સહિત તે બન્ને બ્રાહ્મણો રયા. અને દાણાના નિર્વાહવડે પોતાનો નિર્વાહ કરતા હતા. એક વખત તે બ્રાહ્મણની બહેન પાણી લાવવા માટે ગોદાવરી નદીએ ગઇ. તેટલામાં ત્યાં શેષનાગ આવ્યો. તેણીના રૂપવડે મૂઢ થયો છે આત્મા જેનો એવા મનુષ્યરૂપને ધારણ કરનારા શેષનાગે એકાંતમા રહી તેણીની સાથે બળાત્કારે ભોગો