________________
010
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ
દેવોએ દેવાધિદેવ પ્રત્યેના પૂજ્ય ભાવથી બિંબમાં સંક્રાંત થઈ આ પ્રક્રિયાનો ચમત્કાર દર્શાવીને પ્રભુમાં પ્રભુત્વ પ્રગટ્યાની પ્રતીતિ કરાવી. આવી પ્રતીતિની તે શુભ ઘડીએ કર્મશાની પ્રાર્થનાથી વિશ્વના તમામ જીવોનાં લ્યાણ માટે રાગદ્વેષથી મુકત બનીને પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય વિધામંડન સૂરીશ્વરજી મહારાજાએ દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. સાથે પુંડરીક સ્વામી, રાયણ પાદુકા આદિની પ્રતિષ્ઠા અન્ય શિષ્ય પ્રવર મુનિવરોએ પણ કર્માશાના કુટુંબીજનોનાં નામથી ભરાયેલ અન્ય બિંબોની પ્રતિષ્ઠા કરી.
સુવર્ણના કળશની પ્રતિષ્ઠા કરી તથા સુવર્ણનાં મણિ, રત્નોથી મઢેલા એવા ધ્વજદંડની પણ પ્રતિષ્ઠા કરી તથા જૈન શાસનની ધ્વજા પતાકા લહેરાવી.
મણિમાણેક અને મુકતાલથી દાદાનાં વધામણાં આવ્યાં. સધવા સ્ત્રીઓએ દાદાનાં ઓવારણા લઈને પોખણાં ક્ય. ચારે કોર # પુણ્યાહ પુણ્યાહ પ્રિયંતામ પ્રિયંતામ ના નાદ ગાજવા લાગ્યા.સર્વ અવયવો પર સુંદર અલંકારોને ધારણ કરીને કર્મશાએ તથા સક્લ શ્રી સંધે પરમાત્માને લૂણું ક્યું ત્યારે કર્મશા સહિત સક્લ સંઘને રોમાંચ પેદા થયા. ત્યારબાદ સુવર્ણ પુષ્ય, અને અક્ષત વડે પરમાત્માને અને ગુરુ મહારાજને વધાવવામાં આવ્યા. પ્રતિષ્ઠા વિધાનને લગતી તમામ ક્લિાઓ વિધિ પુરસ્સર પરિપૂર્ણ કરવામાં આવી.
નોંધપાત્ર ઘટના એ હતી કે જેઓશ્રીના પાવન હસ્તે આ પ્રતિષ્ઠા કરવામાં આવી એ નિસ્પૃહ શિરોમણિ આચાર્યદેવે શિલાલેખમાં ક્યાંક પોતાનું નામ ન લખવા દીધું. સ્વરચિત સ્તવનોમાં પણ ક્યાંય પોતાનો નામોલ્લેખ ક્યો નથી શિલાલેખમાં માત્ર “શ્રી સૂરિભિઃ પ્રતિષ્ઠિતમ ” (આચાર્યોએ પ્રતિષ્ઠા કરી) એટલું જ લખવા દીધું. આજે પણ દાદાની પલાંઠીમાં આ લેખ મોજૂદ છે. જેનો તરજૂમો તે પુસ્તક્ના પરિશિષ્ટમાં આપેલ છે.
જિનાલયમાં ઉપયોગી આરતી, મંગળ દીવો છત્ર, ચામર, રથ,ચંદરવા, આસનો, કળશે આદિ ઉપકરણો કર્માશાએ મંદિરમાં મૂક્યાં. તથા જિનપૂજા માટે ગામો, બગીચાઓ અને ઉદ્યાનો મંદિરને ભેટ ક્ય. .
સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન કોઈને સહેજ માથું દુ:ખવા જેવો લેશ પણ દુ:ખનો અનુભવ ન થયો. કૃતજ્ય બનેલા કર્મશાના આનંદની તો શી વાત કરવી? અરે ! પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા પ્રત્યેક માનવનું અંતર આનંદથી હિલોળા લેતું હતું.
લોકો જ કર્માદાને ધન્ય કહેતા હતા એટલું જ નહિ પણ કર્યાશા સ્વયં પોતાને ધન્ય માનતા હતા. ખરેખર એવું કશું શુભ કાર્ય બાકી રહ્યું ન હતું કે જે કર્માશાએ ન આરાધ્યું હોય.
- ત્યારબાદ કર્મશાનું સંઘ દ્વારા વધામણું કરવામાં આવ્યું. પૂજય આચાર્યદેવ શ્રીમદ વિજ્ય વિધામંડન સૂરીશ્વરજી મહારાજાએ કર્મશાના લલાટમાં ઉદયન કરનારું વિજયને સૂચવનારું એવું સંઘપતિ તિલક કર્યું તથા ઈન્દ્રમાળ પહેરાવી.
મહોત્સવ દરમ્યાન સવારથી સાંજ સુધી કર્માશાનું ભોજનગૃહ સતત ઉધાડું રહેતું હતું જેમાં જૈન-અજૈન સર્વને