SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ શ્રી શત્રુંજય તીર્થનાં-ર૧-નામો પાડવાનાં કારણો શ્રી શત્રુંજય કલ્પના આધારે %64%64%64%69% %69%6 2 સિજોત્ર સઘળે છે, પણ એ ક્ષેત્ર પ્રભાવે રે; થાયે ચિર વિશુદ્ધતા, દિન દિન વધતે ભાવે રે; શ્રી – સિ. ૧- વિમલગિરિ – પોતાનો દેહનિર્મલ-વિમલ-રોગરહિત થવાથી અસંખ્ય રાજાઓથી પરિવરેલા શૂર રાજાએ શ્રી શત્રુંજ્ય પર્વતનું વિમલાદ્રિ-વિમલગિરિ એવું નામ પાડ્યું. ૨-મુક્તિનિલય - જ્યાં ઘણા સાધુઓને એક સાથે મુક્તિ પામેલા જોઈન વીરરાજાએ આ પર્વતનું મુક્તિનિલય એવું નામ પાડયું. ૩– શત્રુંજય:- આ તીર્થના પ્રભાવથી શત્રુરાજાપર મારો વિજય થયો. માટે આ તીર્થનું નામ શ્રી શત્રુંજ્ય થાય. આમ શુકરાજા ઘણા રાજાઓની સન્મુખ બોલ્યો. ૪- સિદ્ધક્ષેત્ર:- એક સાથે ઘણા મનુષ્યોના સમુદાયોને સિદ્ધિપદને પામતા જોઈને દંડવીર્ય રાજાએ આ પર્વતનું નામ સિદ્ધક્ષેત્ર એવું પાડ્યું. ૫– પુંડરીક – આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી આ તીર્થપર ચૈત્ર સુદ –૧૫– ના દિવસે પાંચ ક્રોડ મુનિ સાથે મોક્ષપદ પામ્યા. માટે દેવતાઓએ આ તીર્થનું પુંડરીકગિરિ એવું નામ પાડયું. ૬ – સિદ્ધોખર :- જ્યાં ઘણા જીવોને સિદ્ધિપદ પામતા જોઈને પધશેખર રાજાએ આ તીર્થનું સિદ્ધશેખર એવું નામ પાડ્યું. ૭ – સિદ્ધપર્વત :- કેવલી ભગવાન પાસે જ્યાં પોતાની મુક્તિ છે એમ જાણીને બે દેવતાઓએ આ પર્વતનું સિદ્ધપર્વત” એવું નામ પાડ્યું. ૮ - સિદ્ધરાજ :- આ તીર્થને વિષે તપ-ધ્યાન-મૌન અને અરિહંત ભગવાનની પૂજા વગેરે કાર્યોથી અનેક ભવ્યજીવો સિદ્ધથાય છે. (સિદ્ધના રાજા થાય છે.) માટે આ તીર્થનું લોકોએ શ્રેષ્ઠ એવું “ સિદ્ધરાજ” નામ પાડયું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy